બાળકોને ટેક-સેવી કેવી રીતે બનાવવા

"આઈટી + આઈટી = આઈટી

ઈંડિયન ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇંડિયા ટુમોરો"

(ભારતીય પ્રતિભા + માહિતી તંત્રજ્ઞાન = ભારતનું ભવિષ્ય)

-નરેન્દ્ર મોદી

 

વર્તમાન સમયમાં, વ્યક્તિગત વ્યવહાર કરતાં તમે તાંત્રિક રૂપે કેટલાં હોશિયાર છો, તે પરથી તમારું સામાજિક વિશ્વ નક્કી કરવામાં આવે છે. મોટાભાગનાં બાળકો સ્માર્ટ, અવલોકનશીલ હોય છે અને બદલાતી ટેકનોલોજી સાથે જલ્દીથી અનુકૂળ થઈ જાય છે.

ટેક્નોલોજીનો કાર્યક્ષમ અને શ્રેષ્ઠ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની ખાતરી કરવા માટે, વાલીઓએ સંતુલિત ટેક-સેવી બાળક ઉછેરવા માટે અહીં આપેલાં કેટલાંક નિર્દેશકોને ધ્યાનમાં રાખવા જોઇએ.  

  • તેમની સાથે ટેક્નોલોજી સંબંધિત ચર્ચાઓ કરીને - ટેક્નોલોજીના ફાયદાઓ વિશે બાળકો સાથે ચર્ચા કરો. પીસી પ્રત્યે તંદુરુસ્ત દ્રષ્ટિકોણ રાખવા માટે સક્રિય રૂપે પ્રોત્સાહિત કરો. તેઓ ઓનલાઇન હોય ત્યારે અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય ત્યારે શું કરે છે તે સમજો. તેમનામાં જવાબદારીની ભાવના પેદા કરવા માટે તેના ગુણ-દોષની ચર્ચા કરો. 
  • શૈક્ષણિક ક્ષેત્રે ટેક્નોલોજી દ્વારા ભાગીદારી -વૈશ્વિક રૂપે જોવા જઇએ તો ભારતમાં 5-24 વય જૂથની સૌથી વધારે વસ્તી છે, જે શૈક્ષણિક ક્ષેત્રમાં સૌથી વધુ તકો રજૂ કરે છે. (ibef.org- July 2019) વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ શિક્ષણમાં, સૌથી વધુ ટેક્નોલોજીથી ઉન્નત અનુભવોની અપેક્ષા રાખતાં હોય છે. કંટેન્ટનો ઓવરફ્લો, શૈક્ષણિક વિડીયોઝ, રીઅલ-ટાઇમ ટ્યુટરિંગ સહેલાઈથી મળી રહે છે અને આ બધાને લીધે શિક્ષણ પદ્ધતિ નવા સ્વરૂપે પરિવર્તિત થઈ રહી છે. પહેલાં, દરેક વિષય માટે વિદ્યાર્થીને અલગ-અલગ ટ્યુટરો પાસે જવું પડતું હતું. પરંતુ હવે રીઅલ-ટાઇમ ટ્યુટરિંગના માધ્યમથી તેઓ એક સ્થળે બેઠાં-બેઠાં ઉચ્ચતમ કોચિંગ મેળવી શકે છે.
  • ટેક્નોલોજીને એક સાથી તરીકે ધ્યાનમાં લેવી - ટેક-સેવી બાળક માટે, જ્યારે શ્રેષ્ઠ હિતમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે ગેજેટ એ તેમનો સાથીદાર બની રહે છે. તેનાં ઘણાં ફાયદા છે. પીસી ફક્ત એક મશીન નથી તે અભ્યાસનું માધ્યમ છે, મનોરંજનની ફેક્ટરી છે, એક મહાન વાર્તાકાર છે અને ઘણું બધું છે!
  • સંતુલન જાળવો - લાંબા સમય સુધી ટેક્નોલોજી પર નિર્ભર રહેવાથી વિપરીત પ્રભાવો પણ થઈ શકે છે. બધી જ માહિતી સાચી હોય તે જરૂરી નથી. પરંતુ બાળક માટે ગુગલ એ જ્ઞાનનો અભેદ્ય ભંડાર છે. બાળક તેમના માતા-પિતાની વર્તણૂક અપનાવવાનું વલણ ધરાવે છે. ખાતરી કરો કે તમે પણ સંતુલન જાળવો અને તમારા બાળકો સાથે પોતે પણ ગુણવત્તાસભર સમય પસાર કરો.

યાદ રાખો કે પીસી આજે શિક્ષણનો એક અભિન્ન ભાગ છે - માતાપિતા તરીકે તમારે આ બદલાવને સ્વીકારવો જોઇએ અને યોગ્ય પીસીની પસંદગી કરીને તમારા બાળકની વૃદ્ધિમાં મદદ કરવી જોઇએ.