માધ્યમિક શાળા માટે નવી પીઢીના #BackToSchool Essentials

આ વર્ષે ફરી એ સમય આવી ગયો છે. તમારું બાળક ફરીથી શાળામાં એક નવું વર્ષ શરૂ કરવા તૈયાર છે. નવું વર્ષ પોતાની સાથે નવી અપેક્ષાઓ, પડકારો અને ઉત્તેજના પણ લાવે છે. ઉનાળો પૂરો થવામાં છે, શાળાના નવા વર્ષ માટેની ધારણાઓ ઊંચી છે. નવા મિત્રો, નવા વિષયો અને શાળાની નવી અનિવાર્ય વસ્તુઓ આ બધી વાત માટે અપેક્ષાઓ અસીમ છે.  

નવું બેક-પેક (દફ્તર) પસંદ કરવાથી લઈને પરફેક્ટ પેન્સિલ બૉક્સ શોધવા સુધી, લગભગ બધા બાળકોની દર વર્ષે શાળા શરૂ થાય તે પહેલાં અનિવાર્ય વસ્તુઓની લાંબી યાદી તૈયાર કરેલી હોય છે. પરંપરાગત યાદી પર અમારો નજરિયો અહીં આપેલો છે. આ #BackToSchool Essentials સાથે, તમારું બાળક નવા શૈક્ષણિક વર્ષનો સામનો કરવા તૈયાર થઈ જશે.

 

1. એક પીસી

એવા ઘણા સંશોધનો થયાં છે જે દર્શાવે છે કે કમ્પ્યુટરના ઉપયોગને લીધે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં લાભ થાય છે. ફક્ત એટલું જ નહીં, #BackToSchool Essentialsની યાદીમાં પણ પીસીનું પ્રથમ સ્થાન છે કારણ કે 21મી સદીમાં શિક્ષણ માટે પીસી એક મૂલ્યવાન સાધન છે. પીસીને લીધે વિદ્યાર્થીઓ માહિતીના વિશ્વમાં સહેલાઈથી પહોંચી શકે છે

 

2. USB ડ્રાઇવ

વાયરલેસ ટેક્નોલોજીને લીધે, જ્ઞાન હવે કોઈપણ જગ્યાએ મળી શકે છે. USB ડ્રાઇવને લીધે ઘરથી શાળા અને બીજે ક્યાંય પણ રિસોર્સેસ લઈ જવાનું બહુ જ સહેલું થઈ ગયું છે. અને USB ડ્રાઇવ બાળકો જે કામ કરે છે તેનું એક બૅકઅપ હોય તે સુનિશ્ચિત કરે છે.

 

3. પ્લાનર

બાળકોને પોતાના સમયનો સદ્દઉપયોગ કેવી રીતે કરવો તે માટેની શિખામણ આપવી બહુજ જરૂરી છે. બાળક સામે એક સુંદર પ્લાનર અથવા ડાયરી હશે તો તે પેનથી પેપર પર લખીને તેની પ્રવૃત્તિઓને અગ્રતાનુસાર લખશે. આમ તે પોતાના સમયનો પૂરો સદ્દઉપયોગ કરશે.

 

4. પ્રિંટર

દરેક પરિવારને એક સારા પ્રિંટરની જરૂર હોય છે, એવું પ્રિંટર જે બુક રિપોર્ટ્સ માટે ઇમેજિસ સ્કેન કરી શકે, છેલ્લી ઘડીએ હોમવર્ક અને અસાઇનમેંટ કરવા માટે ટેક્સ્ટના પેજિસ ઝડપથી તૈયાર કરી શકે અને  અચાનક આવતું બીજું કોઈપણ પેપરવર્ક કરી શકે.  

 

5. Edurite

તમારાં બાળકને એવા ટૂલ્સ પૂરા પાડવા બહુ જ જરૂરી છે જે તેના જ્ઞાનમાં વધારો કરી શકે. Edurite એક લર્નિંગ પોર્ટલ છે જે દેશભરના વિવિધ બોર્ડ્સમાં વિદ્યાર્થીઓ માટે સ્વ-અધ્યયન માટે લર્નિંગ ટૂલ્સ પૂરા પાડે છે. આ એક જરૂરી સામગ્રી છે, જે પૂરા વર્ષમાં શાળામાં ભણવા માટે મદદ મળી રહે તેની ખાતરી આપશે.

#DellAarambh નો ઉપયોગ કરીને ટ્વીટ કરો અને અમને તમારી #BackToSchool અનિવાર્ય સામગ્રીની યાદી જણાવો.