પરીક્ષાઓ દરમિયાન ઓછી તાણ કેવી રીતે અનુભવવી

 

જ્યારે તમે પરીક્ષાઓ વિશે તાણયુક્ત હો, ત્યારે તમારા પણ દબાણ હોય શકે છે. તે તમારા પરિણામોને અસર કરે તે પહેલાં, વધુ સારો સ્કોર કરવા અને ખરેખર અભ્યાસની પ્રક્રિયાની મજા માણવા માટે નો-સ્ટ્રેસ ઍક્સપ્રેસ પર આવો. પીસી કેવી રીતે તમારી મદદ કરી શકે છે તેનાં વિશે અહીં આપવામાં આવેલ છે:

1. સમય બધું જ છે

પરીક્ષાના આગળના દિવસે શંકાઓ હોવાથી બદતર કશું જ નથી, તેથી, તમારી પ્રથમ પરીક્ષાના ઓછામાં ઓછાં એક મહિના પહેલાં ભણવાનું શરૂ કરવું લાભદાયક છે. પ્રશ્ન પત્રોને ઉકેલવા સહિત, જેટલી વધુ સંખ્યામાં પુનરાવર્તન સત્રો તમે કરશો, પરીક્ષાના દિવસે એટલો વધુ આત્મવિશ્વાસ તમે ધરાવશો.

2. આયોજનની તાકાત

એક આયોજનકાર બનવું એ દરેકને મળતો કુદરતી ગુણ નથી અને પ્રથમ તો ખૂબ બિહામણો જણાય છે. જોકે, Google Calendar કેલેન્ડર જેવા સાધન દ્વારા, એક સ્પષ્ટ દિશા મેળવવી શક્ય છે, એ જાણવું કે એક અધ્યાયને પૂરો કરવામાં કેટલો સમય લાગશે, અઘરાં વિષયોને અગ્રિમતા આપવામાં અને વિરામ લેવામાં પણ સરળતા રહેશે!

3. વિરામ લેવા પણ સારા હોય શકે છે

વિરામ લીધાં વિના આખી સવાર નૉન-સ્ટોપ ભણવાની કલ્પના કરી જુઓ. તમે આગળનું ભણવામાં ખૂબ જ થાકી જશો અથવા કંટાળી જશો અથવા બન્ને. આવી પરિસ્થિતિને ટાળવા માટે, સ્પ્રિંટ્સમાં ભણવાનો વિચાર કરો જ્યાં તેમ એક કલાક માટે ધ્યાન કેન્દ્રીત કરો છો અને લગભગ 15 મિનિટ માટે રમતો રમો છો.

4. તેનાં વિશે વાત કરો

સમસ્યાની વહેંચણી કરવાથી સમસ્યાને અડધી કરી શકાય છે. સોશ્યલ મીડિયા નેટવર્ક્સ પર બાળકો તેમનાં પોતાનાં જૂથ બનાવી શકે છે અથવા સહપાઠીઓ અને વરિષ્ઠો સાથે પોતાના સંશયોને દૂર કરવા અને તાણયુક્ત વિચારોને દૂર કરવા માટે વાતચીત માટે WikiSpace Classroom ની સાથે જોડાઈ શકે છે (વેબસાઇટ જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમની પોતાની વિષયવસ્તુઓને ઉમેરી શકે છે).

5. સ્પષ્ટ મગજ એકચિત્ત મગજની સમાન હોય છે

જ્યારે આપણે તાણયુક્ત હોઇએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વધુ પડતું વિચારીએ છીએ અને આપણી જાતને મૂંઝવણમાં મૂકી દઈએ છીએ. માઇન્ડ મૅપિંગ દૃશ્ય રીતે વ્યક્તિના મગજમાં વિચારોને સંગઠિત કરે છે અને ચોક્કસ રીતે જટિલ વિષયોને નાના, સમજી શકાય તેવાં ટુકડાઓમાં ઉપયોગ માટે તેને વિચારોમાં ફેરવે છે.

સઘન પરીક્ષાના સમયગાળા દરમિયાન તમને ઓછાં તાણયુક્ત બનાવવાની સાથોસાથ, પીસી સમગ્ર વર્ષ દરમિયાન પણ તેનાં ઉપયોગો ધરાવે છે. પ્રોજેક્ટ સંશોધનથી લઈને નિબંધ લેખન સુધી, પીસી તમારા માટે વિશ્વના વાતાયન સમાન છે જ્યાં શીખવું એ ઘણું બધુ આનંદદાયક અને રસપ્રદ બની રહે છે, જે તમારા પ્રોજેક્ટ્સ પર તમને 10/10 મેળવી આપવાની તકોમાં વધારો કરે છે.