આગળ સફળ સત્ર માટે ઓનલાઇન શિક્ષણની ટીપ્સ

જેમ જેમ વિશ્વ ઓનલાઇન શિક્ષણ સાથે ઝઝૂમી રહ્યું છે, વિદ્યાર્થીઓ માટે તેમના નવરાશના સમય અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું છે. વર્ગખંડ અને ઘરના વાતાવરણ વચ્ચેનો તફાવત વિદ્યાર્થીઓ માટે પડકારજનક હોય છે કારણ કે જ્યારે ઘર વર્ગખંડમાં ફેરવાય છે ત્યારે વિલંબ થવામાં વાર નથી લાગતી. વર્ગમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન સુનિશ્ચિત કરવા માટે તમે અહીં આપેલી કેટલીક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી શકો છો

વિક્ષેપો ઘટાડો:

અભ્યાસ માટે સારું વાતાવરણ બનાવતી વખતે, વિક્ષેપો ઘટાડવાનું અને તમારી રમતોને અભ્યાસ દરમિયાન દૂર રાખવાનું સુનિશ્ચિત કરો. શિક્ષક પર ધ્યાન આપવું અને તમારો વીડિયો ચાલુ રાખવો. સહાધ્યાયીઓને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરો. જે તમને અભ્યાસ માટે આરામદાયક વાતાવરણમાં એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરશે. 

પ્રશ્નો લખો:

જો કોઈ પણ પ્રશ્નો હોય તો ક્લાસ પછી શિક્ષકને આ પ્રશ્નો ઇમેઇલ કરો. ક્લાસ દરમિયાન નોંધ લખવાથી તમે સમગ્ર લેક્ચરમાં ધ્યાન આપી શકશો.

જોડાવો:

વર્ગમાં તમારા ઇનપુટ્સ આપવામાં શરમ ન અનુભવો. આકર્ષક અને ઇન્ટરેક્ટિવ સત્રને કારણે તમારી અભ્યાસમાં રુચિ જળવાઈ રહેશે અને તે વર્ગને વધુ મનોરંજક અને સફળ બનાવશે. પલંગ પર ન બેસો કારણ કે તેનાથી મગજ સુસ્તી અનુભવે છે. ઓનલાઇન વર્ગમાં પલંગથી દૂર  અધ્યયન ટેબલ પર સીધી સ્થિતિમાં ટટ્ટાર બેસવું એ ખાતરી કરે છે કે તમે સમગ્ર લેક્ચરમાં ઉત્પાદક અને સક્રિય રહો છો.

મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો:

મોબાઇલ ફોનનો ઉપયોગ નવરાશના ઉપકરણ તરીકે થાય છે અને જો તમે ઓનલાઇન વર્ગમાં તમારા ફોન પરથી જોડાવ તો મહત્ત્વના મુદ્દા છૂટી જવાની સંભાવના રહે છે. પીસી અથવા લેપટોપ પરથી વર્ગોમાં ભાગ લો જેથી તમે પેન અને કાગળ વિના જ તેના પર મહત્ત્વના મુદ્દાઓની નોંધ લઈ શકો છો. ડેલ સાથે ઘરેથી શીખવાની લવચીકતાનો આનંદ માણો.

વર્ગખંડના વાતાવરણને અસરકારક બનાવવા માટે આ તકનીકોનો ઉપયોગ કરો. ઘર અને વર્ગખંડ વચ્ચેના સ્પષ્ટ વિભાજનને કારણે તમે સારી રીતે આરામ પણ કરી શકશો. વધુ શીખવા માટે અમારા વેબિનારમાં જોડાઓ:

 https://www.dellaarambh.com/webinars/