વધુ સારૂં શાળા પ્રસ્તુતિકરણ કેવી રીતે બનાવવું

 

વર્ગખંડમાં પ્રસ્તુતિ ડરામણી હોય શકે છે, પરંતુ તેવું હોવું જોઇએ નહિં. એક સારાં પીસી સાથે સાચું આયોજન અને તૈયારી, ઘણો તફાવત ઊભો કરી શકે છે. જો તમારે ટુંકમાં જ શાળામાં પ્રસ્તુતિકરણ કરવાનું હોય તો, અમે તમને મદદ કરવા હાજર છીએ.
આ અમુક સરળ ટિપ્સ સાથે, તમે એવું પ્રસ્તુતિકરણ કરશો કે સમગ્ર વર્ગ તેની મજા માણશે!

1. હંમેશા સ્પષ્ટ રહો

તમારા પ્રસ્તુતિકરણની શરૂઆત કરતાં પહેલાં તમારી જાતને પૂછો, “જો હું માત્ર ત્રણ જ વસ્તુઓને યાદ રાખી શકું છું, તો મારે શું યાદ રાખવું જોઇએ?”

આ તે બધી જ વસ્તુઓ કે જે હેતુ સારતી નથી તેમાં કાપ મૂકીને તમારી ટેક્સ્ટને મુદ્દ્દાસર રાખવામાં મદદ કરશે. એ બધી બાબતોનું ચેકલિસ્ટ બનાવો જે તમારા શિક્ષક તમારી પાસે આવરી લેવડાવવા માંગે છે અને એવી કોઇપણ બાબત જે યાદીમાં નથી તેને દૂર કરો.

2. ચિત્રો દ્વારા કહો

90% માહિતી જેને આપણે સામેલ કરી છે તે દૃશ્યમાં છે. ફોટોગ્રાફ્સ, રેખાચિત્રો, ચાર્ટ્સ, નક્શાઓ, ચિત્રો જેવાં વિઝ્યુઅલ્સ – બધા જ તમારા મુદ્દાને આગળ મૂકવા અને જ્યારે તમે પ્રસ્તુતિકરણ કરી રહ્યાં હો ત્યારે અન્યોને રસ લેતાં કરે છે. એ સુનિશ્ચિત કરો કે તમે જે વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરો છો તે મુદ્દાનું સમર્થન કરતાં હોય અને તમારી સ્લાઇડને સ્વચ્છ અને સંક્ષિપ્ત રાખવા માટે સ્લાઇડ દીઠ એકથી વધુના ઉપયોગને ટાળો.

3. ટેમ્પલેટ્સ સાથે પ્રયોગ

Microsoft Power Point, Google Slides, Prezi અને અન્ય પીસી પ્રસ્તુતિકરણ સાધનો પસંદગી માટેના તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરી શકાય તેવાં વિવિધ ટેમ્પલેટ્સ ધરાવે છે. ફૉન્ટ્સ, સ્લાઇડ ટ્રાંઝિશન્સ, ઍનિમેશન ધ્વનિઓ, અને સમગ્ર પશ્ચાદભૂના સેક્શન હેડર્સ, બધાને તમારા પ્રસ્તુતિકરણને અન્યથી અલાયદું બનાવવા માટે બદલી શકાય છે.

4. અભ્યાસ તમને ચોક્કસ બનાવે છે

શ્રેષ્ઠ પ્રસ્તુતિકરણો વાતચીત હોય છે. દ્વિમાર્ગી સંવાદ તમને (અથવા તમારા જૂથને) વધુ યાદગાર બનાવશે અને ચર્ચાના દ્વાર ખોલશે. આ એક એવો પ્રયાસ છે જેને તમારા શિક્ષકો બિરદાવશે. તમારા જાહેર સંભાષણમાં આત્મવિશ્વાસ માટે તમારા માતા-પિતા અને મિત્રોની સમક્ષ તમારા પ્રસ્તુતિકરણનો અભ્યાસ કરો અને તમારા પ્રસ્તુતિકરણને તમારા માટે કાર્યાત્મક બનાવવા માટે તેમનાં પ્રતિભાવ મેળવો. યાદ રહે, દરેક અભ્યાસ સાથે, તમને તમારા મુદ્દાને સ્પષ્ટ અને ઝડપી બનાવવામાં મદદ મળશે.

આ બધાને સાથે લાવીને, સાચી માહિતી અને કેટલીક પ્રસ્તુતિ પદ્ધતિઓની સાથેની સંરચના તમને શાળા માટે વધુ સારૂં પ્રસ્તુતિકરણ આપવામાં મદદ કરશે.

શું તમને આ લેખ ઉપયોગી જણાયો છે? શાળા માટેની વધુ ઉપયોગી ટિપ્સ માટે, તમે ‘તમારા પ્રોજેક્ટ્સ પર 10/10 કેવી રીતે મેળવવા’ વાંચી શકો છો.