શું તમે આર્ટ (કળા)ના ચાહક છો? તો અહીં આપેલ મજેદાર પીસી રિસોર્સેસ વાપરી જુઓ!

 

પ્રત્યેક બાળક કલાકાર હોય છે. પરંતુ ઉંમર વધ્યા પછી પણ તે કળાને કેવી રીતે જાળવી રાખવી તે એક સમસ્યા છે.

- પાબ્લો પિકાસો

 

તમારી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ વધારવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એટલે આર્ટ પ્રોજેક્ટ્સ. પીસી પર ઉપલબ્ધ એવા અનેક ડિજિટલ આર્ટ ટૂલ્સમાંથી કેટલાંક સારા ડ્રૉઇંગ ટૂલ્સની માહિતી અહીં આપેલી છે. તેમાંથી તમને જે ગમે તે પસંદ કરી શકો છો.

ચાલો તો ડિજિટલ આર્ટનો પુરેપુરો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જાઓ.

 

ઑટોડેસ્ક સ્કેચબુક

ઘણા સમયથી, ઑટોડેસ્ક સ્કેચબુક આ પીસીનો સૌથી સારો ડ્રૉઇંગ પ્રોગ્રામ છે. સ્કેચબુકના શ્રેષ્ઠ લક્ષણોમાંથી એક છે તેનો સરળ અને સ્પષ્ટ યુઝર ઇંટરફેસ, જે તમે ડ્રૉઇંગ બનાવતા હો તો તેની સાથે-સાથે વિલીન થઈ જાય છે અને તમે સહેલાઈથી કામ કરી શકો છો.

 

ક્રિટા

શું તમને આર્ટ ગમે છે? તો ક્રિટાની મદદથી તમારી કુશળતાઓને વધારો. કોઈ ઊભરતા કલાકારને આવશ્યક એવા બધા વ્યાવસાયિક ટૂલ્સ ક્રિટામાં ઉપલબ્ધ છે.

 

ઇંકસ્કેપ

નિર્માતાઓ માટે ઇંકસ્કેપ એ શક્તિશાળી ડ્રૉઇંગ છે. જો તમે ઇમેજિનરી વેક્ટર બનાવવા ઇચ્છતા હો તો ઇંકસ્કેપ તમારી માટે યોગ્ય છે. આ ટૂલમાં ઑબ્જેક્ટ ક્રિએશન, ઑબ્જેક્ટ મેનિપ્યુલેશન, કલર સિલેક્ટર, નોડ એડિટિંગ જેવી અનેક વિશેષતાઓ છે. 

 

પેંટ 3ડી

જો તમે ડ્રૉઇંગ શીખવાની નવી નવી શરૂઆત કરી હોય, અને ડિજિટલ ડ્રૉઇંગનો ઉપયોગ કરીને જોવું હોય, તો માઇક્રોસૉફ્ટ પેંટ 3ડી આ સારો વિકલ્પ છે. આ પ્રોગ્રામ વિંડોઝના ઉપકરણોમાં પહેલાંથી જ ઇન્સ્ટૉલ કરેલો હોય છે. આમાં અનેક વિવિધ બ્રશો અને સાધનો હોય છે જેનો વપરાશ કરીને તમે તમારી સર્જનાત્મકતા વધારી શકો છો.

 

ફાયર અલ્પાકા

આમાં લાઇટ ટૂલ અને મૂળભૂત વિશેષતાઓનું સુંદર મિશ્રણ છે. આ 10 ભાષામાં ઉપલબ્ધ છે અને વિંડોઝમાં સારી રીતે ચાલે છે. આ અતિશય સરળ ટૂલ છે જેમાં તમે શરૂઆતથી જ શીખીને તમારી કુશળતાઓનો વિકાસ કરી શકો છો.

 

નવિનતાસભર અને સારા ચિત્ર બનાવવાની સાથે સાથે સારા વિદ્યાર્થી હોવું પણ બહુ મહત્વનું છે. શાળાનો અભ્યાસ, અસાઇનમેંટ્સ, ઇતર પ્રવૃત્તિઓ આ બધામાં સંતુલન જાળવી રાખવું અતિશય મુશ્કેલ હોય છે, પરંતુ તમારી પાસે જો યોગ્ય સાધન હશે તો પ્રોડક્ટિવ બનવું એકદમ સરળ બની રહેશે