મને લાગે છે કે માતાપિતાઓએ બાળકોને મદદ કરતી તકનીકીઓથી સભાન રહેવું જોઇએ

 

 

એકતા શાહ બે બાળકોની માતા છે, જેઓ Life of a Mother મારફત શબ્દો દ્વારા ફેરફાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

1) શિક્ષણ માટે પીસી – ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે લાભ મળી શકે છે?

શિક્ષણ માટે પીસી જીવનરેખા બની ચુક્યું છે. હાલના વર્ષોમાં મેં સખત ફેરફારો જોયા છે અને કેવી રીતે તકનીકી જ્ઞાનની વહેંચણી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કે જ્યાં શિક્ષકોની અછત શિક્ષણને પ્રભાવિત કરી શકે છે, ઑનલાઇન શિક્ષણ એક નવા સ્તર સાથે ઉપર આવ્યું છે. દૃશ્ય-શ્રાવ્ય રીત દ્વારા શીખવાની વિભાવનાઓ હમેંશા મૂલ્યોને વધુ સારી રીતે યાદ રાખશે અને સ્પષ્ટ સમજણ મેળવશે.

હું જ્યારે મારાં બાળકોને શૈક્ષણિક વિડીયોઝની સાથે ભણાવું છું ત્યારે તફાવત જોવું છું. તે ભણાવવા માટેની સરળ, એક મજાની રીત છે.

2) શું તમે તમારી જાતને ડિજિટલ પેરેન્ટિગ પ્રો ગણો છો?

હા, હું માનું છું, તમે એમાંથી છટકી શકો નહિં:) મને લાગે છે કે માતાપિતાઓએ બાળકોને મદદ કરવા માટે તકનીકીઓથી સભાન રહેવું જોઇએ. એમાં કોઇ શંકા નથી કે તકનીકીએ આપણાં જીવનને વધુ સરળ બનાવ્યા છે પરંતુ તેની એક બીજી બાજુ પણ છે જેને સંપૂર્ણ રીતે અવગણી ન શકાય. હું મારા બાળકને ત્યારે જ ચેતવી શકું જ્યારે હું તથ્યોને જાણતી હોંઉ. ઇંટરનેટ ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા ન હો. માતાપિતાએ ઇંટરનેટની સુલભતા સોંપતા પહેલાં તેમનાં બાળકોને માર્ગદર્શન આપવું જોઇએ.

3) તમે તમારા ભૂલકાઓ માટે શિક્ષણને મજાનું બનાવવા માટે શું કરી રહ્યાં છો?

ઈમાનદારીપૂર્વક, ક્યારેક તેઓ મારા કરતાં વધુ જાણે છે પરંતુ હું ખાતરી કરૂં છું કે હું તેમને મર્યાદિત પંક્તિઓમાં જવાબ ન આપું. મોટાભાગે, હું વાર્તા તરીકે વધુ રસપ્રદ બનાવવા માટે તેમાં મારા અનુભવને ઉમેરૂં છું. એક વધુ મહત્વની બાબત એ છે કે હું તેમનાં ભણવા માટે કે તેઓ જે પણ કંઈ જોઈ રહ્યાં હોય તેના માટે નાના સ્ક્રીનને ટાળું છું. તેની જગ્યાએ હું યોગ્ય અંતર સાથે જોવા માટેના સાચી અંગસ્થિતિમાં ડેસ્કટોપ અથવા લૅપટોપમાંથી કોઇ એકનો ઉપયોગ કરૂં છું.

4) તમારો બ્લૉગ “Life of a Mother” વિષયોની ભિન્નતાઓને સ્પર્શે છે – એ કઈ બાબત છે જેને દરેક માતાપિતાએ ધ્યાનમાં રાખવી જોઇએ?

આ ‘પરફેક્ટ’ શબ્દ ખૂબ જ ભયાનક છે અને જીવન પર અવાંછિત તાણ ઊભી કરી શકે છે. દરેક બાળક તેમની પોતાની ક્ષમતા - પૂર્ણતા અને અપૂર્ણતાના મિશ્રણ સાથે ભિન્ન છે. આપણે તેની સરખામણી ન કરીએ. સ્વીકાર્યતા ચાવી છે, તમારા પોતાની અપેક્ષાઓ મુજબ તેમને ઢાળવાનો પ્રયત્ન ન કરો! બાળકો કોઇપણ પ્રકારના ડર વિના તેમનાં માતાપિતાઓ સાથે દરેક વસ્તુની વહેંચણી કરવા માટે આરામદાયક હોવાં જોઇએ. તેમણે એ જાણવું જોઇએ કે ભૂલો કરવી એ જીવનનો એક ભાગ છે અને વ્યક્તિએ હકારાત્મક નોટ પર ચાલતા રહેવું જોઇએ.