પ્રત્યેક વિદ્યાર્થીને માર્ગદર્શક કે મેન્ટરની જરૂર શા માટે હોય છે તે અહીં આપેલું છે

 

તમે મળતા હો તે દરેક બાળક કંઈક કહેવા માંગતું હશે, જે કોઈકે સાંભળવાની જરૂર હોય છે. કદાચ તે સાંભળવા માટે જ તમારી પસંદગી થઈ હશે.

- બેથની હિલ

 

વ્યાવસાયિક અને વ્યક્તિગત વિકાસના ધ્યેય પૂર્ણ કરવા માટે ભેગા થયેલાં બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલે મેન્ટરિંગ (માર્ગદર્શન). સામાન્યતઃ, માર્ગદર્શક એ એક અનુભવી વ્યક્તિ હોય છે જે ઓછા અનુભવવાળા વ્યક્તિને પોતાનું જ્ઞાન, અનુભવ અને સલાહ-સૂચન આપે છે.

માર્ગદર્શક મેળવવા વિશે વિચાર કરવા માટે ઉપયોગી એવા ત્રણ કારણ :

 

1. માર્ગદર્શક આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તે આપણને કામ કરતાં રહેવા માટે મદદ કરે છે.

માર્ગદર્શન એટલે પસંદગી કરવા માટેનું મગજ, સાંભળવા માટેનાં કાન અને યોગ્ય દિશામાં ધકેલનાર બળ.

- જોન ક્રોસ્બી 

સારો માર્ગદર્શક તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને તમને તમારી શક્તિઓને વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી નબળાઇઓ પર ધ્યાન કેંદ્રિત કરી તેના પર કામ કરે છે અને તમને પોતાની જાતને ખેંચવા માટે મદદ કરે છે જેથી તમારી શક્તિઓનો વિકાસ થઈ શકે.

 

2. માર્ગદર્શકના અનુભવો પરથી તમે પાછી તેજ ભૂલો કરવાનું ટાળી શકો છો.

"તમને પોતાની પ્રતિભા અને ક્ષમતા પર જેટલો વિશ્વાસ હોય છે તે જોવામાં અને તેને બધાની સામે લાવવામાં માર્ગદર્શક તમારી મદદ કરે છે."

- બોબ પ્રોક્ટર

તમે હમણાં જે કરી રહ્યા છો તે અનુભવો તમારા માર્ગદર્શક પહેલાંથી લઈ ચુક્યા છે. તમારા માર્ગદર્શક યોગ્ય અભિપ્રાય આપીને તમને યોગ્ય કામ કરવા અને સફળ થવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમને નિબંધ લખતી વખતે વ્યાકરણમાં મુશ્કેલી આવતી હોય તો તમારો માર્ગદર્શક તમને ગ્રામરલી અથવા ગ્રામરિક્સ જેવા પીસી ટૂલ વાપરવાની સલાહ આપી શકે છે.

 

3. માર્ગદર્શક પ્રત્યેક વિદ્યાર્થીને સ્વતંત્ર ધ્યેય નક્કી કરવામાં મદદ કરે છે.

જેમ લોઢું લોઢાને તીક્ષ્ણ કે ધારદાર બનાવે છે તેજ પ્રમાણે એક માણસ બીજા માણસને તીક્ષ્ણ અથવા બુદ્ધિશાળી બનાવી શકે છે.

- ધ બાઇબલ

સ્ટેપ 1 - તમારું ધ્યેય કે લક્ષ્ય નક્કી કરો

સ્ટેપ 2 - કાર્ય યોજના તૈયાર કરો

સ્ટેપ 3 - કામ કરવાની શરૂઆત કરો

સ્ટેપ 4 - સમય સાથે અનુકૂળતા મેળવો

સ્ટેપ 5 - પોતાની ભૂલોમાંથી શીખો

સ્ટેપ 6 - પુનરાવર્તન કરો

ધ્યેય નક્કી કરવું એ સફળ માર્ગદર્શનનો પાયો છે. તેમાં સફળ થઈ ગયા પછી તમારા માર્ગદર્શક પાસેથી ચોક્કસરૂપે ઉત્તમ જ્ઞાન મેળવી શકશો.

માર્ગદર્શક મળવાથી તમારી ઉત્પાદકતા / સૃજનાત્મકતા ફક્ત પરીક્ષાના આગલાં દિવસ પૂરતી મર્યાદિત ન રહેતાં તમારી દૈનિક જીવનનો એક ભાગ બની જશે. કુદરતી રીતે જ આ તમારી આદત બની જશે. શાળામાં દરેક વાતમાં સફળ થવું અને અવ્વલ આવવું કોને ન ગમે!