શું તમને સ્ક્રેબલ ગમે છે? અહીં આપેલી ટીપ્સની મદદથી આ ગેમમાં મહારથ મેળવો.

 

 

સ્ક્રેબલ તો બધા જ રમી શકે છે પરંતુ આ ગેમ જીતવાની મજા જ કંઈક અલગ છે. સ્ક્રેબલ રમવાથી તમારું શબ્દભંડોળ તો સુધરશે જ પણ સાથે-સાથે તમારી કુશળતામાં વધારો થશે, તમે વ્યૂહરચના ઘડવામાં સચોટતા મેળવશો તેમજ પ્રત્યેક સમયે યોગ્ય શબ્દોની પસંદગી સારી રીતે કરી શકશો. 

શું તમારી ગેમ ને સુધારવી છે? તો આગળ વાંચો...

 

“ish” વાળા શબ્દો સાથે રમો – અને બમ્પર સ્કોર મેળવો!

શું તમને બમ્પર સ્કોર જોઈએ છે? તો, કોઈપણ શબ્દ પછી “ish” શબ્દ ઉમેરવાથી સહેલાઈથી તમારા સ્કોરને વધારી શકાશે. ઉદાહરણ તરીકે, child નું childish, warm નું warmish, sheep નું sheepish અને વધુ.

 

શરૂઆતથી જ શ્રેષ્ઠ રમત રમો.

સામાન્ય રીતે, આપણે અક્ષરના શ્રેષ્ઠ સંયોજનોને છેવટ માટે બચાવી રાખીએ છીએ કારણકે આપણા સ્પર્ધકો પોઈન્ટ છીનવી લેશે એવો ડર આપણને હોય છે. પરંતુ, આપણા શ્રેષ્ઠ મુવ્સને શરૂઆતથી જ રમવા એ વધારે સારું રહેશે જેથી દરેક શબ્દ સાથે સતત મોટો સ્કોર મેળવી શકાય.

 

“Benjamin” રમો આ ફક્ત એક નામ જ નથી!

Brick નું airbrick થશે.

Jump નું outjump થશે.

Away નું flyaway થશે.

મૂળભૂત રીતે, તમે બોર્ડ પર પહેલેથી જે પાંચ-અક્ષરનો શબ્દ છે તેમાં બીજા ત્રણ અક્ષરનું એક્સટેન્શન ઉમેરો છો.

 

ત્રણ અક્ષરના શબ્દોથી રમો – મોટા શબ્દોનો વધારે ઉપયોગ ન કરો.

કેટલીક વખત, આપણે મોટા-મોટા શબ્દોમાં એટલાં ખોવાઈ જઈએ છીએ કે ત્રણ અક્ષરના શબ્દોના પાવરને ભૂલી જઈએ છીએ. ત્રણ-અક્ષરના શબ્દનો ઉપયોગ કરવો એ ઉચ્ચ-સ્કોર ટાઇલ્સ મેળવવા માટેનો સૌથી ઉપયોગી માર્ગ છે, ખાસ કરીને ડબલ કે ટ્રીપલ લેટર સ્ક્વેર પર પાવર ટાઇલ મેળવીને.

 

તમારા “E” અને “S” સાથે સાવચેતીથી રમો.

તમારા “S” અને “E” ને સાવચેતીથી મૂકો કારણકે દરેક સેટમાં ફક્ત ચાર જ “S” અને “E” હોય છે. અને ઘણા શબ્દોમાં s અને e સાથે હોય છે – એટલે તમારે વધારે સાવચેત રહેવું પડશે.

હવે તમે સ્ક્રેબલની મૂળભૂત બાબતોથી વાકેફ છો – તો તમારા પીસી પર અહીં આપેલી સ્ક્રેબલ ગેમ્સ સાથે રમવા માટે તૈયાર થઈ જાઓ :

Funky Potato

Scrabble Sprint

Lexulous

શું વધુ રમવાની સાથે-સાથે તમારી ટાઇપિંગ કુશળતાઓને પર્ફેક્ટ કરવાનો ઈરાદો છે? તમારી ટાઇપિંગ સ્પીડનો મહત્તમ ઉપયોગ કરવા માટે આ સૂચી પ્રારંભ બિંદુ છે.