કમ્પ્યુટર લૅબમાં બાળકો માટે ઇન્ટરનેટને સુરક્ષિત કેવી રીતે બનાવવું

ઇન્ટરનેટ એક શક્તિશાળી સાધન છે જેની રચના શિક્ષણ અને જાણકારી આપવા માટે કરવામાં આવી છે. તે કલ્પનીય પ્રત્યેક વિષય પર ડેટા અને માહિતીનો છુપાયેલો ખજાનો છે. આ સાથે જ, ઇન્ટેરનેટની મદદથી વિદ્યાર્થીઓને વાંધાજનક માહિતી પણ સહેલાઈથી મળી રહે છે. વિદ્યાર્થીઓને આવી માહિતીની પહોંચથી દૂર રાખવા માટે શાળામાં કેટલાંક પગલાં લેવાય તે અતિ આવશ્યક છે. [1]

આવો જોઈએ કે આ કામ તમે કેવી રીતે કરી શકો છો:

 

1. પુખ્ત સામગ્રી હોય એવી વેબસાઇટનો એક્સેસ બ્લૉક કરો

ઇન્ટરનેટ પર જુગારની સાઇટ્સ અને ગ્રાફિક કન્ટેન્ટ વાળી વેબસાઈટોની ભરમાર છે. આવી સાઇટ્સ ડ્રગ્સ, ગન અને બાળકોએ ન જોવી જોઈએ તેવી સામગ્રીઓનો પ્રચાર કરે છે. નાના બાળકો આકસ્મિક રીતે અડલ્ટ વેબસાઇટ પર પહોંચી જાય છે (સામાન્ય રીતે, કાંઈપણ સમજ્યા વગર ફોટો કે લિંક પર કરવાથી આવું થાય છે) જ્યારે, મોટાં બાળકોને સક્રિયરૂપે આવા કન્ટેન્ટને જોવાની ઈચ્છા હોય છે. આજ કારણ છે કે, શાળામાં કમ્પ્યુટર પર અડલ્ટ વેબસાઇટોને બ્લૉક કરવી અત્યંત જરૂરી છે.  

 

2. VPNs – થર્ડ પાર્ટી ફાઈલ શેરિંગની સુવિધાને બ્લૉક કરીને ડાઉનલોડ રોકી શકાય છે

VPN (વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક)ની મદદથી લોકો ટનલ બનાવીને સુરક્ષા પ્રતિબંધોની ઉપેક્ષા કરે છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનાં વાંધાજનક વિભાગો સુધી પહોંચવા અથવા ગેરકાયદેસર અશ્લીલ સામગ્રીને ડાઉનલોડ કરતાં રોકવા માટે નેટ નૈની, નોર્ટન ફેમિલી અથવા K9 વેબ પ્રોટેક્શન જેવા સૉફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ.

 

3. ફાઇલના એક્સેસ પર નિયંત્રણ રાખવા માટે એક્સેસ ફિલ્ટરનો ઉપયોગ કરો

યુઝર્સ સિસ્ટમ પર શું કરી શકે અને શું નહીં તે Access Control List (ACL) નક્કી કરે છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ પરથી વાંધાજનક સામગ્રી ડાઉનલોડ કરતાં રોકવા માટે ACL માં ફેરફાર કરવો પડે છે જેથી વિદ્યાર્થીઓ કોઈપણ ફાઇલ કે અન્ય સામગ્રી ડાઉનલોડ કરી શકતા નથી. વિવિધ ઑનલાઇન સર્વિસો જેમની પાસે ફાઇલ એક્સેસ ફિલ્ટર્સ હોય તેમનો ઉપયોગ કરીને આવું કરી શકાય છે. તમે નક્કી કરેલી ફાઇલો પર આ ફિલ્ટર લાગૂ કરી શકાય છે અને અન્ય ઉપયોગી ફાઇલો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રાખી શકાય છે. [3]

 

સૌથી અગત્યનું પરિબળ એ છે કે શિક્ષકો અને શાળાના વહીવટકર્તાઓએ નક્કી કરવું જરૂરી છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કઈ વેબસાઇટો સુસંગત છે અને તે મુજબ પગલાં લેવા જોઈએ. ઇન્ટરનેટ એક્સેસને ફિલ્ટર કરતી વખતે, વિદ્યાર્થીઓ સુસંગત અથવા પ્રસંગોચિત માહિતી એક્સેસ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ચોકસાઈ રાખવી જરૂરી છે. આ હેતુ સિદ્ધ કરવા માટે, એવા ઘણાં AIO ડેસ્કટૉપ્સ છે જે McAfee સંકલિત સુરક્ષા સેવાઓ સાથે આવે છે, જે સલામતીનાં પગલાં યોગ્ય રીતે લેવામાં આવ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરે છે. આવો, આ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને, શાળામાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટને એક સલામત સ્થળ બનાવીએ.