પીસી કેવી રીતે તમારા બાળકને ગૃહકાર્યમાં મદદ કરી શકે છે તે અહીં આપ્યું છે

 

 

આપણી આસપાસનું વિશ્વ ડિજિટલ બની રહ્યું છે, ત્યારે પેરેન્ટિંગ પણ થયું હોય તો તેમાં કોઇ આશ્ચર્ય નથી! તે સાચું છે, 2018 તેની સાથે ટેક-સેવ્વી ડિજિટલ માતાપિતા બનવાની જરૂર લઈને આવ્યું છે, ખાસ કરીને જ્યારે તે શિક્ષણની બાબત હોય.

1. પીસી સંશોધનને ઝડપી બનાવે છે

ગુણવત્તાયુક્ત સોંપણીઓ ગુણવત્તાયુક્ત સંશોધનનું પીઠબળ ધરાવે છે! Google Search, Google Scholar અને Kiddle, જેવાં પીસી સાધનો સાથે, સંશોધન કાર્ય માત્ર ઝડપી જ નથી બનતું પરંતુ સરળ પણ બને છે! ગૂગલ સ્કૉલર વિશેષતયા ઉપયોગી છે કેમ કે તે લગભગ દરેક વિષય પર સંશોધન પત્રો, અહેવાલો અને અભ્યાસુ લેખોના સ્વરૂપમાં વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે.

2. પીસી તમારા બાળકને શરૂઆત કરવા માટે પ્રેરિત કરે છે

ઘણી વખત, બાળકો ગૃહકાર્યને શરૂ કરવાના બદલે વિલંબ કરે છે અને સમયને વેડફે છે. આ વિલંબનું પ્રમુખ કારણ દિશાનો અભાવ હોય છે. Templatelab જેવી વેબસાઇટ્સ નિબંધો માટે તૈયાર ટેમ્પલેટ્સ ઉપલબ્ધ કરાવે છે, જે તમારા બાળકને વિશ્વસનીય પ્રારંભ બિંદુ આપે છે.

3. પીસી વસ્તુઓનું મિશ્રણ કરવામાં મદદ કરે છે

તમારા પીસી પર ફોર્મેટ્સના વિભિન્ન પ્રકારો ઉપલબ્ધ છે – વર્ડ, પીપીટી, ઍક્સેલ, વિડીયો, વગેરે જેથી તમારૂં બાળક જુદા જુદા કૌશલ્યોને વિકસિત કરવાની તક ધરાવી શકે. જ્યારે વર્ડ એ નિબંધ માટે શ્રેષ્ઠ છે ત્યારે ઍક્સેલ એ ગણતરી માટે શ્રેષ્ઠ છે, પીપીટી તમારા બાળકની પ્રસ્તુતિકરણની કુશળતાને વિકસિત કરવામાં મદદ કરે છે.

4. પીસી દરેક વસ્તુને આયોજનબદ્ધ રાખે છે

પીસી તમારા બાળકને ઝડપી અને સરળ શોધ સાથે દરેક વસ્તુને એક જ જગ્યાએ સંગ્રહ કરવા સક્ષમ બનાવે છે. Calendar, Evernote અને One Note જેવા સંસાધનો ડૉક્યુમેન્ટ્સ, વેબસાઇટ્સ, ચાર્ટ્સ વગેરેમાંથી દરેક વસ્તુને સંકલિત કરવામાં મદદ કરે છે – જેથી તમારે જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે સફાઈ કામદારની જેમ શોધ પર જવાની જરૂર પડતી નથી.

5. પીસી વિષય-લક્ષી માર્ગદર્શનો પુરાં પાડે છે

શબ્દના ઉચ્ચારણોથી લઈને જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સુધી, તેમાં દરેક વિષય માટે કંઈક સમાયેલું છે – તમે અને તમારા બાળકે માત્ર યોગ્ય પીસી સંસાધન માટે શોધ કરવાની છે. YouTube સમજવા માટેની સરળ ફોર્મેટમાં શૈક્ષણિક વિડીયોની શોધ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.

6. પીસી તમારા બાળકને વધુ સારૂં કરવા માટે પ્રોત્સાહિત કરે છે

પીસી તમારા બાળકને દિવસ માટે ગૃહકાર્યને પુરું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉપયોગી છે. તમારા બાળકને પીસી સાથે એક કલાક માટે અભ્યાસ અને વધારાની પંદર મિનિટ માટે રમતો રમવા માટે પરવાનગી આપીને, ખાતરી કરી જુઓ કે તમે આપેલા એક કલાકમાં તે કોઇપણ પ્રકારના વિચલન વિના બધુ જ ગૃહકાર્ય કરવા માટે ઉચ્ચ રીતે પ્રોત્સાહિત થયેલું છે.

યોગ્ય સાધનો અને સંસાધનો, ગૃહકાર્યને એવી પ્રવૃત્તિ બનાવે છે જે નાની વયે જ તમારા બાળકની શીખવાની સંભાવનાઓને ખોલે છે. હેપ્પી હોમવર્ક!