ભણાવતી વખતે દરેક શિક્ષકે અનુસરવી જોઈએ એવી ચાર બાબતો

 

"પીસી સર્જનાત્મકતા અને નવીનીકરણ માટે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ શિક્ષકોને પણ એક મંચ પૂરું પાડે છે; અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અવનવી પદ્ધતિઓનો પ્રયોગ કરવા માટે સહાય કરે છે." 

- શ્રીમતી આકાંક્ષા બક્ષી – સીડલિંગ ઇંટરનેશનલ અકેડમીના જોઇન્ટ ડાયરેક્ટર

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ભૂમિકા હમેશા મહત્વપૂર્ણ રહે છે. એક સંશોધન મુજબ સારા શિક્ષકો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની સાથે-સાથે તેમના જીવનકાળ દરમિયાનની સફળ કારકિર્દીમાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. [1]

યોગ્ય દિશામાં કેટલાંક પગલાં લઈને શિક્ષક વિદ્યાર્થીઓના શિક્ષણ અને અભ્યાસ વચ્ચેના સંબંધને સુદૃઢ બનાવે છે.

1. પરસ્પર-સંવાદાત્મક પ્રવૃત્તિ કરાવીને ભણાવો

નવા UChicago-led અભ્યાસ અનુસાર, પારંપારિક પદ્ધતિથી ફક્ત રટ્ટો મારીને પોતાની મેળે ભણતાં હોય એવા વિદ્યાર્થીઓની તુલનામાં જે વિદ્યાર્થીઓ વિભાવનાઓને ઊંડાણપૂર્વક સમજીને પ્રત્યક્ષ ઉપયોગ કરે છે તેઓ કસોટીઓમાં વધુ સારા ગુણ મેળવે છે. ફિલ્ડ ટ્રિપ્સ, વર્ચ્યુઅલ સિમ્યુલેશનો, પ્રયોગશાળાની મુલાકાતો અને સામૂહિક પ્રવૃત્તિઓ જેવા વિષયના તાત્કાલિક વ્યવહારુ એપ્લિકેશનનો ઉપયોગ લર્નિંગ બાય ડૂઇંગ (કાર્યથી શીખવું) પદ્ધતિમાં કરવામાં આવે છે. [2] 

2. એકબીજાના સહયોગને અભ્યાસનો ભાગ બનાવો

વિદ્યાર્થીઓની આંતર-વૈયક્તિક, સમય સંચાલન અને વહીવટી કુશળતાઓને વિકસાવવા માટે સાથે મળીને પ્રોજેક્ટ્સ કરવું એ ખૂબ જ લાભદાયી છે. સામૂહિક પ્રવૃત્તિઓ માટે તમે વિવિધ ચર્ચાસત્રો, પ્રેઝેન્ટેશન, રિપોર્ટ્સ અને અલગ-અલગ રીતે વૈચારિક સત્રોનો સમાવેશ કરી શકો છો. આ બધી બાબતોથી વિદ્યાર્થીઓને એ સમજવામાં મદદ મળી રહે છે કે તેઓ કયા વિષયમાં સારું કરી રહ્યાં છે અને કયા વિષયો પર કામ કરવાની જરૂર છે.

3. પોતાની નબળાઈઓ અને સબળાઈઓને ઓળખવું

જો કોઈ વિદ્યાર્થી સ્પષ્ટપણે ભાષા પ્રત્યે અભિરુચિ બતાવે તો, આવા વિદ્યાર્થીને વક્તૃત્વ અને ચર્ચા જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બીજી બાજુ, જો કોઈ વિદ્યાર્થી બીજગણિત જેવા કોઈએક વિષયમાં મુશ્કેલી અનુભવે છે એવું લાગે તો તેને વિકિસ્પેસ ક્લાસરૂમ પરથી વધારાના શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવી આપવા જોઈએ. જો મૂલ્યાંકન થયેલાં સામૂહિક પ્રોજેક્ટ્સ જેવી જ યોગ્ય તક પૂરી પાડવામાં આવે તો વિદ્યાર્થીઓ એક-બીજા પાસેથી શીખી શકે છે. [3] 

4. પીસીનો ઉપયોગ કરીને ભણવાની આદત લગાડો

શિક્ષણ માટે પીસીનો વપરાશ કરવાને લીધે વિદ્યાર્થીઓને તે વિષય સારી રીતે સમજવા માટે અને તે વિષયનું જ્ઞાન મેળવવા માટે મદદ મળી રહે છે.પીસીને કારણે વિદ્યાર્થીઓને સિમ્યુલેશન થી લઈને ઑનલાઇન ટૂલ્સ જેવા અનેકવિધ સંસાધનો મળે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરતાં વધુ ઊંડાણપૂર્વક વિષયવસ્તુને સમજી શકે છે, જેથી વિદ્યાર્થીઓને માહિતીને વધુ ઝડપથી તેમજ વધુ સમય સુધી યાદ રાખવામાં મદદ મળે છે. આનો લાભ શિક્ષક અને બાળક બન્નેને મળે છે. [4]

શિક્ષકોને પણ દરરોજ નવા-નવા અનુભવો થાય છે અને નવું શીખવા મળે છે. આ રીતોના અમલીકરણથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની રુચિ વધશે અને વર્ગખંડમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

#DellAarambh નો ઉપયોગ કરીને અમને ટ્વીટ કરો અને તમે દરરોજ તમારા વર્ગના શૈક્ષણિક અનુભવને કેવી રીતે વિકસાવી રહ્યાં છો તે અમને જણાવો.