આ પગલાંને અનુસરીને તમારા બાળકને ઇંટરનેટ પર સુરક્ષિત રાખો

 

 

બધાં વાલીઓ વાસ્તવિક અને આભાસી વિશ્વમાં, પોતાના બાળકને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા ઈચ્છે છે.
આપણે બધા કોઈક ને કોઈક કામમાં વ્યસ્ત રહીએ છીએ, એવામાં સતત બાળકો પર નજર રાખવી અને તેમની દેખરેખ કરવી મુશ્કેલીભર્યું છે. શાંતિ મેળવવાનો સૌથી સારો ઉપાય છે પોતાની જાતને વાસ્તવિક અને અદ્યતન જ્ઞાનથી સજ્જ રાખવું. આ પગલાંઓને અનુસરો અને સલામતી સાથે, પોતાના બાળકને પીસીનો ઉપયોગ કરીને આગળ વધતું જુઓ.

1) શરૂઆતથી શરૂ કરો

આ શરૂઆતમાં વધુ સમય માગી લે તેવું છે પરંતુ અંતિમ પરિણામ સારું જ રહેશે. પહેલું કામ પહેલાં, તમારા પીસીમાં મલ્ટીપલ યુઝર્સ સેટ કરો, જેથી તમારું બાળક ન જોવા જેવી વેબસાઇટનો એક્સેસ ન કરી શકે. પછી, તમારી બ્રાઉઝર સેટિંગ્સમાં જાઓ અને રાઇટ એજ ફિલ્ટર ઉમેરો. છેવટે, ઝડપી એક્સેસ માટે પીસી-લર્નિંગ રિસોર્સેસને બુકમાર્ક કરો અને તમારું બાળક મુખ્યત્વે આજ વેબસાઇટ્સ પર જાય છે તેની ખાત્રી કરો. ઇંટરનેટને એક્સપ્લોર કરતી વખતે, તમે તમારા બાળક સાથે બેસી શકો છો અથવા તમારા બાળકની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે તમે દૂરથી જોઈ શકો તેની ખાત્રી કરો.

2) શેડ્યૂલ બનાવો

એક ઉત્પાદકતા તકનીક જે નિશ્ચિતરૂપે તમારા બાળક માટે કામ કરશે! ફક્ત તમારે એટલું જ કરવાનું રહેશે કે, મજા-મસ્તી અને શીખવા માટેનો સમય નિર્ધારિત કરી દો. જેથી તમને ખબર હોય કે તમારું બાળક ક્યારે શું કરે છે. જો સાંજે 4 થી 6 ગણિતનો સમય હોય, તો તમારે વધુ સામેલ થવાની જરૂર નથી. અને જો સાંજે 6 થી 6.30 યુટ્યુબનો સમય હોય તો – તમારા બાળકના પીસીને જો તમે દૂરથી પણ જોઈ શકો તો તમે તાણરહિત રહી શકો. જ્યારે પણ તમે આસપાસ ન હો, ત્યારે તમારે બદલે બાળકના મોટા ભાઈ-બહેનને આ કામ સોંપી શકો છો.

3) સાથે બેસો

આ એવી વસ્તુ છે જે દરેક વાલી એ નિયમિત પણે કરવી જરૂરી છે. આનાથી તમારું બાળક પણ ખુશ થશે અને તમે પણ એકાદ-બે નવી વસ્તુઓ શીખશો. સાથે મળીને રમતો રમવાથી લઈને લેખ વાંચવાની સાથે સાથે તમે અન્ય ઘણી પીસી એક્ટિવિટીઝ કરી શકો છો. પીસી રિસોર્સેસને સાથે મળીને એક્સપ્લોર કરવાથી, તમે જાણશો કે તમારા બાળક માટે શું નવું અને સારું છે.

શું યુટ્યુબ તમારા બાળકની મનગમતી સાઇટ છે? તો પછી, શીખવામાં મજા-મસ્તી ઉમેરવા માટે તેના બધાંજ શૈક્ષણિક વીડિયોઝનો લાભ લો -
https://www.dellaarambh.com/gujarati/post/this-is-how-you-can-make-youtube-safe-for-your-little-ones

હૈપ્પી લર્નિંગ!