પીસીની મદદથી ગ્રુપ વર્ક (સમૂહ કાર્ય)માં સંપૂર્ણ ફેરફાર કઈ રીતે કરશો

 

સમૂહમાં કાર્ય કરવા, વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવા ચોક્કસ પ્રમાણમાં પ્રયત્નો જરૂરી બને છે. આ માટે પીસીને ઉમેરો અને પછી જુઓ કે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે જીવન કેટલું સરળ બની જાય છે. પીસીના ઉપયોગ દ્વારા તમે ગ્રુપ વર્કમાં કઈ રીતે સંપૂર્ણ પરિવર્તન કરી શકો છો એ અહીં જુઓ:

1) તમે બધી જ બાબતો એક જગ્યાએ રાખી શકો છો.

અસાઈનમેન્ટ, ઉપયોગી વેબસાઈટ્સ, વાંચન સામગ્રી થી વિદ્યાર્થીઓના સંદર્ભ માટે અગાઉના પ્રોજેક્ટ્સ સુધી બધાં જ જરૂરી ડેટા તમે પીસીની મદદથી એક સ્થળે રાખી શકો છો. તમે તે વિદ્યાર્થીઓને ઈ-મેઈલ કરી શકો છો, ગુગલ ડ્રાઈવ પર કે પછી તમારી મનગમતા વિકિસ્પેસીસ ક્લાસરૂમ પર અપડેટ કરી શકો છો, જેથી તમારા વિદ્યાર્થીઓ તેમને જોઈતી બધી જ વસ્તુઓ એક સ્થળેથી મેળવી શકે. આ લાભદાયી છે કેમ કે વિદ્યાર્થીઓએ અનેક જગ્યાએ શોધવા સમયનો વ્યય નથી કરવો પડતો અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાના લક્ષ્યની દિશામાં સારી શરૂઆત કરી શકે.

2) નાની બાબતો પર ધ્યાન રાખવું શક્ય બને છે.

ઘણીવાર, કામનો બોજો વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ સ્ટ્રેસનું કારણ બને છે. કાર્યને નાનાં નાનાં કાર્યોમાં વિભાજિત કરીને તેમ જ સીમાચિન્હો પર નિયમિત નજર રાખીને (ભલે તે ગમે એટલાં નાનાં હોય) તમે ગ્રુપ વર્કને સાકાર કરી શકો છો.
તમે નીચેની બાબતો કરીને કાર્યના વિકાસ પર નજર રાખી શકો છો :
1. વર્ગ દરમિયાન દરેક સમૂહ (ગ્રુપ) સાથે ગહન ચર્ચા-વિચારણા કરો.
2. મીટિંગ માટે થોડો સમય ફાળવી ગ્રુપ મીટિંગોમાં સામેલ થાઓ.
3. તમે ઉપયોગ કરી રહ્યા છો તે ક્લાઉડ સર્વિસમાં શું થઈ રહ્યું છે તે નિયમિત ચકાસતા રહો.
4. તમારા વિદ્યાર્થીઓને કાર્ય પૂરું થયા પછી દરેક ગ્રુપ મેમ્બર દ્વારા કરેલા વિકાસની નિયમિત જાણકારી સહિત તમને તે ઈ-મેઈલ કરવા કહો.

3) બાળકોને સ્વયંનું મૂલ્યાંકન કરવા કહો

પહેલી નજરે આ જોખમી લાગી શકે છે પરંતુ આ લેવા જેવું પગલું છે કેમ કે તમે એ જાણી શકશો કે ગ્રુપમાં કોણે સૌથી વધુ કે ઓછું યોગદાન આપ્યું છે. સ્રોતો જેમ કે સર્વે મન્કી અને ગુગલ ફોર્મ તમને પ્રત્યક્ષ તેમ જ અમર્યાદિત પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે છે, જેથી તમે ફાઈનલ પ્રોજેક્ટમાં દરેક વિદ્યાર્થીના ફાળાની વિસ્તૃત સમીક્ષા કરી શકો.

અન્યો સાથે મળીને કામ કરવું એક એવી બાબત છે જે મોટાઓ અને વિદ્યાર્થીઓ સમાન રીતે અવગણી ન શકે, સારું છે કે ગ્રુપ વર્ક એક એવું કૌશલ્ય છે જે શીખી અને શીખવાડી શકાય છે. વિષય-વિશિષ્ટ પીસી લર્નિંગ સ્રોતો સાથે તમે જેટલાં વધુ પ્રોજેક્ટ્સ આપશો એટલા જ સારી રીતે તમારા વિદ્યાર્થીઓ અન્યો સાથે મળીને અને પીસીના ઉપયોગ દ્વારા કાર્ય કરી શકશે.