વર્ગખંડમાં દરરોજ

 

નોંધપાત્ર સમય માટે વિદ્યાર્થીઓની એકાગ્રતા જળવાઈ રહે અને વર્ગની બહાર જઈને પણ અવધારણાઓ ઘણા સમય સુધી વિદ્યાર્થીઓને યાદ રહી જાય એ રીતે સમજાવવી એ શિક્ષકોનો સૌથી મોટો પડકાર છે. આ અવરોધોને પાર કરવા માટે વર્ગખંડને એક એવું સ્થળ બનાવવામાં પીસી મદદ કરે છે જે જિજ્ઞાસા અને કલ્પનાશક્તિથી ભરપૂર હોય.

દરરોજ વર્ગખંડમાં "નવીનતા" કેવી રીતે લાવી શકાય તે અહીં જુઓ

1. વર્ચ્યુઅલ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટી એ વિદ્યાર્થીઓ સામે સંવાદ કરવા માટે એક નવું જ વિશ્વ રજૂ કરે છે. આ વાત એક દૂરના સ્વપ્ન જેવી લાગે છે, પરંતુ હવે ગુગલ કાર્ડબોર્ડ, પોલી અને બ્લોક્સ જેવા સરળતાથી સુલભ ટૂલ્સની મદદથી આ સ્વપ્ન હવે પૂરું થવાની અણીએ છે. આ ટૂલ્સ એક સંપૂર્ણ નવા અર્થ સાથે પારસ્પારિક શિક્ષણ પૂરું પાડે છે. તમારાં પાઠમાં વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રિપ્સ સામેલ કરીને વીઆરનું વર્ગખંડમાં શ્રેષ્ઠ એપ્લિકેશન શક્ય છે. ફક્ત કેટલાંક ક્લિક્સ સાથે, તમારાં વિદ્યાર્થીઓ તેમનાં વર્ગખંડના આરામદાયક વાતાવરણમાં વિશ્વની અજાયબીઓનો અનુભવ લઈ શકે છે, પછી ભલે તે આર્કટિક પ્રદેશ હોય કે થાર રણ!

2. ઑગ્મેન્ટેડ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટીની નજીકની કઝિન, ઑગ્મેન્ટેડ રિયાલિટી વાસ્તવિક વિશ્વ વિશે વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણને 'ઑગ્મેન્ટ' (ઉમેરો) કરે છે અથવા વધારે છે. તમારાં વર્ગખંડ માટે તેને શ્રેષ્ઠતમ બનાવવાનાં ઘણાં માર્ગ છે, તેમાંથી એક છે 'સ્કેવેન્જર હંટ'. વિદ્યાર્થીઓને ક્લૂ (સંકેત) આપવા માટે તમારી શાળાની ફરતે ટેક્સ્ટ કે ઈમેજિસ સ્વરૂપે ક્યૂઆર કોડ્સ ગોઠવો. આ ગજબની ટેક્નોલોજી વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે અને તેમને ભણવા પ્રત્યે ઉત્સાહિત બનાવે છે, અને તમને ખરેખર સીમા રહિત વર્ગખંડ બનાવવા દે છે.

3. કોડિંગ

દરેક વસ્તુઓ તકનીકી હોય તેવી લોકપ્રિયતા વધી રહી હોવાથી, તે માટે કમ્પ્યુટર સાયન્સનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. કોડિંગ એ મોટા ભાગની તકનીકીનું બિલ્ડિંગ બ્લૉક છે. કોડ કેવી રીતે કરવું એ વિદ્યાર્થીઓને ભણાવવાથી અનંત શક્યતાઓના દ્વાર ખુલી જાય છે. www.code.org કે www.codecademy.com જેવી વેબસાઇટ્સ પરના રિસોર્સિસ સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ છે અને તમારાં વિદ્યાર્થીઓ માટે મહાન પાયો પૂરો પાડે છે. JavaScript અને C++ આ કેટલીક શિખાઉ-મૈત્રીપૂર્ણ ભાષાઓ છે જેનાથી વિદ્યાર્થીઓ શરૂઆત કરી શકે છે.

આજની નવી આધુનિક તકનીકીના પરિચયમાં આવવાને કારણે અવનવાં વિચારોનો (આઇડિયાઓનો) સ્ત્રોત મળે છે. પીસી-સક્ષમ ટૂલ્સ અથવા તરકીબો એ વર્ગખંડમાં નવીનતા લાવવા તરફનું એક સુનિશ્ચિત પગલું છે. બીજું શું જોઈએ, ડિજિટલ શિક્ષણની સંસ્કૃતિને લીધે નિત્યક્રમ તૂટે છે અને આ તમારાં વિદ્યાર્થીઓને પ્રેરિત રાખવાના અનેક માર્ગમાંથી એક છે.