ગોખણપટ્ટી તમારા બાળકની સર્જનાત્મકતાને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે

ઘણા લોકો માને છે કે કોઈ વ્યક્તિ ત્યારે કોઈ પદાર્થ કે વસ્તુનો તરત અર્થ બતાવી શકે છે જ્યારે તે તેનું વધુમાં વધુ પુનરાવર્તન કે રટણ કરે છે. અભ્યાસની આ પદ્ધતિને 'ગોખણપટ્ટી' કહેવાય છે. હેમિલ્ટનમાં મેકમાસ્ટર યુનિવર્સિટીની માસ્ટર્સ ઑફ હેલ્થ સાયન્સ એજ્યુકેશનની વિદ્યાર્થી અનિતા અકાઈ કહે છે કે "એનો કોઈ પુરાવો નથી કે ગોખણપટ્ટી શીખવાની પ્રક્રિયાને વધુ સારી બનાવે છે. આ શિક્ષાનું એક અત્યંત સહેલું અને ઝડપી નિરાકરણ છે"[1] આ તરંગની વિરુદ્ધ દિશામાં છે પરસ્પર સંવાદાત્મક શિક્ષા પ્રણાલી, એવી ટેક્નોલોજી જે વિદ્યાર્થીને પાઠ  સાથે જોડી રાખવા, વિભાવનાઓને સમજવા અને ત્યાર બાદ તેમને તેમના દૈનિક જીવનમાં લાગૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

જો કે શિક્ષાની આ બન્ને પ્રક્રિયાઓના કેટલાંક લાભ છે, આ લેખમાં ગોખણપટ્ટીને લીધે સર્જનાત્મક વિચારસરણી કૌશલ્યો જે રીતે પ્રભાવિત થાય છે તે દર્શાવાયું છે. 

ગોખણપટ્ટી બાળકની સર્જનાત્મક વિચારસરણી કૌશલ્યોને કેવી રીતે પ્રભાવિત કરે છે?

કોઈ સમસ્યા કે કલ્પનાના નવા, મૌલિક અને અનોખા ઉકેલોને રજૂ કરવાની ક્ષમતા એટલે સર્જનાત્મકતા. આ જુદીજુદી વિચારસરણી (અપસારી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણા શક્ય ઉકેલો સાથે સમસ્યા ઉકેલી શકાય છે. આનાથી વિપરીત છે એકકેંદ્રી વિચારસરણી (ઉપસારી), જેમાં ફક્ત એક જ સાચા ઉત્તર સાથે સમસ્યા ઉકેલી શકાય છે. ટૂંકમાં કહીએ તો ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પ્રક્રિયા એકકેંદ્રી વિચારસરણીને પ્રોત્સાહન આપે છે, જો આનો શિક્ષણની એકમાત્ર ટેકનીકના રૂપમાં સ્વીકાર કરવામાં આવે તો તે બાળકના અપસારી વિચારસરણી કૌશલ્યોના વિકાસની અવગણના કરે છે. આના પરિણામ સ્વરૂપ બાળકમાં સર્જનાત્મક રીતે વિચાર કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.[2]   

શાળામાં, મોટા ભાગના પ્રોજેક્ટો અને અસાઇનમેંટ ઝડપ વધારવા પર ધ્યાન કેંદ્રિત કરે છે, જેનાથી બાળક કેટલીક સમસ્યાઓ ઉકેલે છે. તેઓ સમસ્યાના વૈકલ્પિક (અને, કદાચ વધુ સર્જનાત્મક) ઉકેલ પર ધ્યાન આપવાને બદલે ઝડપથી જવાબ સુધી પહોંચવા પર ધ્યાન કેંદ્રિત કરે છે.

આ રીતે ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પ્રક્રિયા આ સાબિત કરે છે કે દરેક સમસ્યાનો ફક્ત એક જ 'સાચો' જવાબ હોય છે અને હમેશા શક્ય એટલી ઝડપથી એ જવાબ સ્થાપિત કરવા પર ધ્યાન હોય છે. લાંબા ગાળે, આ વિદ્યાર્થીઓની શક્યતાઓની સીમાઓને શોધવાની પ્રવૃત્તિને હતોત્સાહિત કરે છે અને દરેક સમસ્યા અને પરિસ્થિતિને સર્જનાત્મક રીતે ઉકેલવાની એમની યોગ્યતાને પણ ઓછી કરી દે છે.

આ ઉપરાંત ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પ્રક્રિયાનું અન્ય એક સ્વાભાવિક પરિણામ આ છે કે તે વિદ્યાર્થીઓની વિષય પ્રત્યેની રુચિને મારી નાખે છે.

ડ્રિલ એન્ડ કિલ એક એવું વાક્યાંશ છે જેનો કોઈ વિશેષ સામગ્રી કે પાઠના નિષ્ણાંત થવા માટે ઉપયોગી શિક્ષણ અને અધ્યયન પદ્ધતિઓનું વર્ણન કરવા માટે કેળવણીકારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.  દાખલા તરીકે :

1. શરીરમાં સ્થિત સ્નાયુઓ અથવા હાડકાંની યાદી

2. ઘડિયા

3. તત્વોનું આવર્ત કોષ્ટક

ઘણા કેળવણીકારો ડ્રિલ એન્ડ કિલને કાઢી નાખે છે કારણકે તે ઊંડા, પ્રત્યયાત્મક શિક્ષણને બદલે યાદ કરવા અને ગોખણપટ્ટી કરીને શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. વધુમાં તે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ (સામગ્રી)ના નિષ્ક્રિય ગ્રાહકો બનાવે છે, જેના પરિણામસ્વરૂપ તે કંટાળો અને સુસ્તી અનુભવે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે તેઓ કાંઈપણ નવું શીખવા માટે તૈયાર થતા નથી.[3]

આ લેખ ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પ્રક્રિયાને લીધે સર્જનાત્મકતા પર થતી અસર વિશે સંક્ષિપ્તમાં સંશોધન કરે છે, પરંતુ તેમ છતાં આ મહાસાગરમાં ડૂબેલી કોઈ વિશાળ હિમશિલાની ટોચ જેટલું જ છે. ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પ્રક્રિયા બાળકોની સર્જનાત્મક વિચારસરણીને પ્રભાવિત કરે છે, કારણ કે આ 'સમજ' કરતાં 'જાણવા'ની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. આનું ઉદાહરણ નીચે આપેલાં વિડિયોમાં જોઈ શકાય છે.