શાળામાં નવીનીકરણ દિવસનું આયોજન કેવી રીતે કરવું?

 

નવીનીકરણને એકદમ સામાન્ય રીતે સમજવામાં આવે તો, તે ખૂબ મોટા વિચાર સાથે ઉકેલવામાં આવેલ સમસ્યા છે. તે શાળામાં વર્ગખંડો, કૅન્ટિન અને રમત-ગમતના વિસ્તારમાં સુકાં અને ભીનાં કચરાની અલગ પેટીઓ હોવાં જેટલી નાની બાબત અથવા તો બાળકો શીખવા માટે રોજ શાળામાં તેમનાં પોતાના પીસી લઈને આવે તેવા પરિવર્તનશીલ વિચાર હોય શકે છે!

ફેબ્રુઆરી 16મી નવીનીકરણ દિવસ હોવાથી, વસ્તુઓને કરવા માટેના નવા, વધુ સારાં ઉપાયો વિશે કલ્પના કરવાનો દિવસ છે. તો, આજે તમે કેવી રીતે નવીનીકરણનીય બનશો? આ ક્રમિક માર્ગદર્શિકાની મદદથી તમારા વિદ્યાર્થીઓ માટે યાદગાર અને શૈક્ષણિક દિવસના આયોજન વિશે તમારો શું વિચાર છે.

પગલું 1 &ndash સમસ્યાને ઓળખો

સૌપ્રથમ, એક એવી સમસ્યાની ઓળખ કરો જે ઉકેલી શકાય તેવી અને તમારી શાળા માટે અનન્ય છે. તમારા વિદ્યાર્થીઓની વય અને સંસાધનો માટેની તેમની સુલભતાને ધ્યાનમાં રાખો. જો તમને ગમે તો, તમે વિદ્યાર્થીઓને ઉકેલવા માટે તેમની પોતાની સમસ્યાઓને પસંદ કરવાનું પણ કહી શકો છો.

પગલું 2 &ndash ટીમ્સ (ટૂકડીઓ)ની રચના કરો

તમારા વિદ્યાર્થીઓને તેમનાં સામાજીક કૌશલ્યોના નિર્માણમાં અને સામુહિકપણે અસરકારક રીતે શીખવામાં મદદ માટે, ઑનલાઇન ટીમ જનરેટર Keamk નો ઉપયોગ કરીને એવાં વિદ્યાર્થીઓની ટુકડીઓની રચના કરો જુદા-જુદા કૌશલ્યો અને સામર્થ્યો ધરાવતા હોય અને એકબીજાથી પરિચિત ના હોય.

પગલું 3 &ndash સાચાં સાધનો પૂરાં પાડો

વિદ્યાર્થીઓની પ્રત્યેક ટીમને પીસી, વાઇફાઇની સુલભતા, આવશ્યક સ્ટેશનરીનો પુરવઠો અને તમે ઓળખ કરેલી અથવા તમારા વિદ્યાર્થીઓ ધરાવતા હોય તેવી સમસ્યાઓના ઉકેલ લઈને આવવા માટે આખી બપોરનો સમય આપો. જ્યારે તમારા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય ત્યારે તેમને સાંભળો પરંતુ તેમનાં સંશોધન અને સમસ્યાને ઉકેલવાની ક્ષમતાઓને યોગ્ય દિશા આપવામાં તેમને સક્ષમ બનાવી તેમની સમસ્યાના આખરી ઉકેલ તેમને તેમની જાતે જ લઈને આવવા દો.

પગલું 4 &ndash સામાન્યપણે હોય છે તેના કરતાં થોડું વધુ સારૂ પ્રસ્તુતિકરણ બનાવો

દિવસના અંતે ઉજવણીના તત્વ સાથે અને ઇનામ સહિત પ્રસ્તુતિકરણ ગોઠવો જેથી વિદ્યાર્થીઓ તેમણે કરેલી મહેનત માટે પુરસ્કૃત (અને પ્રેરિત) થયા હોવાનું અનુભવે. ઈનામો શાળાની કમ્પ્યુટર લૅબમાં એક કલાકના ગેમિંગથી લઈને સમગ્ર ખર્ચની ચુકવણી કરેલ ક્ષેત્રીય પ્રવાસ સુધી કંઈપણ હોય શકે છે.

શીખવું અને નવીનીકરણ એકસાથે ચાલે છે, તમારા વિદ્યાર્થીઓને અત્યંત આનંદ જ નહિં મળે કેમકે તેમનો દિવસ કંઈક જુદો હતો અને સામાન્ય શાળાકીય દિવસ કરતાં વધુ મજાનો હતો પરંતુ તેઓ એવાં જુસ્સાની શોધ માટેના નાના-નાના પગલાં લેવાની પણ શરૂઆત કરશે જે તેમની ભાવિ કારકિર્દી બની શકે છે!

તા.ક.: જો સમગ્ર દિવસનું આયોજન કરવું થોડું મુશ્કેલ જણાતું હોય તો, છેલ્લા પીરિયડને નવીનીકરણ કલાકમાં ફેરવી દો.