તમારા પ્રોજેક્ટ્સમાં 10/10 કેવી રીતે મેળવવા!

શું તમે તમારા શાળાના પ્રોજેક્ટ્સમાં પૂરાં માર્ક કેવી રીતે મેળવી શકાય તેનો હમેશા વિચાર કર્યા કરો છો? શું તમે ચાહો છો કે તમારો પ્રોજેક્ટ બધાથી અલગ દેખાય? જો હા, તો અમે તમને એક ખાનગી સૂત્ર આપવા માગીએ છીએ, એનું નામ છે - ટેક્નોલોજી!

શાળામાં ટેક્નોલોજીનો મર્યાદિત "કમ્પ્યૂટર ક્લાસ"થી આગળ વધીને દક્ષ શૈક્ષણિક સાધન તરીકે વિકાસ થઈ ચુક્યો છે, જે તમે વિભાવનાઓને કેવી રીતે દર્શાવો છો અને પ્રોજેક્ટ્સનું સંચાલન કેવી રીતે કરો છો તેની રીત બદલી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે તે તમને તમારા પ્રોજેક્ટ્સમાં સારા ગુણ અપાવવામાં મદદ કરશે.

પ્રોજેક્ટમાં સારા ગુણ મેળવવા માટે કઈ કઈ રીતો અપનાવી શકાય છે? 

1. વધુ સારું સિમ્યુલેશન અને મોડેલ્સ


જ્યારે સ્પંદનોમાંથી કેવી રીતે અવાજ નીકળે છે તે દર્શાવવા માટે ટ્યૂનિંગ ફોર્ક એ એક સંપૂર્ણ રીતે સ્વીકાર્ય માર્ગ છે. પરંતુ ઉત્ક્રાંતિ શું છે, અલગ-અલગ પરિસ્થિતિમાં અણુ કેવી રીતે વર્તે છે, અથવા યથાર્થ રીતે બે ખાસ રસાયણો ભળે છે તો શા માટે જોખમી બની જાય છે તે દર્શાવવું મુશ્કેલ છે. ઑનલાઇન ઉપલબ્ધ વિવિધ સિમ્યુલેશન અને મોડેલ્સના ઉપયોગ દ્વારા આ પ્રયોગો દર્શાવી શકાય છે. સૌથી વધુ જટિલ વૈજ્ઞાનિક વિભાવનાઓ પર વધુ સારા સિમ્યુલેશનો અને મોડેલ્સ માટે આ લેખ ધ્યાનથી વાંચો. તમારી કોઈ વિષય વિશેની સમજનું સરળ પ્રદર્શન કરવા અને તમારા પ્રોજેક્ટને સારી રીતે દર્શાવવા માટે તેમનો સહજતાથી ઉપયોગ કરો.   

2. સ્ટોરીટેલિંગ અને મલ્ટીમીડિયા

કોઈક વાતને સમજાવવા માટે તેની ફરતે એક વાર્તાની રચના કરવી એનાથી વધુ સારો કોઈ માર્ગ નથી. તમારો પ્રોજેક્ટ અલગ દેખાઈ આવે તે માટે ઑડિયો-વિઝુઅલ ટૂલ્સ સાથે સ્ટોરીટેલિંગનો ઉપયોગ એ એક અનોખો અને કારગત રસ્તો છે. આ અભિગમને કારણે, તમે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ ન હોય એવું પણ કંઈક શીખી શકો છો અને આ પ્રક્રિયામાં અત્યંત મજા માણી શકો છો.  

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં સ્થિત ખેમાની સ્કૂલની પ્રિન્સિપાલ અને વરિષ્ઠ વિદ્યાશાખાની સદસ્ય, મોનિકા સેવાની કહે છે, "જો તમે જમા કરેલી બધી માહિતી અભિવ્યક્ત કરવા માટે સ્ટોરીટેલિંગનો માર્ગ લેશો તો તમારા પ્રોજેક્ટને 10/10 મળશે જ." 

3. યાદગાર પ્રેઝેન્ટેશન બનાવો


શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના પ્રેઝેન્ટેશન કૌશલ્યોને આધારે  પરખે છે. પીસી સ્ટોરીટેલર્સ ઇન એજ્યુકેશનની વિજેતા અઝના નઈમ કહે છે, "સૉફટ-સ્કિલ્સ બીજી કોઈપણ સ્કિલ (કુશળતા) જેટલી જ મહત્વની છે અને વિદ્યાર્થીઓ એમએસ પાવરપૉઇંટ અસાઇનમેંટનો ઉપયોગ કરીને, તેમના પ્રેઝેન્ટેશન કૌશલ્યોનો સુંદરતાથી મેળ બેસાડી શકે છે. તેમને જોઈશે ફક્ત એક પીસી અને સારું ઇંટરનેટ કનેક્શન, હવે સમજી લો કે એક યાદગાર પ્રેઝેન્ટેશન તેના માર્ગ પર છે!" 

 

વિદ્યાર્થીઓ ટેક્નોલોજીની મદદથી સ્ટોરીટેલિંગની કળા શીખી શકે છે અને સમય સાથે સુસંગત વાતો પણ કરી શકે છે. 

તમે તમારા શિક્ષક અને સહાધ્યાયીઓ સાથે મળી ને જે કાંઈ પણ શીખ્યા છો તેને વહેંચવા માટે ઇમેજીસ અને ટેક્સ્ટની મદદથી સારું પ્રેઝેન્ટેશન બનાવી શકો છો. 

સાદા પેપર અને પેન પ્રોજેક્ટ્સથી આગળ વધીને, આજે કમ્પ્યુટર આપણને આપણે જે શીખ્યા તેને વધુ સારી રીતે અને વધુ રસપ્રદ માર્ગોથી પ્રદર્શિત કરવાની તક આપે છે. માહિતીને ફક્ત દર્શાવવા કરતાં, પીસી આપણને આપણે જે શીખ્યા તેને વિવિધ રીતે લાગૂ કરવા દે છે. તે આપણા પ્રોજેક્ટ્સમાં વધારે માર્ક્સ મેળવવાની સાથે-સાથે વાસ્તવમાં વધુ અસરકારક રીતે શીખવા અને સાથે-સાથે મજા માણવા દે છે.