મારી પુત્રી અક્ષરો શીખવા માટે પીસીનો ઉપયોગ કરે છે

 

 

સ્નેહા જૈન https://blogsikka.com મલ્ટિટાસ્કિંગ મૉમ બ્લૉગર છે. તેણી 12 વર્ષથી માઇક્રોબાયોલૉજિસ્ટ છે અને તેણે સંશોધન પણ કર્યાં છે. તેણી એક સમર્પિત ટૅક પ્રેમી છે અને 18 વર્ષથી પીસીનો ઉપયોગ કરી રહ્યાં છે.

1) શિક્ષણ માટે પીસીનો ઉપયોગ કરવા અંગે તમારૂં શું માનવું છે?

હું કહીશ કે નવી વસ્તુઓ શીખવા માટે પીસી એક આશ્ચર્યજનક અને આંતરક્રિયાત્મક રીત છે. તે આપણને નાની વયે વધુ વસ્તુઓ શીખવા અને ઝડપથી વિકસવા માટે મદદ કરે છે. પીસીનો ઉપયોગ હંમેશા માતાપિતાના નિરીક્ષણ હેઠળ મર્યાદિત કલાકો માટે કરવાની ભલામણ કરવામાં આવે છે.

2) માતાપિતા તરીકે, શિક્ષણનું ભાવિ તમને કેવું જણાય છે?

સિક્કાની હંમેશા બે બાજુઓ હોય છે. હું એ ધ્યાન રાખું છું કે બાળકો જે રીતે શીખે છે તે ભિન્ન અને આંતરક્રિયાત્મક હોય અને તે પ્રમાણે આભાસી શિક્ષણ (વર્ચ્યુઅલ લર્નિંગ) વધતું રહે પરંતુ આજની પેઢી એટલી ઝડપી છે કે તેઓને બધું જ ઝડપથી શીખવું છે અને તે માત્ર પીસી અને ઇંટરનેટ દ્વારા જ કરી શકાય છે.

3) તમે તમારા ભૂલકાંના શિક્ષણ માટે પીસીનો ઉપયોગ કેવી રીતે કરો છો?

મારી દિકરી અક્ષરો, નવી કવિતાઓ અને પ્રાણીઓ, રંગો અને ઘણું બધું શીખવા માટે પીસીનો ઉપયોગ કરે છે.

મને લાગે છે કે શિક્ષણ પીસીના અગાઉના યુગની સરખામણીમાં સરળ બન્યું છે. હું તેને ક્રાફ્ટ અને જીવનના સિદ્ધાંતો અને કાયદાઓ શીખવવા વિડીયો અને એનિમેશનનો ઉપયોગ કરીને લાઇવ વિડીયોનો ઉપયોગ કરીને શીખવું છું. હું જાણું છું કે સમય જતાં તેને વ્યસન થઈ જશે પરંતુ મેં તેનાં માટે સીમા સુયોજિત કરી છે જેથી મને ખાતરી રહે કે તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ રહ્યો છે નહિં કે આત્યંતિક રીતે. મૂળભૂત રીતે, પીસીનું ઘરમાં હોવું જરૂરી છે કેમ કે હું મારી પરીને વર્ડ પર લખતાં અને પેઇન્ટમાં દોરતાં શીખવું છું. પીસી માત્ર આટલું જ શીખવતું નથી, પરંતુ તે મને તેણીની માટે વર્કશીટ્સ બનાવતા અને ઘરકામ તરીકે આવતી અભ્યાસ સામગ્રીને ડાઉનલોડ કરવામાં પણ મદદ કરે છે. પીસી મને તેને રંગ પૂરવા માટે ભિન્ન પ્રકારના ખાલી સ્કૅચ મેળવવામાં મદદ કરે છે. તેણી કેવી રીતે ચિત્રો દોરવા, ક્રાફ્ટ, અને વસ્તુની ડીઝાઇન તૈયાર કરવી તે શીખે છે. માત્ર એટલું જ નહિં, હું મારાં પીસીમાં ઘણી બધી શૈક્ષણિક સીડી પણ પ્લે કરૂં છું જેથી વાસ્તવિક વિઝ્યુલાઇઝેશન સાથે વિભાવનાઓને સમજી શકે.