શિક્ષણ માટે પીસી: તકનીકી સાથે જીવવિજ્ઞાન વધુ સારી રીતે શીખવો

 

જીવવિજ્ઞાન એ વિજ્ઞાનના અભ્યાસક્રમનો એક આવશ્યક ભાગ છે અને તેમાં જનનવિદ્યા, પારિસ્થિતિવિજ્ઞાન અને આરોગ્ય જેવા વિષયોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ વિષય મોટાભાગે કોઇપણ વિદ્યાર્થીને રસ ધરાવતા કરી શકવાની પુષ્કળ સંભાવના ધરાવે છે અને દવાઓ વૈજ્ઞાનિક સંશોધન, પોષણ અને ફિટનેસના ક્ષેત્રોમાં ઘણી કારકિર્દીઓના પાયાની રચના કરે છે. આટલું બધું આપનારા વિષય માટે, શુષ્ક વિષયવસ્તુ અને ભાષણ શૈલીની શિક્ષણ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ ઘણી વખત રસ ગુમાવી દેતા હોય છે.   

એક શિક્ષક તરીકે, વિદ્યાર્થીઓને વર્ગમાં રસ ધરાવતા રાખી શકો એવું ઘણુ બધું કરી શકો છો.[1] જ્યારે ભણાવી રહ્યાં હો ત્યારે સાધનો અને આના જેવા ડિજિટલ સંસાધનોની સંસ્થાપના કરીને વર્ગખંડમાં વિદ્યાર્થીઓના ધ્યાનને કેંદ્રિત કરવાની અને તેમને સામેલ રાખવાની દિશામાં દૂર સુધી જઈ શકાય છે.[2]  

 

1. ઇંટરઍક્ટિવ બાયોલૉજી (પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા ધરાવતું જીવવિજ્ઞાન)

પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા ધરાવતું જીવવિજ્ઞાન અન્ય શિક્ષણ સંસાધનોથી વિપરિત છે. વેબસાઇટ પર વિડીયો સામેલ કરવાથી વિદ્યાર્થીઓને વર્ગમાં શું ભણાવવામાં આવ્યું છે તેની વાસ્તવિક રીતે કલ્પના કરવાની તક પૂરી પડે  છે. દરેક વિડીયો સંલગ્ન વાંચન સામગ્રીની લિંક્સ  સાથે સંક્ષિપ્ત હોય છે અને શ્રેષ્ઠ ભાગ એ છે કે – દરેક વિડીયો એ જીવવિજ્ઞાનના ક્ષેત્રે એક પ્રકાશિત સંશોધનકાર, લેસ્લી સૅમ્યુઅલ દ્વારા શીખવવામાં આવતા વાસ્તવિક પાઠ હોય છે.   

 

2. સેરેન્ડિપ સ્ટુડિયો 

આનંદ માણતી વખતે જ્ઞાન ચકાસવા માટે રમતો ઉત્કૃષ્ટ છે. વર્ગખંડમાં જે સ્પર્ધાત્મક તત્વ તેઓ લઈ આવે છે તે ઉત્સાહની રચના કરે છે. સેરેન્ડિપ સ્ટુડિયોમાં આવરી લેવાયેલ દરેક વિષય એક રમતની સાથે હોય છે જ્યાં વિદ્યાર્થીઓ પોતે એક પરંપરાગત પરીક્ષા આપી રહ્યાં હોવાની લાગણી ધરાવ્યાં વિના તેઓ જે કંઈ શીખ્યા છે તેને ચકાસી શકે છે. વધુમાં, વેબસાઇટ અસરકારક રીતે શીખવવા માટે સૂચનાત્મક સલાહો, પ્રારંભિક અને અનુવર્તી પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે.

 

3. બાયોલૉજી કૉર્નર

વર્ગખંડમાં ટુંકી જૂથ પ્રવૃત્તિ હોય, કે જટિલ વિભાવનાને લાગુ કરવા માટેની ચકાસણી હોય કે ગૃહકાર્ય પ્રવૃત્તિ હોય, એક શિક્ષક માટે જરૂરી છે કે જીવવિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને ચોંટાડી રાખવા માટે તેને વર્કશીટ્સનો પૂરવઠો મળતો રહે. બાયોલૉજી કૉર્નર શરીરરચનાવિજ્ઞાનથી લઈને પારિસ્થિતિવિજ્ઞાન સુધીના વિવિધ પ્રકારના વિષયો પરની વર્કશીટ્સ ધરાવતો આવો જ એક સ્ત્રોત છે. આ વેબસાઇટ “હાથવગી વિજ્ઞાન પદ્ધતિઓ” વિભાગ પણ ધરાવે છે જે પાઠ યોજનાઓની સાથે પગલાવાર પ્રયોગ માર્ગદર્શિકાઓ ધરાવે છે.   

આના જેવાં સાધનો શિક્ષકોને વર્ગખંડને જીવંત બનાવવામાં સક્ષમ બનાવે છે. જ્યારે ઉત્તેજાઅ અને માહિતી હાંસલ કરવામાં આવે છે, ત્યારે માત્ર માહિતીના વપરાશકર્તાઓને બદલે વિદ્યાર્થીઓને લાગે છે કે તેઓ શીખવાની પ્રક્રિયામાં સક્રિય સહભાગીઓ છે.    

જીવવિજ્ઞાન પણ તમારા વિદ્યાર્થીઓનો પસંદગીનો વિષય બની શકે!