તમારા ભણાવવાના કૌશલ્યને સુધારવા માટે તમારે કરવી જોઇતી ચાર બાબતો

 

 

તકનીકી આપણી આસપાસની દુનિયામાં હંમેશા વૃદ્ધિ પામતી લોકપ્રિયતા જોઈ રહી છે – તે આપણાં વર્ગખંડોમાં પણ સ્થાન લેવાના ભરસક પ્રયાસ કરતી જણાય છે. જ્ઞાન અને સંસાધનોના વિપુલ પ્રસારની ઉપલબ્ધતા તેને એક મહાન સાધન બનાવી રહી છે જે તમને વર્ગખંડમાં મદદ કરી શકે છે.

અહીં તમારા ભણાવવાના કૌશલ્યને સુધારવા માટે કરવી જોઇએ તેવી ચાર બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:

1) પ્રથમ બાબત પ્રથમ – ફીડબૅક મેળવો

તમારા સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી ફીડબૅક મેળવવો એ તમારા વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ મૂલ્યવાન છે. તમે વર્ગ પૂરો થઈ ગયા પછી પૂછી શકો છો અથવા વિગતવાર પ્રશ્નો સાથેનું Question Pro સર્વેક્ષણ મોકલી શકો છો જેથી તમે જોઇ શકો કે તમે ક્યાં ઊભાં છો. તમારી તાકાતોના નિર્માણ માટે અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેનાં માટે આંતરદૃષ્ટિઓનો ઉપયોગ કરો.

2) વાંચનને તમારી આદત બનાવો

લેસનના પ્લાનિંગ, એક સાથે બહુવિધ વર્ગોને શિક્ષણ આપવું અને પેપર્સને તપાસવાની વચ્ચે ફરતાં રહેવું ખૂબ મુશ્કેલ બને છે પરંતુ જો તમે સંલગ્ન સંશોધનો અને ગૂગલ સ્કૉલર પર આર્ટિકલ્સ વાંચવા માટે દિવસમાં 15 મિનિટ પણ કાઢી શકો છો. દરેક આર્ટિકલ જેને તમે વાંચો છો તે વર્ગખંડમાં તમને વધુ પ્રયોગશીલ બનવાની પ્રેરણા પૂરી પાડવાની શક્યતા ધરાવે છે. વધુમાં, તમારા જ્ઞાનને આગળ વધારવાની સાથે-સાથે, વાંચન તાણને ઓછી કરવામાં અને લેખન અને પૃથ્થકરણના કૌશલ્યમાં પણ સુધારો લાવે છે.

3) એવાં મિત્રો સાથે વાતચીત કરો જેઓ શિક્ષકો નથી

તમારી ભણાવવાની પદ્ધતિઓ પર એક જુદાં જ પરિપ્રેક્ષ્યથી એવાં મિત્રો સાથે વાત કરો જેઓ ભણાવતા નથી. એ લોકો જે ભણાવતાં નથી તેઓ તમને તેમના જવાબોથી કદાચ આશ્ચર્ય પમાડી શકે છે કેમ કે તેઓ એવી વસ્તુઓની નોંધ લે છે જે તમે ધરાવતા નથી! આ કાર્યની વાતચીતમાંથી પણ તમને વિરામ આપતી બાબત બની રહે છે અને તમારા મનને ખરેખર ખોલવા માટેનું સ્થાન બની રહે છે.

4) શીખવાનું બંધ ના કરશો

શિક્ષકોએ ભણાવતાં રહેવું જોઇએ, પરંતુ સાથે ભણતાં પણ રહેવું જોઇએ. પછી તે ઑનલાઇન કૉર્સ હોય કે વીકઍન્ડ ડિપ્લોમામાં નામાંકન કરાવવાનું થતું હોય, ભણતર તમને પ્રતિસ્પર્ધામાં આગળ રહેવામાં અને તમારી તજજ્ઞતાના ક્ષેત્રમાં અદ્યતન બની રહેવામાં મદદ કરશે. તમારી ઉત્સુકતાને તમને અગ્રણી બનાવવા દો!

જો તમે પ્રથમ-વખત શિક્ષક બન્યાં હો અને સાચો રસ્તો અપનાવવા માંગતા હો, તો પીસીનો ઉપયોગ કરવાથી તમને સારાંમાંથી શ્રેષ્ઠ બનવાનો માર્ગ મળી રહેશે! પછી તે લેસનના પ્લાનિંગ હોય કે વિદ્યાર્થીઓને આનંદ આવે તેવાં ગૃહકાર્યને સોંપવાની બાબત હોય, તમારી શરૂઆત માટે અમે અમુક આવશ્યક બાબતોને રાઉન્ડ-અપ કરી છે.