સોશિયલ મીડિયા કેવી રીતે શીખવામાં મદદ કરી શકે છે

છેલ્લા બે દાયકા દરમિયાન સોશિયલ મીડિયાના વિકાસ દરમિયાન, લોકોના મનમાં એપ્લિકેશનો માટે નકારાત્મક છબી જોવામાં આવી છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગની ખરાબ અસરોથી દરેકને વાકેફ કરવામાં આવ્યા હતા. પરંતુ, વાસ્તવમાં પ્લેટફોર્મ બાળકો અને કિશોરો માટે ખરેખર કેવી રીતે ફાયદાકારક છે તે અજ્ઞાત હતું. તેથી, જરૂરી છે કે આપણે સોશિયલ મીડિયાના પરિબળોને પ્રકાશિત કરીએ જે દરેક માટે, વિશેષ કરીને નાના બાળકો માટે લાભદાયી હોઈ શકે.

લર્નિંગ ટૂલ: રેડિટ, ક્વોરા અને વિકિપીડિયા જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ લર્નિંગ ટૂલ તરીકે કરી શકાય છે અને તે વિના મૂલ્યે ઉપ્લબ્ધ છે. ચોક્કસ ક્ષેત્રોમાં રસ ધરાવતા લોકોનો સમુદાય ચેનલો બનાવે છે જ્યાં તેઓ પ્રશ્નો પૂછે છે અને જવાબ આપે છે. લોકો વિશ્વના દરેક ખૂણામાંથી આવે છે, જેનો અર્થ છે વિવિધ દ્રષ્ટિકોણો. તમારા બાળકને તેમના પ્રશ્નોના જવાબો આપવા ઉપરાંત તેમને વૈશ્વિક સ્તરે લોકોના મંતવ્યોનું વિશ્લેષણ કરવામાં પણ સહાયરૂપ થાય છે.

વર્ગ માટે ફેસબુક ગ્રૂપ: આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શ્રેષ્ઠ સુવિધાઓમાંની એક છે. તમે તમારા ફેસબુક ક્લાસ ગ્રૂપમાં સમસ્યાઓ માટે અભ્યાસ સામગ્રી, મંતવ્યો અને ઉકેલો શેર કરી શકો છો. આ માત્ર કાર્યક્ષમ જ નહીં પરંતુ તમામ શીખવાની સામગ્રીને એક જ જગ્યાએ સંગ્રહિત કરવાની એક સરળ પદ્ધતિ છે. તમે આ ગ્રૂપ પર ચર્ચાઓ અથવા તમે પાઠ દરમિયાન શીખેલી દરેક વસ્તુની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન પણ કરી શકો છો.

શૈક્ષણિક સંસાધનોને પિન કરવા માટે પિન્ટરેસ્ટ: પિન્ટરેસ્ટની મદદથી અસાઇમેન્ટ માટે શૈક્ષણિક સંસાધનો સહિત રસપ્રદ સંસાધનોને સરળતાથી પિન કરી શકાય છે. તમે તેમને વિષયો અનુસાર વર્ગીકૃત પણ કરી શકો છો. રીતે તમારું બાળક માત્ર સંગઠિત નહીં રહે પરંતુ તેમની પાસે તે તમામ ડેટાનો એક્સેસ પણ હશે જેને શોધવામાં તેમણે કલાકો વિતાવ્યા છે.

આ રીતે સોશિયલ મીડિયાને નાના બાળકો માટે  શીખવામાં મદદ કરનારું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણી શકાય છે.