તમારા બાળકમાં રહેલા વૈજ્ઞાનિકને કઈ રીતે બહાર લાવશો.

 

વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય છે - એક જે વિજ્ઞાનનો વર્ગ હોય ત્યારે ખુશીથી નાચી ઉઠે છે અને બીજા એ જેમને આ વિષય ઓછો ગમે છે. પીસી તમારા બાળકની અંદર રહેલી માત્ર વિજ્ઞાન માટેની જ નહીં પરંતુ અન્ય વિષયો માટેની ઉત્સુકતાને પણ જાગૃત કરવામાં મદદ કરે છે. પીસીમાં મળી રહેતી ત્વરિત માહિતી અને ચર્ચાત્મક ઘટક તમારા બાળકમાં રહેલા વૈજ્ઞાનિકને બહાર લાવવામાં મદદ કરે છે.

1. નાસા કિડ્સ ક્લબ સાથે સ્પૅસ એડવેન્ચર પર જાઓ.

અંતરિક્ષને ખોજવાનો વિચાર આવતા જ આપણાં મગજમાં સૌથી પહેલા નાસાનું જ નામ આવે છે. નાસા કિડ્સ ક્લબ ચર્ચાત્મક અને શૈક્ષણિક રમતો, મનમોહક પિક્ચર ગૅલેરીઝ, કાર્યરત પ્રકલ્પો અને સામાન્ય જ્ઞાન વિશે માહિતી જેવી બધી જ બાબતો નવતર રીતે રજુ કરે છે. વાપરવામાં આવેલી ભાષા સમજવામાં સરળ અને સૌથી વિશેષ કાર્ટૂન સ્વરૂપે રજુ કરાઈ છે, જેથી બાળકો કંટાળ્યા વગર સતત ખોજતા રહે તે સુનિશ્ચિત કરી શકાય. [1]

2. સેલ ક્રાફ્ટ સાથે તેને રમત બનાવો

ક્યારેક વર્ગમાં શીખવેલ કોઈ વિષયને બરાબર સમજવો મુશ્કેલ બને છે. વૈજ્ઞાનિક કલ્પનાઓમાં નિપૂણ એવી રમતો રમીને તમારા બાળક માટે ઊંડી સમજ મેળવવી સરળ બને છે. આવી એક રમત છે સેલ ક્રાફ્ટ, અદ્યતન અને ચર્ચાત્મક રમત જે કોષોની કામગીરીને જીવંત કરે છે. [2] ખેલાડી સેલ (કોષ)ની ભૂમિકા ભજવી વાયરસ સેલ પર હુમલો કરે એ પહેલા જ તેને ખતમ કરી દે છે. આ મજાની ભૂમિકા જ છે જે બાળકોને તે સતત રમવા પ્રેરે છે અને કોષોની દુનિયામાં ઊંડે સુધી લઈ જાય છે.

3. સાયન્સ કિડ્સ સાથે વિજ્ઞાનનાં પ્રયોગોનો વાસ્તવિક અનુભવ કરો.

નિરીક્ષણ કરવું અને પ્રયોગો કરવા એ વિજ્ઞાન વિશે શીખવાની મહત્વની બાબત છે. સાયન્સ કિડ્સની મદદથી પીસી પર પ્રયોગોને લાઈવ જોવા શક્ય છે, ત્યારે પણ જ્યારે કોઈ સ્રોત ઉપલબ્ધ ન હોય. [3] બાળકે બસ જે તે વિષય માટે સર્ચ કરવાનું રહે છે અને સમજવા માટે જરૂરી હોય એટલી વાર વીડિયો જોયા પછી નવી શીખેલી કલ્પનાને વાસ્તવિક જીવન સાથે જોડવા વધુ વાંચવાનું રહે છે - જે તમારા બાળકને પરીક્ષા સુધી તે યાદ રાખવામાં સહાયક બને છે.

વાત બાળકની અંદર રહેલા વૈજ્ઞાનિકને સક્રિય કરવાની હોય ત્યારે જાણકારી હોવી ઉપયોગી બને છે અને મેકરસ્પેસ પ્રોજેક્ટ્સ આ જ કરે છે. એક પીસી વિવિધ ઉંમર અને રુચિ માટે મોટી સંખ્યામાં વિચારોની ત્વરિત પહોંચ પૂરી પાડે છે, અને તમારું બાળક વિજ્ઞાનના જગતમાં સૌથી મોખરે રહે તે સુનિશ્ચિત કરે છે.