શોધ માટે મનોરંજક ટેકનોલોજી સંબંધિત શોખ

એ દિવસો ગયા કે જ્યારે માત્ર રમતગમત અથવા કોઈ કલાને જ શોખ તરીકે ઓળખવામાં આવતા. આજના જમાનામાં ટેક-આધારિત શોખને અનુસરવાની રીત ચાલી રહી છે. અનેક એવા સર્જનાત્મક શોખ છે જે તમે નવરાશના સમયે તમારા કમ્પ્યુટર પર પૂરા કરી શકો છો. આની મદદથી તમે તમારી આસપાસની દુનિયાથી રૂબરૂ થઈ શકો છો અને કલાનું એક સુંદર જગત નિર્માણ કરી શકો છો.   

તમે આ સરળ ટેક-આધારિત શોખ સાથે પ્રારંભ કરી શકો છો!

 

1. બ્લૉગિંગ

બ્લૉગ એક ડાયરી-સ્ટાઇલની વેબસાઇટ છે જેનો ઉપયોગ અનૌપચારિક રીતે ઑનલાઇન પ્રેક્ષકો સાથે વાતચીતમાં જોડાવા થાય છે. બ્લૉગિંગ ઑનલાઇન જર્નલ પ્રકાશિત કરવા અને તમારી પ્રતિભાને દર્શાવવા માટેનો એક બહુ જ સારો રસ્તો છે. જો કે પરંપરાગત બ્લૉગ્સમાં ટેક્સ્ટ અને ઈમેજીસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બ્લૉગિંગની કળા વિવિધ મીડિયા અને પ્લેટફૉર્મ્સ સુધી વિસ્તરેલી છે.


હવે તમે તમારો અવાજ દુનિયા સુધી પહોંચાડવા માટે SoundCloud જેવા પ્લેટફૉર્મ્સની મદદથી પોડકાસ્ટ્સ પણ આમાં સંકલિત કરી શકો છો. અથવા તમે Twitter અને Instagram માં જઈને 140 અથવા તેનાથી પણ ઓછા અક્ષરમાં "માઇક્રોબ્લૉગ" કરી શકો છો. તમે જે કોઈપણ પ્લેટફૉર્મ અને માધ્યમ પસંદ કરો, મોટા પાયે વિશ્વ સાથે જોડાવા માટેનો એક મહાન રસ્તો છે બ્લૉગિંગ.

 

2. કોડિંગ

શું તમને આશ્ચર્ય થાય છે કે આ કમ્પ્યુટર સૉફ્ટવેર, એપ્સ અને વેબસાઇટો કેવી રીતે બને છે? આનો જવાબ છે કોડ. તમારું બ્રાઉઝર, તમારી ઑપરેટિંગ સિસ્ટમ, તમારા ફોન પરની એપ્સ, ફેસબુક અને આ વેબસાઇટ – બધું જ કોડથી બનેલું છે. કોડિંગ એક લાભદાયી અને રસપ્રદ શોખ છે જેને એક પરિપૂર્ણ કારકિર્દીમાં રૂપાંતરિત કરી શકાય છે. અને કોને ખબર, કદાચ તમે એક નવું ફેસબુક બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યા હો! અહીં તમારી માટે એક માર્ગદર્શિકા આપેલી છે જેની મદદથી તમે કોડિંગની મૂળભૂત વિભાવનાઓને સમજી શકશો અને સાથે જ  કેટલાંક રિસોર્સિસ આપેલાં છે જે તમે કદાચ જોવા ઇચ્છતા હો.

 

3. વ્લૉગિંગ

વ્લૉગ (અથવા વિડિયો બ્લૉગ) એ એવો બ્લૉગ છે જેમાં વિડિયો કન્ટેન્ટનો સમાવેશ થાય છે. શરી કરવા માટે તમે તમારું પોતાનું વ્લૉગ બનાવી શકો છો અને તમારા વ્યૂઅર્સને આ વ્લૉગની મદદથી તમારી દૈનિક ક્રિયાઓ બતાવી શકો છો અથવા તેઓ પ્રયત્ન કરી શકે તે માટે DIY પ્રવૃત્તિ બનાવી શકો છો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાં વ્યાવસાયિક વ્લૉગર્સે પોતાના વ્લૉગ આ રીતે શરૂ કર્યાં છે. લીલી સિંહ ઉર્ફે સુપરવુમન, શ્રદ્ધા શર્મા, તન્મય ભટ્ટ આ એવાં કેટલાંક વ્લૉગર્સ છે જેમણે તેમનાં લોકપ્રિયતા અપાવનારા વિડિયો તેમનાં ઘરમાં જ શૂટ કર્યા છે. શેરેઝેદ શ્રોફ, વિખ્યાત Youtube ટ્રાવેલ અને બ્યૂટી વ્લૉગરને મેક-અપ ટિપ્સની વ્લૉગિંગ દ્વારા પ્રસિદ્ધિ મળી. તેણે Dell Futurist માં પણ ભાગ લીધો હતો; આ એક એવી ઇવેન્ટ છે જેમાં તમે તમારાં શોખને કારકિર્દીમાં ફેરવી શકો છો.

 

તેમના વ્લૉગ જોઈને તમે પણ શરૂઆત કરી શકો અને તમારી પોતાની સ્ટાઇલ શોધી શકો છો. ભીડથી કાંઈક અલગ કરવા માટે અને સારી ગુણવત્તાના વ્લૉગ્સ બનાવવા માટેની ટિપ્સ માટે આ લેખ જુઓ.

 

 4. ફોટોગ્રાફી

જો તમે એનાલૉગ અને ડિજિટલ વિશ્વ વચ્ચે  સંબંધ શોધી રહ્યા હો તો ફોટોગ્રાફીનો શોખ આદર્શ છે! ફોટોગ્રાફી તમને કોઈપણ વિગત કે વસ્તુને બારીકાઈથી જોવાની કળાને વિકસાવવા માટે મદદ કરે છે અને જીવનની અદ્દભુત યાદોને કેમેરામાં કેદ કેવી રીતે કરવી તે શીખવે છે. તમે સાફ અને સ્પષ્ટ ચિત્રો શૂટ કરવામાં કુશળ થઈ જાઓ ત્યારબાદ, ફોટો-એડિટિંગ વિશે માહિતી જાણવા માટે આ ગાઇડનો ઉપયોગ કરી શકો છો અને તમારા પોતાના માસ્ટરપીસ બનાવવાની શરૂઆત કરી શકો છો.      

 

નવા યુગના આ શોખ શક્યતાઓના અસંખ્ય દરવાજા ખોલે છે. તેઓ આ આઈડિયા પર ભાર મૂકે છે કે તમારો શોખ જે કાંઈ પણ હોય, તમને જરૂર છે ફક્ત એક કમ્પ્યુટરની, જેથી તમે તમારી પરિકલ્પનાઓને જીવનમાં લાવી શકો અને સાથે-સાથે દુનિયાને પણ બતાવી શકો.

 

તો, તમે કયો શોખ પસંદ કર્યો?