ઇબુક્સ વડે વર્ગખંડમાં પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે

 

મજા

શિક્ષણ

શું આ બંન્ને સાથે થઈ શકે?

બિલ્કુલ, થઈ શકે!

 

જ્યારે તમારી પાસે પીસી હોય અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે તમે જાણતા હો, તો વર્ગખંડમાં કમ્પ્યુટરનો અધિકતમ લાભ લેવાથી તમને કોઈ રોકી નહીં શકે!

 

શિક્ષણમાં પીસીનો સમાવેશ કરવાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ઇબુક્સ, ઇબુક્સ તમને વધુ સારી રીતે શીખવામાં કેવી રીતે મદદ કરી શકે તેની ઝલક અહીં આપેલી છે :

 

1. તમારા વિદ્યાર્થીઓ હવે ગમે ત્યાં અને ગમે ત્યારે અભ્યાસ કરી શકશે

ઇબુક્સ પોર્ટેબલ અને વજનમાં હલકી હોય છે, તેને કોઈ પણ જગ્યાએ લઈ જવી સરળ છે. તે વધારે જગ્યા રોકતી નથી અને બહુવિધ પાઠ્યપુસ્તકો સાથે લઈ જવાને બદલે તેનું સંચાલન વધુ સરળ છે. આ ઉપરાંત વિદ્યાર્થી પોતાની  ગતિથી અભ્યાસ કરી શકે છે અને જરૂર મુજબ પોતાના આરામ ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે છે. 

 

2. 24*7 સુલભ

ઇબુક્સને હમેશા ઇંટરનેટની જરૂર હોતી નથી. વિદ્યાર્થીઓ ઇબુક ડાઉનલોડ કરીને ઑફલાઇન બ્રાઉઝ કરી શકે છે, જેથી તેઓ ઇંટરનેટ વગર પણ અભ્યાસ કરી શકે. ઉપરાંત, આમ કરવાથી અન્ય કોઈ ખલેલ પણ નહીં હોય!

 

3. લવચીક લક્ષણો

ઇબુક્સનો ઉપયોગ સરળ છે – શા માટે તે અહીં આપેલું છે :

  • શોધી શકાય તેવું ટેક્સ્ટ
  • ટેક્સ્ટ બૉક્સમાં પેજ નંબર ટાઇપ કરીને નેવિગેશન
  • ભવિષ્યમાં સંદર્ભ માટે બુકમાર્કિંગ
  • જોતી વખતે તમે ઝૂમ ઇન અને આઉટ કરી શકો

 

4. એડ્યુટેનમેન્ટ! એડ્યુટેનમેન્ટ! એડ્યુટેનમેન્ટ! (શૈક્ષણિક મનોરંજન)

તમે ઇબુકમાં લિંક્સ પર ક્લિક કરી શકો જે પ્રેઝેન્ટેશન્સ અને વીડિયોઝ જેવા ઇંટરેક્ટિવ મીડિયા ખોલે. આની મદદથી તમારા વિદ્યાર્થીઓ વિભાવનાઓને સહેલાઈથી સમજી શકે અને વધુ સમય માટે યાદ રાખી શકે.

 

5. પ્રિટિંગના ખર્ચમાં બચત

ઇબુક્સ વાતાવરણને અનુકુળ હોય છે. આના લીધે પ્રિટિંગ પ્રોસેસ પૂર્ણપણે નીકળી જાય છે અને પ્રિટિંગનો ખર્ચ બચી જાય છે.

 

6. રીઅલ-ટાઇમ અપડેટ્સ

ઇબુકમાં તમે રોજેરોજ તમારો કંટેન્ટ અપડેટ કરી શકો છો. શિક્ષકો હમેશા તેમાં અદ્યતન માહિતી ઉમેરીને વિદ્યાર્થીઓને નવીનતમ શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરી શકે છે. આને લીધે પ્રક્રિયામાં સામેલ રીપ્રિટિંગનો ખર્ચ અને સમય બચી જાય છે.

 

7. આંખો પર સરળ

દિવસના સમય અનુસાર અને તેમની પસંદગીને આધારે વિદ્યાર્થીઓ સ્ક્રીનના બ્રાઇટનેસને ગોઠવી શકે છે. તેઓ ટેક્સ્ટનો ફોન્ટ પણ બદલાવી શકે છે જેથી તેઓની આંખો વધુ ન ખેંચાય.

 

ઇબુક્સ તૈયાર છે – નજીકના ભવિષ્યમાં શૈક્ષણિક અનુભવને પરિવર્તિત કરવા માટે – આ પીસી દ્વારા સક્ષમ એવું નવા પ્રકારનું શિક્ષણ છે જે તમને શિક્ષક તરીકે વિકસાવવા માટે સહાય કરે છે!