પીસી ફોર એજ્યુકેશન 1- ટેક્નોલોજીની મદદથી ગણિત વધુ સારી રીતે ભણાવવું

ભણાવવા માટે ગણિતને એક જટિલ વિષય માનવામાં આવે છે. કારણ કે, ગણિતને અસરકારક રીતે શીખવવા માટે, શિક્ષકે બાળકોને સક્રિયરૂપે પરોવાયેલાં રાખીને વિભાવનાને સમજવા માટે તેમજ સવાલોને ઉકેલવા માટે ઘણી તકો પૂરી પાડવી પડે છે.

 ઘણી વખત, શાળામાં બાળકો ખાસ કરીને તેમનાં પછીના વર્ષોમાં, વિષયના ટેકનિકલ સ્વરૂપને કારણે થોડાં ડરી જાય છે. ગણિત ભણાવતી વખતે વર્ગમાં ટેક્નોલોજીનો સમાવેશ કરવાને લીધે એકવિધતા ઘટાડી શકાય છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગણિતને શિક્ષકો અને બાળકો બન્ને માટે વધુ રસપ્રદ અને પરસ્પર સંવાદાત્મક બનાવી શકાય છે.

તો ચાલો જોઈએ, ગણિતને સારી રીતે ભણાવવા માટે કયા સાધનો અને વેબસાઇટ્સનો વપરાશ કરી શકાય?

1. Mathpickle.com
Mathpickle.com આ શિક્ષકો માટે પ્રાયોગિક સંસાધન છે. તેમાંના આકર્ષક કોયડાં અને રમતો વિદ્યાર્થીઓને અઘરા પ્રશ્નો ઉકેલવા માટે જકડી રાખે છે. ધોરણ અને વિષય દ્વારા સંગઠિત – દરેક કોયડો 45-60 મિનિટ સુધી ચાલે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 

ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓને સામાન્યતઃ ઘડિયાનું પુનરાવર્તન કરવાનું ગમતું નથી. તમે તમારા વિદ્યાર્થીઓને મૅથપિકલની રાઉન્ડ ટાવર નામની પરસ્પર સંવાદાત્મક અને મનોરંજક રમતની મદદથી ઘડિયાનું પુનરાવર્તન કરતા રહેવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. 

2. PatrickJMT

PatrickJMTના ફ્રી મૅથ વિડિયોઝ આ YouTube ની સૌથી લોકપ્રિય શૈક્ષણિક ચેનલોમાંથી એક છે, જેનાં 150,000થી પણ વધારે સબ્સ્ક્રાઇબર્સ છે. આના યજમાન (હોસ્ટ) પૅટ્રીક જેએમટી, એક સામાજિક મહાવિદ્યાલયના ગણિતના અધ્યાપક છે. તે તેમના જ્ઞાનને બાળકો સાથે વહેંચવા ઈચ્છે છે જેથી વ્યૂઅર્સ શાળામાં સારા ગુણ મેળવી શકે. Patrick JMT ની ફ્રી મૅથ ચેનલમાં અસંખ્ય પ્લેલિસ્ટ્સ છે, જે મૂળભૂત અપૂર્ણાંકોથી લઈને અદ્યતન લઘુગુણકો (લૉગરિધમ) જેવા વિષયોની વ્યાપક શ્રેણી પર ફોકસ કરે છે. જટિલ વિષયોને સરળ અને સહજ રીતે સમજાવવા માટે શિક્ષકો આ વિડિયોઝનો ઉપયોગ કરી શકે છે. 

3. Math-salamanders.com

બાલવાડી અને પ્રાથમિક શાળાના ગણિતના શિક્ષકો, તમારી સહાયતા કરવા માટે મૅથ સૅલૅમૅન્ડર્સ આવી ગયું છે. 

બાળકો માટે પરીક્ષાઓ અને કસોટીઓ તૈયાર કરવી એ ક્યારેક કઠિન લાગે છે. પરંતુ મૅથ સૅલૅમૅન્ડર્સ બાલવાડીથી પાંચમાં ધોરણ સુધીના બાળકો માટે, ગણિતના દરેક મુદ્દા પર પ્રશ્નો અને દાખલાઓ આપીને તેને બહુ જ સહેલું બનાવે છે. તે માનસિક ગણિત પર પણ કસોટીઓ પૂરી પાડે છે, જેથી બાળક અભ્યાસક્રમમાં આવરેલાં વિષયો કરતાં પણ વધુ શીખી શકે અને અભ્યાસ કરી શકે. તેમાં સહેલાંથી અઘરા એમ કઠિનાઈનાં વિવિધ સ્તરો આવેલાં છે જેના લીધે શિક્ષકોને વર્ગમાં કસોટી તૈયાર કરતી વખતે ઘણા વિકલ્પો મળી રહે છે.

મૅથ સૅલૅમૅન્ડર્સમાંથી માનસિક ગણિતની એક શીટ અહીં આપેલી છે.

4. Desmos

ડેસ્મૉસ એક અતિ ઝડપી ઑનલાઇન કેલ્ક્યુલેટર છે, જે કોઈપણ કલ્પનીય ફંક્શનનો આલેખ બનાવી શકે છે. તે યુઝરને સ્લાઇડર ઉમેરવા, રિગ્રેશન કરવા અને અન્ય વસ્તુઓ વચ્ચે સમગ્ર ડેટા ટેબલને દોરવાની પરવાનગી આપે છે. યામ ભૂમિતિ અને રૈખિક સમીકરણો જેવી જટિલ અવધારણાઓને ભણાવતી વખતે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓને જકડી રાખવું મુશ્કેલ થઈ જાય છે, અહીં ડેસ્મૉસ તમારી મદદ કરશે. આ ટૂલ વિદ્યાર્થીઓને વર્ગમાં જકડી રાખીને તમને ચોપડીઓમાંથી બહાર નીકળવામાં અને તમારા વિદ્યાર્થીઓને અદ્યતન માહિતી પૂરી પાડવા તમારી મદદ કરે છે. 

 

ગણિતને ફક્ત રસપ્રદ જ નહીં પરંતુ પરસ્પર સંવાદાત્મક બનાવવા માટે અને તમારા વિદ્યાર્થીઓને જકડી રાખવા માટે આ સરળ ટૂલ્સનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓને વર્ગમાં મૌજ-મસ્તી કરવાની પરવાનગી આપવાની સાથે-સાથે તેમને પડકાર આપો અને તેમના કૌશલ્યોની કસોટી લો. ગણિત શીખવું આટલું મનોરંજક ક્યારેય ન હતું.