તમે તમારા બાળકને ઇ-શિક્ષણમાં શીખવામાં કરવામાં કેવી રીતે મદદ કરી શકો છો

 

ભણતરના વર્તમાન પરિવર્તન સાથે, માતાપિતાએ ઇ-લર્નિંગ શીખવું જરૂરી છે. શૈક્ષણિક અને ઇન્ટરેક્ટિવ પીસી લર્નિંગ દ્વારા તમારા બાળકના વિકાસમાં સક્રિયપણે સામેલ થવાનો આ સમય છે.

 

તમારાં બાળકો માટે ઓનલાઇન વર્ગોને કેવી રીતે અસરકારક બનાવવા આ શીખતાં પહેલાં, અહીં ઇ-લર્નિંગ વિશે કેટલીક દંતકથાઓ છે જે આપણે તોડશું.

 

-તે શિક્ષણ આપવાની અસરકારક પદ્ધતિ નથી

ટેકનોલોજી એ શિક્ષકોને વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રદાન કરવામાં સહાય કરવાના માધ્યમ તરીકે કાર્ય કરે છે. શિક્ષકોની કુશળતા સમાન જ રહે છે.

 

- તે અસરકારક રહેશે નહીં

શિક્ષકો પાસે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેવા માટેના ઘણા બધા સાધનો છે, પરિણામે વધારે અસર થાય છે.

 

-તે અરસપરસ રહેશે નહીં

અસાઇનમેન્ટ્સ, ઓનનલાઇન પ્રશ્નોત્તરી, પોલ્સ, ઓડિયોઝ અને વિડીયોઝ દ્વારા, ઓનનલાઇન શિક્ષણ એ વ્યક્તિગત શિક્ષણ કરતાં વધુ નહીં, તો આકર્ષક અને ક્રિયાપ્રતિક્રિયા છે.

 

માતાપિતા તરીકે શીખવાની પ્રક્રિયામાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર કરવા અને તમારા બાળકના શિક્ષણમાં સક્રિય રીતે સામેલ થવા તમે શું કરી શકો છો, એ અહીં જુઓ:

  • તમારા બાળકને ઓછામાં ઓછી અડચણ પડે તેવું ભણવાનું સ્થાન બનાવવામાં મદદ કરો
  • ધ્યાન રાખો કે, શાળા સમય દરમિયાન તમારું બાળક જે સમયપત્રકનું પાલન કરતું હતું એ મુજબ જ રહે
  • તેમની રિસેસ સમયે તેમની સાથે સમય પસાર કરી શકો એ માટે તમારો સમય મેળવો
  • અસાઇનમેન્ટ અને ગૃહકાર્યની પ્રિન્ટ કાઢી લો, જેથી તેમને સ્ક્રીન સામે વધુ બેસવું ન પડે
  • તમારું બાળક સોંપાયેલ કાર્ય પૂર્ણ કરે એ માટે શિક્ષકો અને અન્ય વાલીઓ સાથે સંકળાયેલા રહો

 

ડેલ ફોર એજ્યુકેશન દ્વારા, અમે તમને ઘરે ઘરે આદર્શ ઓનલાઇન શિક્ષણનું વાતાવરણ બનાવવામાં સહાયરૂપ થવા વેબિનાર્સ શરૂ કર્યા છે. તમે ઓનલાઇન શીખવામાં તમારી ભૂમિકા વિશે, સામાજિક-ભાવનાત્મક કુશળતા માટે, ભણતર માટેની જગ્યા બનાવવા, શિક્ષકો અને શાળાઓ સાથે ભાગીદારી કરવા અને ઘરથી શિક્ષણ પ્રોત્સાહિત કરવા વિશે શીખી શકો છો.

 

ચાલો, સાથે મળીને શિક્ષણની નવી પહેલને સ્વીકારીએ અને મોકળા મને ભણતરના ભવિષ્યને સ્વીકારીએ. તે અહીં ક્લિક કરવા જેટલું જ સરળ છે.

(https://www.dellaarambh.com/webinars/)