પીસી આધારિત શિક્ષણથી તમારા બાળકને કેવી રીતે ફાયદો મળી શકે

 

"વોટ વી લર્ન વિથ પ્લેઝર, વી નેવર ફર્ગેટ" ("આપણે જે વસ્તુઓના અભ્યાસ દરમિયાન આનંદ થાય છે, તે વસ્તુઓ આપણે ક્યારેય ભૂલતા નથી.")

– આલ્ફ્રેડ મર્સિયર

પર્સનલ કમ્પ્યુટરને કારણે આપણી કામ કરવાની પદ્ધતિ, સર્જન કરવાની પદ્ધતિ અને અભ્યાસ કરવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. લગભગ દરેક કાર્યાલયમાં પોતાનો અડ્ડો જમાવ્યા બાદ, હવે શાળાઓ પણ શિક્ષણ માટે એક અવિભાજ્ય સાધન તરીકે કમ્પ્યુટરોને  અપનાવી રહી છે. પરંપરાગત પદ્ધતિઓ કરતાં પીસી આધારિત શિક્ષણના વપરાશને લીધે વિસ્તૃત ઇન્ટરેક્ટિવિટી, સિમ્યુલેશનો, વિશાળ સંસાધનો સુધી પહોંચ અને વિષય સામગ્રીને ઊંડાણપૂર્વક સમજવામાં સરળતા જેવા ઘણાં લાભ થાય છે. એક શૈક્ષણિક સાધન સ્વરૂપે તે શાળાઓમાં તેમજ ઘરમાં પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

1. સંસાધનો

પીસી આધારિત શિક્ષણમાં, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોમાં મળતી મર્યાદિત માહિતીથી બહાર નીકળે છે. શાળામાં શિક્ષણની સરળતા માટે કમ્પ્યુટર્સ શૈક્ષણિક સોફ્ટવેર અને લર્નિંગ પ્રોગ્રામની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. તે ઉપરાંત, ઇન્ટરનેટના ઉપયોગથી વિદ્યાર્થીઓ શાળામાં અથવા ઘરમાં પણ લર્નિંગ ટૂલ્સના વિશાળ નેટવર્ક સુધી પહોંચી શકે છે અને તેનો સદ્દઉપયોગ કરી શકે છે.

2. સરળ પુનરાવર્તન કરવા માટે સક્ષમ બનાવે છે

જ્યારે કમ્પ્યુટર્સનો ઉપયોગ શિક્ષા માટે થાય છે, ત્યારે વિદ્યાર્થીઓ પાઠ અને પુનરાવર્તન મૉડ્યુલ સુધી સીમિત નથી હોતા, પરંતુ વિભાવનાઓની મજબૂત સમજણની ખાત્રી કરવા માટે તેઓ ગમે તેટલી વખત પાઠ ભણી શકે છે. આનો અર્થ એ કે મુખ્ય વિભાવનાઓ  અને પાઠનું પુનરાવર્તન અને પુનર્મુલાકાત બહુ જ સહેલું થઈ ગયું છે.

3. સુરક્ષા

વિદ્યાર્થીઓને સલામત રાખીને તેમને આરામથી બેઠાં-બેઠાં વૈજ્ઞાનિક વિભાવનાઓને સમજવામાં સિમ્યુલેશન મદદ કરે છે. ઉદાહરણ તરીકે, તેઓ વર્ચ્યુઅલ પ્રયોગો કરી શકે છે અને જોઈ શકે છે રસાયણો બીજા સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે. ફક્ત એટલું જ નહીં, સિમ્યુલેશનથી વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ ક્રિયાઓ વારંવાર કરી શકે છે, જેને લીધે તેમની સામગ્રી વિશેની સમજ મજબૂત થાય છે.

4. ઊંડાણપૂર્વક અભ્યાસ

સંશોધન સૂચવે છે કે પીસી આધારિત શિક્ષા ઊંડાણપૂર્વક અભ્યાસની સુવિધા પૂરી પાડી શકે છે, જેના લીધે વિદ્યાર્થીઓ વિભાવનાઓ અને કલ્પનાઓમાં નિપુણ થઈ શકે છે. પછી તેઓ આ પાઠનો ઉપયોગ કરીને સંમિશ્ર અને વિવિધ વિચારસરણી કૌશલ્યોનું નિદર્શન કરીને તેમને તેમની આસપાસના વિશ્વમાં લાગૂ કરી શકે છે.[1]

શાળાઓમાં અને ઘરે વપરાતાં કૉમ્પ્યુટરો બાળકો માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક સાધન છે. ઉપરોક્ત લાભની સાથે સાથે, તેઓ માહિતીનું વિશ્વ પૂરું પાડે છે. ઇન્ટરેક્ટિવ લર્નિંગને સરળ બનાવવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય છે જેના લીધે બાળકોને વધુ સારી રીતે અભ્યાસ કરવામાં મદદ મળી રહે છે.[2]

આજે જ ઘરે એક પીસી લઈ આવો અને શિક્ષાની નવી તરંગનો આરંભ કરો.