ડિજિટલ પેરેન્ટ કેવી રીતે બનવું

ડિજિટલ યુગના આગમન થઈ ગયું છે. તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ડિજિટલ ક્ષેત્રમાં બાળકને પરિચિત કરાવવું બહુજ જરૂરી છે. તેમના જીવનનો ઘણો ભાગ કોઈ એક કે બીજી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિતશે. આ કલ્પનાને કારણે "ડિજિટલ પેરેન્ટ" આ સંકલ્પનાનો ઉદય થયો – એવા વાલી જે તેમના બાળકને ઝડપથી વૃદ્ધિ પામતા ટેકનોલોજીકલ અરેનામાં ટકી રહેવા જીવનભર તૈયાર રહેવા માટે પ્રશિક્ષિત કરે છે. આને લીધે બાળકો તેમના દૈનિક જીવનમાં ઉત્સાહ અને નિપુણતાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે તેની આપણને ખાતરી મળી રહે છે.

હવે તમે જાણો છો કે ડિજિટલ પેરેન્ટ કોણ છે, તો તમે તેમાના એક કેવી રીતે બની શકો તે વિશે જોઈએ.

 

1. ડિજિટલ સ્ફિઅર વિશે જાણી લો

ડિજિટલ પેરેન્ટ થવા માટેનું પહેલું પગથિયું છે પોતાને શિક્ષિત કરો અને અદ્યતન ટેક્નોલોજીકલ ડેવલપમેંટથી સન્મુખ રહો જેથી તમે તમારા બાળકોને ડિજિટલ સ્પેસ કેવી રીતે વાપરવું તે શીખવી શકશો. ધ હિન્દૂમાં ડિજિટલ પેરેન્ટિંગ પર આવેલાં લેખમાં રજૂ કરાયેલાં અહેવાલ મુજબ ઘણા માતા-પિતાને તેમના બાળકો ઑનલાઇન અથવા કમ્પ્યુટર પર હોય ત્યારે દેખરેખ રાખવી હોય તો પડકારજનક લાગે છે કારણકે તેમને પોતાને ફંક્શનાલિટી વિશે મર્યાદિત સમજ હોય છે. આ પરિસ્થિતિમાં, ટેક્નોલોજીકલ કર્વની આગળ જવા માટે તમને પોતાને અદ્યતન ટેકનોલોજીકલ સુધારા-વધારા વિશે જ્ઞાન હોય એ બહુ જ મહત્વનું બની જાય છે.     

2. તમારા બાળકમાં મૂલ્યો ઠસાવો જે તેમને ઑફલાઇન તેમજ ઑનલાઇન પણ ઉપયોગી થઈ શકે

ઇન્ટરનેટ બાળકોને શીખેલી બાબતોનો પુનર્ઉપયોગ કરવા માટે નવું મુક્ત મેદાન ઉપલબ્ધ કરી આપે છે. આમાં, એક સૌથી જોખમી વાત એટલે સાયબર બુલીઇંગ. સિંગાપોરની મીડિયા લિટરસી કાઉન્સિલ અનુસાર, પોતાનું બાળક કોઈ સાયબર બુલીઇંગમાં અથવા બીજા કોઈ અનાચારી ઑનલાઇન વર્તનમાં ભાગ લેતું નથી તેની ખાતરી કરવા માટે, માતા-પિતા "વેલ્યુઝ કોચ"ની ભૂમિકા ભજવે તે મહત્વનું છે.

 

3. તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યા વિના હમેશા તે કમ્પ્યુટર પર શું કરી રહ્યા છે તેના પર દેખરેખ રાખો

કમ્પ્યુટરના વપરાશ પર તમને યોગ્ય લાગે એવી રીતે દેખરેખ કે નિયંત્રણ રાખવું જોઈએ. એવા અગણિત સૉફ્ટવેર છે જે તમને તમારા ડિવાઇસ પર પેરેન્ટલ એક્સેસ કંટ્રોલ સેટ કરવા દે છે. આની મદદથી તમારું બાળક ક્યારે અને શા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તે તમે બરાબર જાણી શકો છો. તમારું વાય-ફાય અને કમ્પ્યુટર હમેશા પાસવર્ડથી સુસજ્જ રાખવાનું ન ભૂલો, આને લીધે તમને કમ્પ્યુટરના ઉપયોગ પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે. પીસીને તમારા ઘરના સામાન્ય વિસ્તારમાં રાખો જેથી તમારું બાળક તમારી જાણ બહાર ડિવાઇસનો ઉપયોગ ન કરી શકે.

 

ડિજિટલ સ્પેસનો ઉપયોગ કરીને વાલીઓ પોતાના બાળકો સાથે ઉત્તમ પ્રકારે અભ્યાસ કરી શકે છે અને રમી શકે છે. વાલીઓને બાળક સાથે બોન્ડિંગ વધારવાની વિશાળ તક અહીં મળી રહે છે. સમય આવી ગયો છે કે તમે કમ્પ્યુટરને તમારા બાળક માટે અત્યંત લાભદાયી સાધન તરીકે સ્વીકારી લો. ડિજિટલ પેરેન્ટિંગ એ પેરેન્ટિંગ સિસ્ટમનું કેન્દ્ર છે, જે ખાતરી આપે છે કે તમારું બાળક ઑનલાઇન અને ઑફલાઇન બન્ને ક્ષેત્રમાં એક જવાબદાર નાગરિક તરીકે વિકસે.