હાઇબ્રિડ વિરુદ્ધ મિશ્રિત શિક્ષણ

બે વર્ષ પહેલાં, શિક્ષણ વર્ગખંડો પૂરતું મર્યાદિત હતું. પણ 2020થી, રોગચાળાને લીધે શિક્ષણ વર્ચ્યુઅલ વર્ગખંડોમાં ફેરવાઈ ગયું છે. લોકડાઉનના નિયમો ઓછા કડક થતાં અને સક્રિય કેસોની સંખ્યા ઘટતાં, અમે હાઇબ્રિડ શિક્ષણ અને મિશ્રિત શિક્ષણ મોડેલ્સ સાથે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો પ્રયત્ન કર્યો છે.

હાઇબ્રિડ શિક્ષણ અને મિશ્રિત શિક્ષણ વચ્ચે ઘણીવાર મૂંઝવણ થઈ શકે છે. જો કે તેનો ખ્યાલ સરખો જ હોય છે, એટલે કે ઓનલાઇન અને વ્યક્તિગત વર્ગો, પરંતુ તે એકબીજાથી તદ્દન અલગ છે. અહીં કેટલાક મુદ્દાઓ છે જેનાથી તમને બંને વચ્ચે તફાવત શું છે તે સમજાશે:

  • હાઇબ્રિડ શિક્ષણ તેને કહેવાય છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં વર્ગોમાં હાજરી આપે છે, જ્યારે અન્ય વિદ્યાર્થી શિક્ષણ માટે પીસી વાપરે છે. શિક્ષક અથવા પ્રશિક્ષક ઓનલાઇન અને ઓફલાઇન (શાળામાં) રહેલા વિદ્યાર્થીઓને એક સાથે શીખવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ જેવી તકનીકનો ઉપયોગ કરે છે.
  • મિશ્રિત શિક્ષણ તેને કહેવાય છે જ્યારે પ્રશિક્ષક અથવા શિક્ષક વિદ્યાર્થીઓને શીખવવા માટે ઓનલાઇન અને ઓફલાઇન સંસાધનોનું સંયોજન કરે છે. કેટલીક પ્રવૃત્તિઓ પીસી શિક્ષણ મારફતે કરવામાં આવે છે, જ્યારે કેટલીક રૂબરૂ વર્ગખંડમાં.
  • હાઇબ્રિડ શિક્ષણમાં, તે વિદ્યાર્થીઓ પર આધાર કરે છે કે તેઓ પીસી સક્ષમ શિક્ષણ અને વર્ગખંડમાં રૂબરૂ શિક્ષણમાંથી કોઈ એકને પસંદ કરે.
  • બીજી તરફ, મિશ્રિત શિક્ષણમાં શિક્ષક દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન, વ્યક્તિગત પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે.
  • હાઇબ્રિડ શિક્ષણમાં, વ્યક્તિગત રીતે અને ઓનલાઇન શીખનારાઓ અલગ અલગ વિદ્યાર્થીઓ હોય છે.
  • જ્યારે મિશ્રિત શિક્ષણમાં, એક જ વિદ્યાર્થી વ્યક્તિગત અને ઓનલાઇન બંને વર્ગોમાં ભાગ લે છે.

જો કે બંને પ્રકારના મોડેલમાં પીસી સક્ષમ શિક્ષણ અને વ્યક્તિગત શિક્ષણનો ઉપયોગ થાય છે, પરંતુ તે બે અલગ અલગ મોડેલ છે. આવા સમયમાં, બંને લર્નિંગ મોડેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે એકદમ લાભદાયી છે.