શિક્ષણ માટે પીસી: નવાં શિક્ષકો માટે અનિવાર્ય

 

સૌપ્રથમ અને સૌથી અગત્યનું, તમારી પ્રથમ શિક્ષણ કામગીરી માટે અભિનંદન! તમે સહાયક શિક્ષક, એક અવેજી અથવા વરિષ્ઠના છાયા શિક્ષક હો તેમ બની શકે છે – ગમે તેમ પરંતુ આ તમારી શિક્ષણ કારકિર્દી માટે એક ઉત્તેજનાપૂર્ણ ક્ષણ છે. સ્ટેશનરી, પાઠયપુસ્તકો અને અભ્યાસક્રમ સામગ્રીની સાથે સાથે પીસી પણ એક મહત્વની ભૂમિકા અદા કરે છે. શા માટે, તેનું કારણ અહીં આપવામાં આવ્યું છે:

1. લેસન પ્લાન પ્રો બનવા માટે

અગ્રિમ આયોજન અને વર્ગખંડમાં જે પણ કંઈ સામે આવે તેના માટેની પૂર્વતૈયારી, એક સારા શિક્ષકનું નિર્માણ કરે છે – વધુ સારા. જ્યારે તમે કોઇ ચોક્કસ યોજના ધરાવો છો, ત્યારે પ્રગતિનો ક્યાસ કાઢવો અને સંલગ્ન સ્ત્રોતોને તૈયાર રાખવા ખૂબ જ સરળ બની જાય છે. Education World [1] અને Teacher [2] જેવી વેબસાઇટ્સ ટેમ્પ્લેટ્સ અને લેસન આયોજન માટેના વિચારો માટેનો સરસ સ્ત્રોત છે.

2. વર્ગખંડ માટે આઇસબ્રેકર્સ શોધો

વર્ગખંડનો વિચાર જ્યાં શિક્ષક એકમાત્ર વ્યક્તિ હોય છે જે વાત કરે છે, હવે જુનો થઈ ગયો છે. તમારા વિદ્યાર્થીઓ જેટલાં વધુ ઉર્જાવાન હશે, તેટલાં વધુ તેઓ તમે જે કંઈ કહો છો તેને નોંધશે તેવી શક્યતા રહેલી છે – આ ત્યારે જ શક્ય બને છે જ્યારે દ્વિમાર્ગી વાતચીત થઈ રહ્યું હોય. પાઠ માટે આઇસબ્રેકર્સ સાથેની વાતચીતની શરૂઆત કરો જેનાં માટે તમારા વિદ્યાર્થીઓ હંમેશા પ્રતીક્ષારત હોય છે.

3. એવું ઘરકામ આપો જેનાં માટે વિદ્યાર્થીઓ વાસ્તવમાં રાહ જોઇ રહ્યાં છે

પ્રોજેક્ટ્સ, જૂથ કાર્યો, વિજ્ઞાનના પ્રયોગો, અને ક્ષેત્ર પ્રવાસોમાં સર્વસામાન્ય બાબત કઈ છે?

તે તમામ પ્રાયોગિક ઘરકામ માટેના વિચારો છે. તેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે દરેક વયના વિદ્યાર્થીઓ તેમનાં પ્રત્યે વધુ ઉત્સાહ દર્શાવે છે અને બદલામાં વિષયની બાબતને પણ, વધુ સારી રીતે સમજે છે.

4. તમારા વિદ્યાર્થીઓની ઑનલાઇન આકારણી કરો

પરીક્ષાઓ હંમેશાથી પેન અને કાગળની વસ્તુ બની રહી છે. તેનાં પોતાના ફાયદાઓ છે અને તે એક નિયમ બની રહેવાનું ચાલુ રહેશે. જોકે, પીસી Google Classroom [3] જેવા સાધનોની મદદથી આકારણીમાં મદદ કરી શકે છે. તેને જે અલગ તારવે છે તે એ હકીકત છે કે તમે વિદ્યાર્થીઓને અતિરિક્ત શૈક્ષણિક સંસાધનો સાથેના ત્વરિત પ્રતિભાવ આપી શકો છો અને પરિક્ષણના આવર્તનોમાં પણ વધારો કરી શકો છો.

5. અદ્યતન શિક્ષણ વલણો વિશે અપડેટ રહો

Teachers of India [4] , Edutopia Community [5] and Microsoft Educator Community [6] જેવાં શિક્ષણ સમુદાયો સાથે મદદ માત્ર એક ક્લિક દૂર છે જે જુના અને નવા બન્ને શિક્ષકોને વિચારોની વહેંચણી, સલાહ અને સમર્થન માટે એકબીજાની સાથે જોડાવા સક્ષમ બનાવે છે. વાંચન માટે દિવસ દરમિયાન વિતાવેલી બે મિનિટ પણ તમને શિક્ષણ જગતમાં શું બની રહ્યું છે તેનાથી અદ્યતન બનાવી રાખે છે.

એક સારાં અને મહાન શિક્ષકની વચ્ચેનો તફાવત વિદ્યાર્થીઓના શિક્ષણ સાથેના સંબંધોને આગળ લઈ જવા માટે કરવામાં આવતાં પ્રયત્નોમાં છે. તમે પણ હાલમાં તમે જે પીસીનો ઉપયોગ કરી રહ્યાં છો તેનાં બહુધા ઉપયોગ દ્વારા તેમ કરી શકો છો.