તમારા બાળકને પીસીના ઉપયોગ દ્વારા નવી ભાષા શીખવામાં કઈ રીતે મદદ કરશો

 

સ્કૂલમાં આ ફરજિયાત હોઈ શકે છે, પરંતુ બીજી ભાષા શીખવાથી તમારું બાળક કામની દુનિયાનો સામનો કરવા સજ્જ બને છે. આનું કારણ એ છે કે તમારું બાળક તેને મળતા પડકારોનો સામનો કરી શકે છે, જેમાં ઘરે ન બોલાતી ભાષા શીખવી પણ સામેલ છે.

ઘરે પીસીની મદદથી ભાષા શીખવી તમારા બાળક માટે ઘણું સહેલું છે. હકીકતમાં, મહદ્ અંશે આ ઝડપી પણ છે. કેમ કે શીખવા માટેનાં સ્રોતો 24/7 ઉપલબ્ધ રહે છે, તમારું બાળક ગમે ત્યારે અને ગમે ત્યાંથી તેની અનુકૂળતા પ્રમાણે મૂળભુત બાબતોમાં નિપૂણ બનવાનું પસંદ કરી શકે છે - જે સ્કૂલ અને ટ્યુશન્સ કરતા ઘણું ઝડપી પણ છે અને આનું કારણ છે ઈન્ટરએક્ટિવ અને આનંદ આપતી રીતે કંઈક નવું શીખવાનો રોમાંચ.

પીસી કઈ રીતે મદદરૂપ બને છે તે જુઓ :

 

1) વ્યાકરણ શીખો

ભાષા શીખવાની તમારા બાળકની યાત્રામાં વ્યાકરણ એ પહેલું પગથિયું છે. આપણાં દેશમાં શીખવાતી નીચેની પ્રાદેશિક ભાષાઓ માટે દૃશ્ય અને શ્રાવ્ય સ્રોતો પૂરાં પાડવાની શરૂઆત માટે Mylangauge (માય લેંગ્વેજ) એ ઉત્તમ સ્થળ છે.

1. ગુજરાતી
2. કન્નડ
3. તેલુગુ
4. બંગાળી
5. હિન્દી
6. મલયાલમ
7. મરાઠી
8. પંજાબી
9. તામિળ

અનેક બોર્ડ્સ મૌખિક અથવા શાબ્દિક પરીક્ષાઓ પણ સામેલ કરે છે. એકવાર તમારું બાળક વ્યાકરણ શીખી લે અને મૂળભુત શબ્દો તથા વાક્યાંશ જાણી લે પછી પ્રેક્ટિસ સાથે વાતચીત કરવી સરળ બની રહે છે.

 

2) ભાષાને જીવંત થતા જુઓ

ભાષા બોલવી એ અડધું કાર્ય પૂર્ણ થયા બરાબર છે, આ ભાષા સાથે વધુ વ્યક્તિગત જોડાણ સાધવા બરાબર છે. યુટ્યૂબ, વૂટ, હૉટસ્ટાર, નેટફ્લિક્સ અને અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ ઉંમર મુજબના યોગ્ય મૂવીઝ અને ટીવી શો ધરાવે છે જે જોઈને તમારું બાળક તેના સબટાઈટલ્સ સાથે ઉચ્ચારણ, ભાષા વિશિષ્ટ બારીકીઓ અને નવા શબ્દો શીખી શકે છે, આ તમારા બાળકો માટે મનોરંજન સાથે જ્ઞાન ભર્યું બની રહે છે. ‘‘ફેમિલિયારિટી’’ પરીબળ પણ લાંબા સમય સુધી યાદ રાખવામાં ચોક્કસ સહાયક બને છે.

 

3) ફ્લેશકાર્ડ્સ સાથે મિત્રતા કેળવો

શબ્દકોશ શીખવાની સફળ સાબિત થયેલી રીત એટલે ફ્લેશકાર્ડ્સ. આ ભાષામાં નિપૂણતા મેળવવા માટેની મનોરંજક અને સ્પર્ધાત્મક રીત છે. 101 Languages (101 લેંગ્વેજીસ) એ આપણી પ્રમુખ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ પીસી સ્રોત છે.

1. હિન્દી
2. બંગાળી
3. તેલુગુ
4. તામિળ
5. મરાઠી
6. ગુજરાતી

આ વેબસાઈટ બધી જ જરૂરિયાતો માટે શ્રેષ્ઠ છે, પછી ભલે તે દરેક બોર્ડ્સની બીજી કે ત્રીજી ભાષા કેમ ન હોય.

 

ડિજિટલ પેરેન્ટ બનવાની શ્રેષ્ઠ બાબત એ છે કે તમે આવનારા વર્ષોમાં તમારા બાળકની શૈક્ષણિક સફળતા માટેનો માર્ગ કંડારો છે.