પીસીની મદદથી તમારા બાળકને ભણવા માટે કેવી રીતે પ્રેરિત કરવું

 

પરીક્ષાનું અઠવાડિયું હવે એક મહિનો દૂર છે. સમયપત્રક આવી ગયા છે અને તમે એ વાતે ચિંતિત છો કે તમારા બાળકને તમે કેવી રીતે ભણવા માટે એક જગ્યાએ બેસાડશો. અહીં પીસી ભણવામાં મદદ માટે હાજર છે પરંતુ શું તે બાળકોને ભણવા માટે પણ પ્રેરિત કરી શકે છે?

1. એક ચોક્કસ વિષયનો અભ્યાસ કેવી રીતે રીતે કરવો તે પસંદ કરો

બાળકો ત્યારે અભ્યાસ અંગે ઉત્સાહ અનુભવે છે જ્યારે તેમને અભ્યાસ કેવી રીતે કરવો તેની પસંદગીની તક મળે છે. નિયંત્રણની આ સૂઝ, બાળકોને તેમની ગતિએ શીખવા માટે સક્ષમ બનાવે છે અને તેમનાં પોતાના શિક્ષણ માટે તેમને પોતાને જવાબદાર હોવાનો અનુભવ કરાવશે. વિડીયોઝ, ગેમ્સ, પૂછપરછ ધરાવતી ક્વિઝ, માઇન્ડ મૅપિંગ – પીસીની મદદ સાથે, તમામ તમારા બાળક માટે અન્વેષણ કરવા માટે સુલભ હશે. [1]

2. તેમને જાણવા દો કે તેઓ ક્યાં ઊભાં છે

સારૂં કરી રહ્યાં હોવાના પુરાવાથી વધુ પ્રેરક કંઈ નથી. પ્રેક્ટિસ પેપર્સને ઉકેલવા, વર્કશીટ્સને ભરવી, ક્વિઝિસ લેવી અને ઑનલાઇન પરીક્ષાઓ લેવાના મિશ્રણ તમારા બાળકને એ જાણવામાં મદદ કરશે કે તે ચોક્કસ રીતે ક્યાં ઊભું છે. આ માન્યતા તમારા બાળકને વાસ્તવિક પરીક્ષા માટે વધુ આત્મવિશ્વાસી બનાવે છે અને સાથે જ તેમને જ્ઞાનમાં કોઇ તફાવતને શોધવામાં મદદ પણ કરે છે. [2]

3. પીસી બ્રેક લો!

અભ્યાસક્રમ ગમે તેટલો મોટો હોય વાંધો નહિં, તમારા બાળકના ધ્યાન કેન્દ્રણ સ્તરને સુધારવા માટે આરામ આવશ્યક છે.તમે તેને એવી રમતો સાથે વળતર આપનારૂં બનાવી શકો છો જે મનોરંજક હોવાં અને શૈક્ષણિક હોવાની વચ્ચે સંતુલન જાળવી રાખે છે. માત્ર એટલી ખાતરી કરો કે તે પાઠ અને ટ્યુશંસ, રમત-ગમત વિગેરેને પૂર્ણ કરવા માટેના સમયને ધ્યાનમાં રાખીને અભ્યાસ સમયપત્રકની અંદર નિર્ધારિત હોય. [3]

4. તમારા સપનાઓનું ડૅસ્ક

તેમનાં સપનાઓના ડૅસ્કની રચના માટે તમારા બાળકના ઇનપુટ્સ લો. તેમની પસંદગીનું રમકડું, સુપરહીરો ઍક્શન ફિગર્સ, પોસ્ટર્સ અથવા પીસી પર તેમની પસંદગીનું સ્ક્રીનસેવર વાસ્તવિક તફાવત ઊભો કરી શકે છે કેમ કે ડેસ્ક શાળા કરતાં ઓછી લાગણી અને વધુ અંગત હોવાની લાગણી પૂરી પાડે છે. તમારા બાળકની ડૅસ્કને ઘણી બધી વસ્તુઓથી અસ્તવ્યસ્ત ન હોય એવું રાખવા માટે તમે એક AIO (ઑલ ઇન વન) પીસીને ધ્યાનમાં લઈ શકો છો.

છેવટે, અભ્યાસથી આગળ વધી જવાનો એકમાત્ર માર્ગ તેની શરૂઆત કરવાનો છે. માત્ર માતાપિતા જાણે છે કે તેમનાં બાળકોને શું પ્રેરિત કરે છે. તે કંઈપણ હોય શકે છે – પૂરાં ગુણ પ્રાપ્ત થવા, વર્ગમાં ટોચનો રૅન્ક મળવો, તેઓ જ્યારે મોટા થાય ત્યારે તેમને શું કરવું છે, વિષય માટેનો વાસ્તવિક પ્રેમ, સહ-અધ્યયન પ્રવૃત્તિઓ અને અન્ય ઘણું બધું.

તમારા બાળકની સફળતા માટે પીસીને પ્રેરક સાધન તરીકે માર્ગની આગેવાની લેવા દો.