એક શિક્ષક રૂપે LinkedIn નો સૌથી અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો

 

નેટવર્કિંગ માટે LinkedIn એક જરૂરી ટૂલ છે. આ તમને વિશ્વભરના લોકો સાથે સંપર્ક સાધવામાં મદદ કરે છે.  પરંતુ LinkedIn નો ઉપયોગ કરવાનું શરૂ કરતાં પહેલાં, તમારે સૌથી પહેલાં તમારા પ્રોફાઇલને વધુ અસરકારક બનાવવું પડશે અને તમે યોગ્ય દિશામાં જઈ રહ્યાં છો તેની ખાત્રી કરવી પડશે - અહીં તમારી માર્ગદર્શિકા આપેલી છે.

 

1. હેડશોટ અપલોડ કરો

તમારા LinkedIn પ્રોફાઇલ માટે, તમારો વ્યાવસાયિક હેડશોટ વાપરો. એવું જોવા મળે છે કે જેમનો પ્રોફાઇલ ફોટો હોય છે તેમનો અકાઉંટ પ્રોફાઇલ ફોટો ન હોય તેવા લોકો કરતાં અથવા ગ્રુપ ફોટો હોય તેવા લોકો કરતાં 14 ગણો વધારે વખત જોવાય છે. 

 

2. હેડલાઇન

હા, તમારી હેડલાઇનથી ઘણો ફરક પડે છે. આકર્ષક હેડલાઇન હશે તો તમારા જેવા પ્રોફાઇલ શોધનાર લોકો પાસેથી તમને ઘણો પ્રતિસાદ મળશે. લિંક્ડઇન પર તમારા નામની બાજુમાં જ તે હેડલાઇન દેખાય છે તે યોગ્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો બહુ સારો માર્ગ છે. 

 

3. સારાંશ

તમારી હેડલાઇને યોગ્ય લોકોને આકર્ષિત કર્યા છે. હવે તેઓ વાંચતા રહે તે માટે તમારી વાર્તા તૈયાર કરો અને જે મહત્વની છે તે બાબતોને દેખાડો. તમારી મહત્વપૂર્ણ કુશળતાઓ અને સિદ્ધિઓને હાઇલાઇટ કરો જેથી લોકો તમારું વાસ્તવિક અને પ્રમાણિક રૂપ જોઈ શકે.

 

4. અનુભવ

તમારા છેવટના બે પદોનો સમાવેશ કરવો મહત્વનું છે. તે સાથે જ જો તમે નવું કામ શોધતા હો તો જે પ્રકારનું નવું  કામ તમે શોધી રહ્યા છો તે પણ હાઇલાઇટ કરવું જોઇએ જેથી તમે ભવિષ્યમાં કઈ દિશા તરફ જવા માગો છો તે લોકો સમજી શકે.

 

5. ભલામણો

તમારી ભલામણ કરવા માટે એકાદ બે લોકોને ઇનવાઇટ કરો, તેનાથી તમારા પ્રોફાઇલનું મૂલ્ય વધશે. ભલામણોને લીધે લોકોનો તમારા પર વિશ્વાસ દેખાઈ આવે છે. તેથી લોકોને તમારી જે કુશળતાઓ વિશે ખબર પડવી જોઇએ તેવું તમને લાગતું હોય તેમને ભલામણોમાં મહત્વ આપો.

 

6. બોનસ - નિયમિતપણે અપડેટ કરતા રહો!

LinkedIn નો યોગ્ય ફાયદો મળે એવું જો તમને લાગતું હોય, તો અન્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પ્રમાણે તેને નિયમિત રૂપે વાપરતાં રહો. શૈક્ષણિક પોસ્ટ શેઅર કરો, આર્ટિકલ્સ પર તમારા મત રજૂ કરો, સહકર્મીઓ અને ભૂતપૂર્વ ટીમના સભ્યોને અભિનંદન નોટ મોકલો, જ્યારે પણ તમે કોઈ નવી સિદ્ધિ મેળવી હોય ત્યારે પ્રોફાઇલ અપડેટ કરો અને તમને આવેલાં મેસેજિસનો સમયસર અને નિયમિત રૂપે જવાબ આપો. શિક્ષણ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન રાખવું મહત્વનું છે.

 

ચાલો તો, તમારી શૈક્ષણિક કુશળતાઓનો વિકાસ કરતા રહેવાની સાથે-સાથે LinkedIn નો પૂરેપૂરો ઉપયોગ કરી લો.