આ ચાર રીતોની મદદથી પીસી શિક્ષણને મનોરંજક બનાવે છે!

“આપણે લોકોને શિક્ષણ સુધી લાવવાને બદલે શિક્ષણને લોકો સુધી લાવવું જોઇએ.”

- ઇલીઓટ મેસી

 

બધા માટે કોઈપણ વિષય કંટાળાજનક હોતો નથી. તે જ રીતે બધા માટે કોઈ વિષય પહેલાંથી જ રસપ્રદ પણ હોતો નથી. એકવિધ વિષયને વિદ્યાર્થીઓ માટે આકર્ષક બનાવવો એ શિક્ષક માટે મહત્વપૂર્ણ કાર્ય છે અને જો યોગ્ય રીતે રજૂ કરવામાં ન આવે તો આ કાર્ય મુશ્કેલ બની શકે છે. આ કારણસર શૈક્ષણિક હેતુ માટે પીસીનો ઉપયોગ કરવો બહુ જ સુલભ બની રહે છે. વિદ્યાર્થીઓના સહભાગમાં સુધારો કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓને ઉપયોગમાં લઈ શકો છો. કંટાળાજનક વિષયો કંટાળાજનક લાગે તે જરૂરી નથી, પીસીના સૌજન્યથી!

 

ઈતિહાસ

ઈતિહાસમાં પોકાહોન્ટાસ અથવા નાઇટ એટ ધ મ્યુઝિયમ જેવી કેટલીક પ્રખ્યાત ફિલ્મોના તમામ ઘટકો જોવા મળે છે, તેથી તે એક એવો વિષય હોવો જોઇએ જે  શીખવા માટે બાળકો ઉત્સુક હોય. તમારા શિક્ષણમાં સહાય માટે વિઝ્યુઅલ મીડિયાનો ઉપયોગ કરવાથી વર્ગમાંના કોરા ચેહરાઓ પણ શામેલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા બાળકોને એ સમજાવવા માંગતા હો કે હોલોકોસ્ટ કેટલો ગંભીર હતો, તો તમે તેમને શક્ય હોય તો ધ પીયાનિસ્ટ,    શીન્ડલર્સ લિસ્ટ અથવા ધ ડાયરી ઑફ એને ફ્રેન્ક બતાવી શકો છો. ફિલ્મ બતાડ્યા બાદ તમે ફિલ્મની ઐતિહાસિક સચોટતા અને તેની સાથે મેળ ખાતાં ભાગ વિશે ચર્ચા કરી શકો છો. આ ઉપરાંત, પીસી રિસોર્સેસનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ નોંધપાત્ર સામગ્રીનું અન્વેષણ કરી શકે છે. 

 

વિજ્ઞાન

જો બાળકોનો કોઈ પ્રિય સવાલ હોય તો તે છે “કેમ? શા માટે?” વિશ્વ વિશે તેમની પ્રાકૃતિક જિજ્ઞાસાને  પ્રોત્સાહિત કરીને અને પોતાની મેળે જવાબ શોધવાનું શીખવાડીને તમે આનો જવાબ આપી શકો છો. આની ચાવી છે વિદ્યાર્થીઓને પુસ્તકોથી બહાર લઈ જઈને અને તેમને વિજ્ઞાનનું પ્રેક્ટિકલ એપ્લિકેશન દેખાડીને. તેમને આ પ્રક્રિયામાં શામેલ કરવા માટે તેમને ચર્ચા કરવાની શક્યતાઓ આપો એ બહુ મહત્વપૂર્ણ છે. પછી, તેમને પ્રયોગો કરાવીને એ દેખાડો કે તેઓ શીખેલી થિઅરીને કેવી રીતે લાગુ કરી શકે છે. આ રીતે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં પણ આનંદ માણશે.

 

ગણિત

ઘણા વિદ્યાર્થીઓ માટે ગણિત એટલે ઊંધી દિશામાં તરવા જેટલી મુશ્કેલ બાબત. આંકડાઓનો મેળ સમજવો ઘણી વાર પડકારજનક બની રહે છે. સદભાગ્યે હવે ટેક્નોલોજીની મદદથી વિદ્યાર્થીઓ ગણિતના વિષય માટે પણ ઉત્સાહિત થઈ શકે છે. આ વેબસાઇટો ઇંટરેક્ટિવ એક્ટિવિટીઝ અને વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનો પૂરાં પાડે છે જેની મદદથી વિદ્યાર્થીઓ વ્યસ્ત અને પરોવાયેલાં રહે છે. જ્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં શીખેલી વિભાવનાઓને વાસ્તવિક જગત સાથે જોડી શકે છે, ત્યારે તેઓને તેઓ શું શીખી રહ્યાં છે તે સમજવામાં મદદ કરે છે.  

 

ભૂગોળ

યોગ્ય ભૂગોળના પાઠ સાથે, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં રહીને જ વિશ્વભરની મુસાફરી કરી શકે છે. નકશા પર વિવિધ દેશોને શોધવાથી લઈને વિવિધ ટાઇમ ઝોનને સમજવા સુધી. પીસીનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ ગૂગલ અર્થની મદદથી સંપૂર્ણ વિશ્વને જોઈ શકે છે. વિદ્યાર્થીઓને તેઓના ભૌગોલિક સ્થાનો ઉપરાંત તેમના જ્ઞાનને વિસ્તૃત કરવા માટે વધુ ડેટા પ્રદાન કરવા અને વિશ્વ વિશે શીખવવા માટેનો આ એક ઉત્કૃષ્ટ અભિગમ છે.

 

જો તમારી વિભાવનાઓ સુસંગત અને સંબંધિત હોય, તો વિદ્યાર્થીઓ વિશ્વના સૌથી કંટાળાજનક વિષયો વિશે શીખવા માટે પણ પ્રેરિત થશે.