પીસીનો ઉપયોગ શિક્ષણ માટે કરવાથી બાળકોને ભવિષ્યમાં કેવી રીતે ફાયદો થશે

 

ભવિષ્યમાં બાળકની સફળતા માટે ટેક્નોલોજી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. જો બાળકને પ્રારંભિક તબક્કામાં જ પીસીનો ઉપયોગ કરવાનું શીખવાડવામાં આવે તો તેમની મૂળભૂત વિભાવનાઓ દૃઢ થશે. અભ્યાસક્રમ ઉપરાંત, તેમને બીજી ઘણી મહત્વપૂર્ણ કુશળતાઓ શીખવા મળશે, જે તેમને ભવિષ્યમાં ઉપયોગી રહેશે. [1] 

1. સ્વતંત્રપણે શીખવાની પહેલ

સંશોધન કરવું, માહિતી ભેગી કરવી અને પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે, પીસીનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ પર પોતે નિયંત્રણ રાખી શકે છે.  પોતાની મેળે શીખવાની આદત બાળકોને ફક્ત શાળામાં સારા ગુણ મેળવવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈપણ કામ કરતી વખતે પણ ઉપયોગી રહેશે; કારણ કે તેના લીધે તેમનામાં "શક્ય છે, કરી શકાય" એવું વલણ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે.

2. ઝડપથી બદલાતી ટેક્નોલોજી માટે આત્મવિશ્વાસ

ભવિષ્યમાં તમારું બાળક ભલે કોઈપણ વ્યવસાય પસંદ કરે, કમ્પ્યુટર સાક્ષરતા અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તનને અનુરૂપ બનવાની ક્ષમતા જોઈશે. જે બાળકો બહુ જ નાની ઉંમરથી ભણવા માટે શાળા અને ઘરે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તે પોતાના ભવિષ્યના કાર્યસ્થળ માટે પૂર્વ-તૈયારી કરી રહ્યાં છે. એક જૂની કહેવત "પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ" અહીં ખરી ઉતરે છે કારણકે પીસીનો ઉપયોગ અને તાંત્રિક જાણકારી આ બન્ને વિશે બાળકોના મનમાં આત્મવિશ્વાસ નિર્માણ થાય છે. 

3. આલોચનાત્મક વિચારસરણી કુશળતાઓને વધારે છે

પીસીનો ઉપયોગ કરવાથી વિવિધ તકનીકો અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની શિક્ષણ કાર્યક્ષમતા સુધારે છે અને તે આલોચનાત્મક વિચારસરણી કુશળતાઓને વિકસાવવામાં તેમની મદદ કરે છે. ઉદાહરણ તરીકે, ડિજિટલ લેડ પીઅર રિવ્યૂ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને વૈકલ્પિક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે. બીજી બાજુ ઑનલાઈન ચર્ચા મંચ, તેમની વિશ્લેષણાત્મક કુશળતાઓને સુધારે છે અને તેમનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે સક્ષમ કરે છે. આ ઉપરાંત, વર્ગખંડમાં કહેવાતી ડિજિટલ વાર્તાને લીધે તેઓ વિષય સામગ્રીને સંપૂર્ણ રૂપે સમજી શકે છે અને તેમને તેઓ શું ભણી રહ્યાં છે તેનું વિશ્લેષણ કરવા અને મૂલ્યાંકન કરવાની ટેવ પડે છે.   

4. સફળતાપૂર્વક સહકાર્ય

સામૂહિક કાર્યો હમેશા વર્ગખંડનો એક અભિન્ન અંગ રહ્યાં છે. શિક્ષણ માટે પીસીનો ઉપયોગ કરવાથી સહકાર્ય સરળ અને ઝડપી બન્યું છે. પીસીને લીધે રિસોર્સિસ અને ટૂલ્સનો તાત્કાલિક એક્સેસ મળે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓ વિકિસ્પેસિસ ક્લાસરૂમનો ઉપયોગ કરીને એકબીજાના કાર્યનો સંદર્ભ લઈ શકે છે, ડ્રાઇવ પર સાથે મળીને સંશોધન કરી શકે અને માહિતી ભેગી કરી શકે છે અને મેકરસ્પેસમાં તેમના વિચારોને જીવનમાં લાવી શકે છે. આ પ્રવૃત્તિઓ તેમને શાંતિથી એકસાથે કેવી રીતે કામ કરવું તે શીખવે છે, આ એક એવી કુશળતા છે જે તેઓ મોટા થશે ત્યારે બહુજ ઉપયોગી થશે. 

શિક્ષણ માટે પીસીનો ઉપયોગ કરવાથી બાળકો માટે અનેક તકોનું વિશ્વ ખૂલી જાય છે અને તે બાળકોને એવા ભવિષ્ય માટે તૈયાર કરે છે જે ટેક્નોલોજી પર ખૂબ જ આધાર રાખે છે.

તો, આવતીકાલના હાયપર કનેક્ટેડ વિશ્વમાં સફળતા મેળવવા તમે તમારા બાળકને કેવી રીતે તૈયાર કરશો?