સંવાદાત્મક (ઇન્ટરેક્ટિવ) શિક્ષણ પદ્ધતિની મદદથી બાળકો વધુ સારી રીતે શીખે છે

શિક્ષણ સતત બદલાતું રહે છે. બાળકો માટે ભણતરને મનોરંજક, આકર્ષક અને રસપ્રદ બનાવવા માટે કેળવણીકારો સતત નવી-નવી પદ્ધતિઓની શોધ કરી રહ્યાં છે. આમાંથી શિક્ષણની એક પદ્ધતિ છે – ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ; જે વર્ગની અંદર અને બહાર ઘણી પ્રભાવશાળી સાબિત થઈ છે.

ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ આ શિક્ષણ પ્રત્યે બહુજ વ્યાવહારિક અને વાસ્તવિક અભિગમ રાખે છે.

આ પ્રક્રિયા જ્ઞાન અને એપ્લિકેશનને સમજવા અને ગ્રહણ કરવાની પ્રક્રિયા છે, જે વિદ્યાર્થીઓમાં પાઠને આત્મસાત કરવા માટે તેમજ એની સાથે જોડાવા માટે પણ મહત્વપૂર્ણ છે.

બાળકને એક અસાધારણ અને અનોખો શૈક્ષણિક અનુભવ આપી શકાય તે માટે ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ કોર્સ મટેરિયલનું ટેક્નોલોજી સાથે એકીકરણ કરે છે.

 

 

ચાલો જોઈએ આ પ્રક્રિયા બાળકોને સારી રીતે શીખવા માટે કેવી રીતે મદદ કરે છે

1. આલોચનાત્મક વિચારશીલતા અને સમસ્યા ઉકેલવાની કુશળતા વધારે છે

જે બાળકોનો ખૂબ જ સક્રિય વાતાવરણમાં ઉછેર થયો હોય એવાં બાળકોની રુચિ બનાવી રાખવાની સાથે-સાથે આલોચનાત્મક વિચારશીલતાને સતેજ બનાવવાનું કાર્ય ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિની મદદથી પાર પડે છે, જે  વિશ્લેષણાત્મક તર્કના વિકાસ માટે એક પાયારૂપ ભૂમિકા ભજવે છે.

ઘણા બાળકોને ગણિત પ્રત્યે અણગમો હોય છે. સમસ્યા ઉકેલવાની કુશળતાને સુધારવામાં મદદ કરે એવી ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે.

 

2. આભાસી (વર્ચ્યુઅલ) ભૂમિકા ભજવવાની પ્રક્રિયા (રોલ પ્લે) બાળકોમાં વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવા માટેના કૌશલ્યો વિકસિત કરવા માટે મદદ કરે છે.

વિદ્યાર્થીઓને રોલ પ્લે અને ઇન્ટરેક્ટિવ ગેમ્સમાં તલ્લીન કરવાથી તેમની આંતરવૈયક્તિક, નેતૃત્વ, સમૂહમાં રમવાની અને સહયોગાત્મક કુશળતાઓના વિકાસમાં મદદ મળે છે. અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પ્રત્યે તેમનું ધ્યાન આકર્ષિત કરે છે.

'સ્ટાર ક્રાફ્ટ' જેવી કેટલીક ઑનલાઇન વ્યૂહાત્મક રમતો

પણ કાલ્પનિક અને વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે તેમની ક્ષમતા સુધારી શકે છે. આ રમતો યુઝર્સને  વ્યૂહાત્મક યોજના બનાવવા અને તેનો અમલ કરવાનું શીખવાડે છે.

હાર્વર્ડ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ અપ્લાઇડ સાયન્સેસમાં ફિઝિક્સ એન્ડ અપ્લાઇડ ફિઝિક્સના પ્રોફેસર એરિક મઝૂર, બલ્કાંસ્કી અનુસાર, કાર્યસ્થળોના માળખાં વધુ જૂથ-આધારિત બની ગયા છે; આવી સ્થિતિમાં ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ બાળકોને સમૂહમાં એકબીજાના સહયોગથી સફળતાપૂર્વક કામ કરવાનું શીખવાડે છે જે એક અનિવાર્ય કુશળતા છે.[1]

3. આ તેમને તેમના કામ તરફ વધુ એકાગ્ર અને સમર્પિત બનાવે છે.

ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ અત્યાર સુધીની સૌથી વધુ રુચિ બનાવી રાખતી શૈક્ષણિક પદ્ધતિ છે. બાળકો પાઠમાં તલ્લીન થઈ જાય છે, તેથી તેમની એકાગ્રતા અને સમર્પણ વધી જાય છે. કેટલીક ફ્લેશ ગેમ્સ જે ઑનલાઇન ઉપલબ્ધ છે તે બાળકોની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, તેમજ ઘણા બાળકો માટે તો ADHD ના ઇલાજ તરીકે પણ ઓળખાય છે.[2]

 

4. વિદ્યાર્થીઓને સર્જનાત્મક અને નવા ઉકેલો શોધવા માટે સક્ષમ બનાવે છે.

ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ એ "બે અને બે ચાર" જેવી નિયમિત શિક્ષણ શૈલી નથી. તે પુસ્તકોની બહાર નીકળવાનું સાહસ કરે છે અને પારંપારિક ગોખણપટ્ટીથી અભ્યાસ કરવાની પદ્ધતિઓથી ઘણી દૂર રહે છે. આ વિદ્યાર્થીઓને સુસંગત ટૂલ્સ તેમજ નવા ઉકેલો તૈયાર કરવા માટે સ્વતંત્રતા આપે છે. બાળકોને સમસ્યાઓ અને પાઠ્ય સામગ્રીઓની તપાસ કરવામાં પ્રવૃત્ત કરીને આ પ્રણાલી તેમને સ્પષ્ટ અને અસરકારક રીતે કેવી રીતે વિચારવું તે શીખવાડે છે.[3]

 

 

જ્યારે બાળકો ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિથી શીખે છે, ત્યારે તે વિભાવનાઓને વધુ સારી રીતે સમજે છે અને તેમને દૈનિક જીવનમાં અસરકારક રીતે લાગુ કરવા સક્ષમ બને છે. ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિનું સાચું ચિહ્ન એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત કન્ટેન્ટ (સામગ્રી) ગ્રહણ કરવાને બદલે તેનું સર્જન પણ કરે છે; જે ટેક્નોલોજીનાં યુગમાં મહત્વપૂર્ણ વિભાજક છે.

વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિ અને ત્યાર બાદ મહત્વપૂર્ણ પ્રાથમિક વિભાવનાઓથી પરિચય કરાવવા માટે પીસી એક અત્યંત શક્તિશાળી સાધન છે. માતા-પિતા હવે બાળકોના અભ્યાસ અને વિકાસમાં પીસીની ભૂમિકાનું મહત્વ સમજવા લાગ્યા છે અને તેમણે પીસીને તેમના ઘરોમાં આવકારવાની શરૂઆત કરી છે. જ્યારે પીસીનો શિક્ષણ માટે એક ટૂલ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે પીસી બાળકોને ભણતરનો આનંદ માણવા મદદ કરે છે અને તેમને હોંશિયાર, બુદ્ધિશાળી અને સર્જનાત્મક વ્યક્તિ બનાવે છે.

શુભમ નાશિકમાં રહે છે અને તે એક માધ્યમિક ધોરણનો વિદ્યાર્થી છે. તેના કમ્પ્યુટરને કારણે તેની શૈક્ષણિક વિભાવનાઓ સ્ફટિક જેવી સાફ અને સ્પષ્ટ છે. પીસી શિક્ષણને ખૂબ જ રસપ્રદ અને મજેદાર બનાવી દે છે અને શુભમ તેનું એક ઉદાહરણ છે.

 

                                                       

 

બાળકો માટે ઘણી ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક વેબસાઇટો ઉપલબ્ધ છે, જ્યાં તેઓ તેમની વિભાવનાઓને સારી રીતે સમજી શકે છે. ઉદાહરણ તરીકે, http://interactivesites.weebly.com/ જે વિદ્યાર્થીઓને નવી વિભાવનાઓને ઝડપથી આત્મસાત કરવામાં, તેમજ જૂની વિભાવનાઓનું પુનરાવર્તન કરવામાં મદદ કરે છે.