એવા ચાર વ્યવસાય જે ભવિષ્યમાં ટકી રહેશે

 

"ઇન્ફૉર્મેશન ટેક્નોલોજી (માહિતી તંત્રજ્ઞાન) અને વ્યવસાય એકબીજા સાથે સંકળાયેલાં છે. આ બન્નેમાંથી કોઈ એક વિશે અર્થપૂર્ણ વાત કરવી હોય તો બીજાનો ઉલ્લેખ કર્યા વગર તે વાત પૂરી નહીં થાય એવું મારું માનવું છે."

– બિલ ગેટ્સ

આજે શાળામાં જતાં બાળકોમાંથી લગભગ 65% બાળકો ભવિષ્યમાં કાંઈક અલગ જ પ્રકારનો વ્યવસાય કે નોકરી કરશે.[1]  શું તમે વિચારી શકો કે એ કામ ક્યા હશે?

3D ડિઝાઈન સ્પેશિયાલિસ્ટ

3D ડિઝાઈન સ્પેશિયાલિસ્ટને 3D ટૂલ્સ વિશે અને તેનાથી સંબંધિત ડિઝાઈન એપ્લિકેશન વિશે સારી જાણકારી હોય છે. આ વ્યવસાયમાં કાબેલ થવા માટે ડિઝાઈન, પ્રોજેક્ટ મેનેજમેંટ અને ઇંડસ્ટ્રીમાં જરૂરી એવાં સૉફ્ટવેર્સ વિશે યોગ્ય જાણકારી ઈત્યાદિ કુશળતાઓ હોવી જરૂરી છે.

વર્ચ્યુઅલ રિયાલિટી એક્સપિરિઅન્સ ડિઝાઈનર

વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમે એક  વિશિષ્ટ હેડસેટની મદદથી કમ્પ્યુટર નિર્મિત પરિસરમાં આભાસી જગ્યાનો એક અલગ તેમજ વાસ્તવિક અનુભવ લઈ શકો. આમાં ડિઝાઈનર વિચારપૂર્વક સંશોધન કરીને, વ્યૂહરચના નક્કી કરીને, વાસ્તવિક જગ્યા જેવું જ આભાસી વિશ્વ બનાવે છે. યોગ્ય તાંત્રિક  કુશળતાઔની સાથે-સાથે ગ્રાહકના ગમા-અણગમાની ઊંડી સમજણ ધરાવતી અને સર્જનાત્મક સ્વભાવવાળી વ્યક્તિની પસંદગી આ ભૂમિકા માટે કરવામાં આવશે. વર્ચ્યુઅલ તાલીમ પરિષદો, ટીમ મીટિંગો, દૂરના સ્થળોએ રજાઓ, ફેન્ટસી રનિંગ ટ્રેલ્સ અને અન્ય ઘણી બાબતોને અમલમાં લાવવા માટે વી.આર. માટે અસંખ્ય તકો ઉપલબ્ધ છે.[2]

ડિજિટલ કરન્સી એડવાઇઝર્સ

નિષ્ણાતો દ્વારા રોકાણનું સંચાલન કરવા માટે Bitcoin જેવી ડિજિટલ કરન્સીઓનો ઉપયોગ મોટા પાયે થાય છે અને આથી તેની જાણકાર વ્યક્તિની ઘણી માંગ રહે છે. [3]  ડિજિટલ કરન્સી એડવાઇઝર લોકોને આ નવી નાણાંકીય પ્રણાલીમાં પોતાની સંપત્તિનું સંચાલન કેવી રીતે કરવું તે બતાવે છે. એડવાઇઝરને નાણાંકીય વ્યવસ્થાપન, અકાઉન્ટિંગ, કમ્પ્યુટર સુરક્ષિતતા અને ઑપરેટિંગ સિસ્ટમ વિશે પૂરતી જાણકારી હોવી જોઈએ અને તેઓ આમાં પારંગત હોવા જોઈએ. [3]  

હ્યુમન-ટેક્નોલોજી ઇંટિગ્રેશન સ્પેશિયાલિસ્ટ

ટેકનોલોજીના દૈનિક ઉપયોગ પ્રત્યે સર્વગ્રાહી અભિગમ લે છે. કાર્યસ્થળે અથવા ઘરમાં ટેક્નોલોજી દૈનિક જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. તેથી, ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજીને સરખી રીતે સમજી લેવું જરૂરી બની રહેશે. આંતરવૈયક્તિક કુશળતાઓ અને આઈ-ટીની યોગ્ય જાણકારી હશે તો તમારા ગ્રાહક બહુવિધ ઉપકરણો અને સૉફ્ટવેરને સહેલાઈથી ઉપયોગમાં લઈ શકશે.

ઉપરોક્ત વ્યવસાયોમાં સામાન્ય તાર એટલે ટેક્નોલોજી. આજના બાળકોને ટેકનોલોજીમાં પારંગત થઈને ભવિષ્યના સફળ ઉત્પાદક બનવાનું છે. આની શરૂઆત કરવા માટે યોગ્ય પીસીની પસંદગી કરો. http://www.dellaarambh.com/pick-right-school-pc/ ની મુલાકાત લો.