વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ લેપટોપ કેવી રીતે પસંદ કરવા

તમારા બાળક માટે લેપટોપ લેવું એ તમારા માટે લેપટોપ લેવા કરતાં જુદું છે. તમારા બાળક માટે લેપટોપ નક્કી કરતાં પહેલાં તમારે વિવિધ પાસાંઓ ચકાસી લેવા જરૂરી છે. આ એક સમજી વિચારીને લીધેલો નિર્ણય હોવો જોઈએ, જેથી કરીને તમારું બાળક નવી ખરીદીનો સૌથી સારી રીતે ઉપયોગ કરી શકવામાં સમર્થ બની શકે.

વિદ્યાર્થીઓ માટે લેપટોપ નક્કી કરવા માટેની માર્ગદર્શિકા[1]

1. અર્ગોનોમિક્સનો વિચાર કરો

લેપટોપ પસંદ કરતી વખતે સૌથી મહત્વનું પરિબળ છે અર્ગોનોમિક્સ વિશે વિચારવું. લેપટોપનું કદ કેટલું છે અને તમારું બાળક તે વાપરતી વખતે આરામદાયક અનુભવ કરે છે કે નહીં. કોઈ એક લેપટોપ નક્કી કરતાં પહેલાં તમારા બાળકને શોર્ટલિસ્ટ કરેલાં મોડેલો પર પ્રયત્ન કરવા દો. તમારું બાળક તેના નવા ગેજેટથી ખુશ હોય તે સર્વોપરી છે.

2. સ્પેસિફિકેશન્સ

લેપટોપ પર તમારા બાળક પાસેથી કેવા પ્રકારના કામ અપેક્ષિત છે તે વિશે વિચારો. શું તેને ગ્રાફિક્સ અને ભારે ડિઝાઇનના કામ કરવાના હશે કે પછી મુખ્યત્વે કેટલાંક કસ્ટમ ટૂલ્સ સાથે વર્ડ પ્રોસેસિંગ પર કામ કરવાનું હશે. તમારા બાળકની શાળામાં કયા કયા સૉફ્ટવેર બાળક વાપરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તે પણ જોઈ લો. અને તે મુજબ યોગ્ય કૉન્ફિગરેશનનું લેપટોપ લો.   

3. તમને ટચ સ્ક્રીન જોઈએ છે કે નહીં તે નક્કી કરો

તમારા બાળકને લેપટોપ પર કયા પ્રકારનું કામ હશે તે સમજીને નક્કી કરો કે ટચ સ્ક્રીનની જરૂર છે કે નહીં. ટચ સ્ક્રીન લેવું જરૂરી નથી, પરંતુ ટચ સ્ક્રીનના કેટલાંક ફાયદા પણ છે. જો તમે એવું ઉપકરણ ઈચ્છતા હો જે શિક્ષણની સાથે-સાથે કૌટુંબિક મનોરંજન માટે પણ હોય તો ટચ સ્ક્રીન ઉપયોગી છે.

4. ટકાઉપણું

એવું લેપટોપ જુઓ જે મજબૂત અને ટકાઉ હોય; અને બાળક દ્વારા ઉપયોગમાં લેવાતું હોય ત્યારે તેની પર કાંઈ પડે કે ઢોળાય તો વાંધો ન આવે. વિદ્યાર્થીઓ માટે કેટલાંક શ્રેષ્ઠ લેપટોપ ડેલ પૂરાં પાડે છે જે ટકાઉ છે અને વિવિધ પરિસ્થિતિઓમાં ટકી રહે તેવાં મજબૂત પણ છે.

5. પોર્ટેબિલિટી

જો તમારું બાળક શાળામાં લેપટોપ વાપરવાનું હોય તો તેની પોર્ટેબિલિટી (સુવાહ્યતા) અને બેટરી લાઈફ બહુ જ મહત્વના પાસાંઓ છે. ઉપકરણ વધુ સમય સુધી ચાર્જ પર રહે તે જરૂરી છે જેથી જરૂરી અસાઇનમેંટમાં અથવા વર્ગની વચ્ચે તે બંધ ન પડી જાય. અને જો તમારું બાળક ફક્ત ઘરે જ મશીન વાપરવાનું હોય તો વધુ સારા ટેક્નીકલ સ્પેસિફિકેશનો મળતાં હોય અને બેટરી લાઈફ થોડી ઓછી હોય તો પણ ચાલે.

જો તમે તમારાં બાળક માટે કમ્પ્યૂટર શોધી રહ્યાં હો અને હજી નક્કી ન કરી શકતાં હો તો પરફેક્ટ પીસી શોધવા માટે અમારી પ્રશ્નાવલિનો ઉપયોગ કરો.