તમારા પીસીના સંગ્રહને અસરકારક રીતે કેવી રીતે ગોઠવશો

 

શું એવો પ્રશ્ન થાય છે કે તમારા પીસી પર ઉપલબ્ધ જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરવો અથવા એવું લાગે છે કે શાળાના કામ માટે તમને વધુ જગ્યાની જરૂર છે? તમારા પીસીના સ્ટોરેજ (સંગ્રહ)ને અસરકારક રીતે ગોઠવવા માટે આ પાંચ વસ્તુઓ કરો અને તમારું કામ પૂરું.

1. રજને સાફ કરો

તમારા પીસી પરની ભૌતિક રજ તમે વિચારી શકો તેના કરતાં ઘણું વધારે નુકસાન કરી શકે છે. જે રીતે માલવેર તમારા પીસીને નષ્ટ કરી શકે છે, તે જ રીતે અંદર જામેલી ભૌતિક રજ હાર્ડવેરના લાંબા-ગાળાના ટકાઉપણાને ઘટાડી શકે છે. તમે એક કપડા અને સાફ કરવાના દ્રાવણ સાથે શરૂ કરી શકો છો અથવા કી-બૉર્ડ, માઉસ, મોનિટર અને એક્સેસરીઝને સાફ કરવા માટે ફેઇલ-સેફ સ્ટિકી નોટ્સ લો. માત્ર એટલી ખાતરી કરો કે સફાઇકાર્ય શરૂ કરતાં પહેલાં તમે તમામને સ્વિચ ઑફ કર્યું હોય.

2. તમારી હાર્ડ ડ્રાઇવ્ઝને સાફ કરો

આપણે રોજિંદા ધોરણે બહુવિધ ફાઇલ્સ ડાઉનલોડ કરવાનું વલણ ધરાવીએ છીએ. પરંતુ શું તમને હજુપણ તેની જરૂર છે? સાફ કરવા માટે, તમારા ફોલ્ડર્સમાં જાઓ અને એવી દરેક વસ્તુને દૂર કરો જે ડુપ્લિકેટ હોય, જે હવે સુસંગત ન હોય અથવા દેખીતી રીતે સ્પેમ જેવી લાગતી હોય. તમને નવાઈ લાગશે કે તમે કેટલું બધું સંગ્રહીને રાખ્યું છે.

3. તમારી ફાઇલ્સને ફરીથી ગોઠવો

શું તમે ક્યારેય ડિસ્ક ડીફ્રેગમેન્ટેશન વિશે સાંભળ્યું છે? તે એક અઘરો શબ્દ જણાશે પરંતુ, તે તમારા સંગ્રહમાં રહેલી વેરવિખેર અને છુટી છવાઈ તમામ ફાઇલ્સને સુઘડ અને ક્રમવાર ગોઠવવાની એક સરળ પ્રક્રિયા છે જેનાથી તમારી હાર્ડ ડિસ્કને શ્રેષ્ઠકર બનાવી શકાય છે, જે તમારા પીસીને વધુ સારી રીતે અને ઝડપી કામ કરતું બનાવે છે.

4. તમારા ઇનબૉક્સમાંથી બિનજરૂરી વસ્તુઓને દૂર કરો

તમારા પીસીનો સંગ્રહ એકમાત્ર એવી બાબત છે જેને તમારા ધ્યાનની જરૂર છે. એવાં સ્પેમ અથવા ઈમેઇલ્સને દૂર કરવા માટે કે જેની હવે તમારે કોઇ જરૂર નથી, તમારા ઇનબૉક્સને ચકાસો. સાથે જ, અન્ય ફોલ્ડર્સમાં રહેલાં બિન-મહત્વપૂર્ણ ઈમેઇલ્સને ચકાસો જેણે સ્પેમ ફોલ્ડર્સમાં જગ્યા ન કરી લીધી હોય જેથી તમારૂં ઇનબૉક્સ સંપૂર્ણપણે ગોઠવાઈ જાય અને પુરતી જગ્યા મળી રહે.

5. બિન-ઉપયોગી પ્રોગ્રામ્સને દૂર કરો

તમને ખરેખર જેની જરૂર ન હોય તેવી બાબતોને અનઇન્સ્ટૉલ કરવા માટે કન્ટ્રોલ પૅનલ એક સરળ માર્ગ છે. “ઍડ ઑર રિમૂવ પ્રોગ્રામ્સ” વિભાગ પર જાઓ, તમને જરૂર ના હોય તેવા સોફ્ટવેર[સ] ને ઓળખો અને તમારા પીસી પર જેની વધુ જરૂર છે તેવી જગ્યાને ખાલી કરો.

હવે તમે સંગ્રહની જગ્યાને ગોઠવી લીધી છે, હવે સમય છે તમારા કમ્પ્યુટરની અંદર શું છે તે શીખવાનો!