તમારા બાળક માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરવી

 

દરેક માતા-પિતા તેમના બાળક માટે એ શાળા કે જ્યાં બાળક તેમનાં પ્રારંભિક વર્ષો વિતાવવાનું છે તેનાં સહિત દરેક વસ્તુમાં શ્રેષ્ઠ ઇચ્છે છે. હકીકતમાં આ એક સૌથી મહત્વનો નિર્ણય છે જે એક માતા-પિતા તરીકે તમારે લેવાનો હોય છે.

આ તપાસ-યાદી સાથે તમે સુમાહિતગાર પસંદગીના માર્ગ પર પહોંચશો કે તમારા બાળકની ભાવિ શાળા તરીકે કઈ સૌથી યોગ્ય રહેશે.

1) સ્થળનો નિર્ણય કરો 

તમે એવું ક્યારેય નહિં ઈચ્છો કે તમારૂં બાળક પ્રવાસમાં કલાકો વિતાવીને એટલું થાકીને ઘરે પાછું આવે કે તે રમવા કે ભણવા માટે તૈયાર ના હોય. તેથી એ મહત્વનું છે કે શાળા તમારા ઘરથી એક કલાક કરતાં વધુના અંતર પર ના હોય અને તે સુરક્ષિત વિસ્તારમાં પણ હોય. 

2) તેને સાખની સમીક્ષા કરો 

તમે ઓળખતા હો તેવાં દરેક વ્યક્તિ – સંબંધીઓ, અન્ય વાલીઓ, સહકર્મીઓ, પાડોશીઓ સાથે અને ક્વોરા પર પણ એ શાળાઓ વિશે કે જે અંગે તમે વિચાર કરી રહ્યાં છો, સુમાહિતગાર નિર્ણય લેવા માટે વાતચીત કરો. સાથે જ, ગૂગલ સમીક્ષાઓની મદદ લેવાનું પણ ભૂલશો નહિં!

3) જ્યારે અભ્યાસક્રમની વાત આવે ત્યારે ખૂબ જ પસંદગીયુક્ત રહો  

આઇસીએસઈ, સીબીએસઈ, આઇબી અથવા રાજ્ય બૉર્ડ? 

તે બધું જ એ વાત પર નિર્ભર કરે છે કે શું તે બૉર્ડ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ છે અને જો તે 12માં ધોરણ સુધી છે જેથી તમારા બાળકો સમગ્ર શાળાકીય અભ્યાસ સમાન બૉર્ડમાંજ પૂર્ણ કરી શકે. તમારા બાળકનું શાળામાં નામાંકન કરતાં પહેલા દરેક બૉર્ડ વિશે તમે શક્ય તેટલું વધારે વાંચવાની ખાતરી કરો.  

4) મારા પીસી વિના નહિં 

આ ચોક્કસપણે તમારા બાળકની માગણી હોવાની! તેથી, એવી શાળાની પસંદગી કરો જે સુસજ્જ કમ્પ્યુટર રૂમ ધરાવતી હોય અથવા ઓછામાં ઓછું વિદ્યાર્થીઓને તેમનાં પોતાના પીસી લઈ આવવાની અનુમતિ આપતી હોય. આ બાબત શિક્ષકોની બાબતમાં પણ એટલી જ લાગુ પડે છે, જેટલાં વધુ ટૅક-સેવ્વી, તેટલું વધુ સારૂં. આખરે, તમે તમારા બાળક માટે ઓછામાં ઓછું એટલું તો ઇચ્છો જ છો કે તેઓ કામકાજની દુનિયામાં પ્રથમ પગલું ભરે તે પહેલાં પીસીના ઉપયોગનું મૂળભૂત જ્ઞાન ધરાવતા થાય.   

5) ઇતર પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે 

એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે કાર્યની સાથે સાથે કંઈક અન્ય કરવું સારૂં છે, તે જ રીતે તમારા બાળકને પણ ભણવાની સાથે સાથે તેમાંથી વિશ્રામ માટે કંઈ કરવાની જરૂર છે. શાળા પછીની પ્રવૃત્તિઓ તમારા બાળક માટે ભણવામાંથી ઉત્પાદક વિરામ લેવા તેમજ સામાજિક કૌશલ્યોના નિર્માણ માટેની આશ્ચર્યજનક તક છે, હકીકતમાં, વિવિધ પ્રકારની જેટલી વધુ પ્રવૃત્તિઓ શાળા પૂરી પાડે તે તમારા બાળક માટે એટલું જ વધુ સારૂં છે.  

યોગ્ય શાળા ઘણો ફરક લાવે છે.