પીસી-સક્ષમ અભ્યાસ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવી રહ્યો છે

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં શિક્ષણ પદ્ધતિસરની સુધારણામાંથી પસાર થઈ રહ્યું છે, પીસી લર્નિંગ આગામી વર્ષોમાં શિક્ષણનું કેન્દ્ર બન્યું છે.

પીસી શિક્ષણ સાથે ભારતનો ઘણો લાંબો ઇતિહાસ છે, દેશમાં કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણની શરૂઆત 1963 માં કરવામાં આવી હતી.1 ત્યારથી, હાઇ સ્પીડ ઇન્ટરનેટના વ્યાપના કારણે દેશભરમાં ઑનલાઇન શિક્ષણ અપનાવવામાં આવ્યું છે, જાન્યુઆરી 2020 સુધીમાં ભારતમાં આશરે 688 મિલિયન સક્રિય ડિજિટલ વપરાશકારો છે.2

અત્યારે, ભારત ઈ-શિક્ષણની બાબતમાં દુનિયામાં બીજા નંબરનું બજાર છે, લગભગ 9.5 મિલિયન વપરાશકર્તાઓ અને 1.96 બિલિયન ડોલરનો 2021 સુધીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.3


પીસી-સક્ષમ શિક્ષણ શું છે
?

પીસી શિક્ષણ વિદ્યાર્થીઓને ઓડિયો અને દેખિતાં માધ્યમ દ્વારા સમજવામાં અને યાદ રાખવામાં મદદ કરે છે, જે વર્ષો જૂની ગોખીને શીખવાની પદ્ધતિ કરતાં એકદમ અલગ છે. આ શૈક્ષણિક અને માહિતીસભર રીતે ભણવાથી વિદ્યાર્થીઓ વિષયને સમજી શકે છે, તેમને ખાલી યાદ રાખવાની જરૂર નથી પડતી.

 

 

વધુમાં, પીસી વિદ્યાર્થીઓને આના માટે સક્ષમ કરે છે-

 

  • દુનિયાભરના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો
  • હાલની સમસ્યાઓને હલ કરવા કઈંક હટકે અને બધાંથી અલગ રસ્તા શોધો
  • એ રીતથી શીખો જે સૌથી વધારે ફાવે ઓડિયો, વીડિયો, લખાણ કે ગ્રાફિક
  • પ્રોજેક્ટ્સ પર કામ કરતી વખતે વિચારોને સહયોગ અને શેર કરીને સાથીદારો પાસેથી શીખો
  • યોગ્ય સમયે, ઘરમાં સગવડ પ્રમાણે શીખો        
  • ગુણ ભેગા કરવા હેતુને યાદ રાખવાની જગ્યાએ તરત જ શંકાઓનું સમાધાન કરો
  • દુનિયાભરના રાજકિય, સામાજિક અને આર્થિક સમાચારોથી વાકેફ રહેવું

 

દેશ તરીકે, પીસી-સક્ષમ શીખવાની વાત આવે ત્યારે આપણે કૂદકો લગાવ્યા અને બાઉન્ડ્સ બનાવ્યા, જો કે, હજી અમારે આગળ જવા માટે ઘણી લાંબી મજલ બાકી છે. જ્યારે 2019 ના બીજા ક્વાર્ટરમાં 3.4 મિલિયન પીસી યુનિટ્સ મોકલવામાં આવ્યા હતા, દેશમાં પીસીનો એકંદર પ્રવેશ હજી પણ 10% કરતા પણ ઓછો છે.4

 

આપણું સમાધાન?

 

ડેલ આરંભ - પાન-ઇન્ડિયા પીસી માતા-પિતા, શિક્ષકો અને બાળકોને ડિજિટલ ભારતમાં સફળતાપૂર્વક આગળ વધવા વધારે સારા શિક્ષણ માટે પીસીનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવાડે છે.

અમારી ડેલ ચેમ્પ્સ સ્કૂલના સંપર્ક દ્વારા રચનાત્મકતા ખીલવવા, જટિલ વિચારસરણી અને જટિલ સમસ્યા હલ કરવામાં મદદ કરવા માટે લગભગ 1.5 મિલિયન વિદ્યાર્થીઓ જોડાઇ ચૂક્યા છે.

4,793 શાળાઓને લાભ મળ્યો. 91,351 શિક્ષકોને ટ્રેનિંગ આપી સર્ટિફિકેટ આપ્યાં, અને 1,29,362 માતાઓને ટ્રેનિંગ આપી, અમે દેશમાં ભાવિ-તૈયાર શિક્ષણ ક્ષેત્રને સક્ષમ બનાવવા માટે પીસી પ્રવેશ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.