PC તમારા બાળકનું વિશ્વ દર્શન કેવી રીતે વિસ્તૃત કરે છે

 

દુનિયા કુદકે અને ભૂસકે વૈશ્વિક બની રહી છે. ટેક્નોલોજીના આગમન અને વિશદ ઉપયોગથી આપણે રાષ્ટ્રો વચ્ચે સીમાઓ પાર કરી રહ્યા છીએ અને વિશ્વ સંસ્કૃતિઓનું એક સ્થાન બની રહ્યુ છે

 

આ નવી દુનિયામાં PCs એ લોકોનું વિશ્વ દર્શન વિસ્તૃત બનાવવામાં એક આવશ્યક ભૂમિકા ભજવી છે. તમારા બાળકોના આ નવ-યુગ વિશ્વ પ્રવેશ સાથે જ તેઓને વિશ્વ દર્શન વિસ્તરવા PC સમર્થિત શિક્ષાના ફાયદાઓના અનુભવની અને ભવિષ્યના સફળ નાગરિક બનાવવાની જરૂરત રહે છે.

 

PC તમારા બાળકને પોતાના ઘરની સુખ સુવિધામાંથી અન્ય રાજ્ય કે દેશમાં વસ્તુત: સાહસ કરવા દેવા માટેનું એક પ્લેટફોર્મ આપે છે. આ તેમને અન્ય દેશોની નવી સંસ્કૃતિઓનું ફરીને નિરીક્ષણ કરવા દે છે, ઐતિહાસિક સ્થાનો, વન્યજીવન માટેના આુરક્ષિત સ્થાનો, યાત્રા-સ્થળો, સ્મારક ચિહ્નોનું નિરીક્ષણ કરવા દેવા સહિત વિવિધ બાબતો શીખવા દે છે.

 

PCs બાળકોને અનોખી માહિતી માત્રા, પાકશૈલી, ભાષાઓ અને દુનિયાના અન્ય ભાગના તહેવારો વિષે તેમની કુતૂહલતા જગાડતી ઢગલાબંધ માહિતી પણ આપે છે. આ તમારા બાળકોને તેઓ જે જાણે છે તે દુનિયાની બહાર ડોકિયું કરવા દે છે અને તેમને એક મોટા ચશ્મા સાથે જોવા દે છે.

 

શરમાળ બાળકોને એ જ દેશના સ્થળો વિષે જાણવા મળે છે કે જેની તેમણે જાત- મુલાકાત લીધી ન હતી કે જે તેમના પોતાના દેશના અવલોકનને વિસ્તૃત બનાવતુ હોય. યુવા ગ્રામીણ સ્થળોમાં ખૂબ મોટા શહેરી વિસ્તારના ઉપનગરો વિષે જાણી શકે છે જયારે નાના બાળકો ખેતરો અને જંગલ વિષે જાણી શકે જે તેમના માટે અજાણ્યા છે.

 

આવું શિક્ષાણ અને બધી દિશામાં હરી-ફરીને આંતર ક્રિયા-પ્રતિક્રિયાઓ તમારા બાળકને, જે કુતુહૂલપ્રિય, આતુર અને હમેશા જ્ઞાન પિપાસુ છે, તેને વૈશ્વિક નાગરિક બનવામાં મદદ કરે છે. તમારે આટલું જ કરવાનું છે તેમનામાં PC એજ્યુકેશન મારફત એક ચિનગારી પ્રગટાવો અને જુઓ તેમની કુતૂહલતા અને રસ કેવો અગ્નિ પ્રગટાવે છે.

 

તમે આ જાણો તે પહેલા, તમારું બાળક તમને દેશો અને સંસ્કૃતિઓ વિષે હકીકતો કહેતું હશે કે જેની તમને ખબર જ ન હતી, જે હવે આ પ્રક્રિયામાં તમારું પોતાનું વૈશ્વિક અને સાંસ્ક્રુતિક જ્ઞાન વ્રધ્ધિ પામી રહ્યું છે અને વિસ્તૃત થઈ રહ્યું છે.