તમારી રજાઓને વધુમાં વધુ કેવી રીતે માણશો

 

 

રજાઓ એટલે મજા-મસ્તી અને સ્વતંત્રતા - પરંતુ તમારે તેને ફક્ત પ્લેગ્રાઉન્ડ અને પ્લેસ્ટેશન સુધી મર્યાદિત રાખવાની જરૂર નથી! તમારા પીસી પર અધિકતમ રિસોર્સિસ ઉપલબ્ધ કરાવીને પ્રોડક્ટિવ રહો. આનાથી તમે મજા માણવાની સાથે સાથે રમતમાં આગળ રહી શકશો.

1. YouTube ની ક્ષમતાને ઓળખો અને તેનો ઉપયોગ કરો

તમારી પોતાની ચેનલ બનાવીને બધાને તમારી પ્રતિભા બતાવવાની તક લો. નવી કુશળતાઓ શીખવા માટે અન્ય YouTubers ને અનુસરો. SciShow જેવી ચેનલની મદદથી તમે ઘરે નાના (અને સુરક્ષિત) વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકો છો. તેમાં ઘરે આઇસક્રીમ કેવી રીતે બનાવવી અથવા ફ્લફી સ્લાઈમ કેવી રીતે તૈયાર કરવું એ દર્શાવતા મજેદાર વિડિયો પણ ઉપલબ્ધ છે.

2. નવી કુશળતા શીખો

તમારા પીસી પર Adobe Photoshop, Powerpoint, Excel જેવા સૉફ્ટવેર્સને શીખો અને જાણો. Codeacademy જેવી વેબસાઇટ્સ પર કોડ કેવી રીતે કરવા તે જાણો. આમાં જાવાસ્ક્રીપ્ટ, વેબ ડેવલપમેંટ અને અન્ય શિખાઉ મૈત્રીપૂર્ણ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ કુશળતાઓને શીખવામાં ઘણી મજા આવશે અને તે આગળ જતાં તમારી કારકિર્દી માટે પણ ઘણી ઉપયોગી સાબિત થશે.

3. વાંચો અને સંશોધન કરો

શું તમને તમે રસ ધરાવતા હો તેવા વિષયો પર વધુ જ્ઞાન મેળવવું છે? તમારી ઉનાળાની રજાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા Wikipedia, Quora, National Geographic Kids અને How Stuff Works જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિવિધ માહિતી મેળવો. આ વેબસાઇટોમાં વિજ્ઞાન, ઈતિહાસ, કલા, સંસ્કૃતિ અને અન્ય ઘણી બાબતોની માહિતીનો વિશાળ ભંડોળ ઉપલબ્ધ છે.

4. તમારી "ભાષા" પર કામ કરો.

www.vocabulary.com ની મદદથી તમારા શબ્દભંડોળને વધારો અથવા કોઈ નવી ભાષા શીખો જે તમને લાંબા ગાળે લાભદાયી થશે. અભ્યાસ અને સંશોધનો સૂચવે છે કે નવી ભાષા શીખવાથી તમારી જ્ઞાનાત્મક (કોગ્નિટિવ) કુશળતા સુધરે છે, સમગ્ર શૈક્ષણિક કામગીરીમાં સુધારો કરે છે અને મગજને તીવ્ર બનાવે છે. ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં શીખવા માટે www.duolingo.com ની મદદ લો.

5. ઈ-લર્નિંગનો પ્રયાસ કરી જુઓ

તમારો પહેલો વિચાર હશે કે ઉનાળાની રજાઓમાં વિરામ લેવાનો છે! પરંતુ દિવસમાં ફક્ત એક કલાક માટે તમારા પીસી પર ઈ-લર્નિંગ કોર્સ કરીને તમે તમારા ક્લાસથી આગળ નીકળી શકો છો. મૂળભૂત બાબતો શીખી લેવાથી તમે વર્ગમાં જટિલ સંકલ્પનાઓને સહેલાઈથી સમજી શકશો - તફાવત જોવા માટે પ્રયાસ કરી જુઓ.

રજાઓમાં તમે પોતાના સમયાનુસાર નવી કુશળતાઓનો અભ્યાસ કરી શકો છો અને પોતાને નવા શૈક્ષણિક વર્ષ માટે તૈયાર કરી શકો છો. શાળા ફરીથી શરૂ થાય ત્યારબાદ તમે ફન આફ્ટર-સ્કૂલ-ક્લબ્સમાં જોડાઈને તમારી કુશળતાઓને વધારવાનું ચાલુ રાખી શકો છો.