તમારા બાળકને અભ્યાસમાં મદદ કરવા માટે વેબસાઇટ પસંદ કરતાં પહેલાં પૂછવા જરૂરી એવાં ચાર પ્રશ્નો

 

તમારા બાળકને શીખવા માટે સ્ક્રીન ટાઇમ એક અસરકારક રીત હોય શકે છે. પરંતુ એ મહત્વનું છે કે તેમ કરવા માટે તમારૂં બાળક યોગ્ય વેબસાઇટનો ઉપયોગ કરે. એ વેબસાઇટ્સ કે જે શિક્ષણ અને મનોરંજન વચ્ચે સંતુલન જાળવે છે તે બાળકોના રસને જાળવી રાખે છે અને બદલામાં તેમને ભણવામાં વધુ સારી રીતે મદદ કરે છે.

યોગ્ય વેબસાઇટ શોધવી એ પડકારજનક કાર્ય છે. તમારા બાળકને સામેલ કરતી વખતે તેના માટે સાચી માહિતી ધરાવતી વેબસાઇટ શોધવી એ મહત્વનું છે.

તમારા બાળકને વધુ સારી રીતે શીખવવા માટે યોગ્ય વેબસાઇટ શોધવામાં તમને મદદ મળી રહે તે માટે અહીં ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

શું તે તમારા બાળકની શીખવાની જરૂરિયાતને પૂરી પાડે છે?

તમે જે વેબસાઇટ પસંદ કરો છો તે તમારા બાળકના શીખવાના સ્તરની સમાન હોવી જરૂરી છે. નક્કી કરવા માટેનું સૌથી મોટું પરિબળ તમારા બાળકની ઉંમર અને વર્ગ છે. આ બે પરિબળોની સાથે, માતા-પિતાએ વિષયો અને કૌશલ્યોને પણ ધ્યાનમાં લેવા જોઇએ જેમાં સુધારા માટેનો અવકાશ હોય. પરસ્પર ક્રિયાત્મક વેબસાઇટ્સની શોધ કરો જે તમારા બાળકને પડકારે.

 

1. શું તે ઉપયોગ માટે મફત છે?

ઘણી વેબસાઇટ્સ ‘ફ્રીમિયમ’ મોડેલ ધરાવે છે જ્યાં વપરાશમાં લઈ શકાતી માહિતીની માત્રા પર મર્યાદા હોય છે. કોઇપણ પ્રકારના આશ્ચર્યો જેમ કે પાછળથી લાગતા છુપા ખર્ચ, જે તમારા બાળકની શિક્ષામાં વિક્ષેપ પાડી શકે છે તેને ટાળવા માટે પહેલાં જ કિંમત અંગેની તપાસ કરી લેવી એ ઉત્તમ માર્ગ છે. વપરાશકર્તાઓના રેટિંગ્સ, સમીક્ષાઓ અને શિક્ષકોની ભલામણો તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે વેબસાઇટની સુલભતા માટે ચુકવણી કરવી કે અન્ય વિકલ્પ શોધવો.

2. શું માહિતી સુસંગત છે?

સાચી માહિતી અને સંસાધનો બાળકના શીખવાના વક્રમાં ખૂબ મોટો તફાવત પાડી શકે છે. સાથીઓ અને ક્ષેત્રમાં તજજ્ઞોની વચ્ચે વેબસાઇટની લોકપ્રિયતા સંલગ્નતા માટેની એક સારી નિશાની છે. બહુવિધ સ્ત્રોતોમાંથી ઑનલાઇન સમીક્ષાઓ વાંચી અને શિક્ષકો અને તેમનાં મિત્રોના મંતવ્યો વિશે પૂછીને એ સુનિશ્ચિત કરો કે વેબસાઇટની વિષયવસ્તુ તમારા બાળક માટે સુસંગત છે.

3. શું તેનો ઉપયોગ કરવો સલામત છે?

સમજણપૂર્વક, ઑનલાઇન સુરક્ષા એ માતા-પિતા માટે મોટી ચિંતાનો વિષય છે. માતા-પિતાએ સલામતી અને વિશ્વસનીયતા માટે માલવેર, પૉપ અપ્સ, આક્રમણકારી જાહેરાતો અને ખામીયુક્ત લિંક્સ માટે વેબસાઇટને સંપૂર્ણપણે બ્રાઉઝ કરવી જોઇએ. વધુ સલામત રહેવા માટે, માતા-પિતા Google Transparency Report Tool નો ઉપયોગ કરીને એવી વેબસાઇટ્સની ઓળખ કરી શકે છે જે બાળકો દ્વારા મુલાકાત માટે સુરક્ષિત નથી.

પગલું 1: તમે જેની તપાસ કરવા માંગો છો તે વેબસાઇટ લિંકને કૉપી પેસ્ટ કરો


પગલું 2: એન્ટર હિટ કરો


પગલું 3: પરિણામ જુઓ

વાતચીત મહત્વ ધરાવે છે. આંતરદૃષ્ટિ માટે મોટાં બાળકો અને તમારા બાળકના સહપાઠીઓ બન્નેના માતાપિતા સાથે વાત કરો. તમે જે પીસી પસંદ કરો છો તે પણ યોગ્ય હોવાની ખાતરી કરો: http://www.dellaarambh.com/pick-right-school-pc/