શિક્ષણ માટે પીસી: તકનીકી સાથે રસાયણશાસ્ત્રને વધુ સારી રીતે શીખવો

 

“એ જે જાણે કે છે કે, શું બાકાત રાખી શકાય તે શ્રેષ્ઠ શિક્ષક છે.”  - ઑટ્ટો ન્યુરેથ

રસાયણશાસ્ત્રના દરેક શિક્ષક ભણાવવાની એક એવી શૈલી ધરાવે છે જે અનન્ય હોય છે. કેટલાંક સિદ્ધાંતનો વાસ્તવિક જીવન સાથે સંબંધ સ્થાપિત કરે છે, અને કેટલાંક સંપૂર્ણપણે સિદ્ધાંત પર નભે છે – બન્નેમાંથી કોઇપણ રીતે, તકનીકી દરેક શિક્ષકમાંથી શ્રેષ્ઠને બહાર લાવી શકે છે. નીચેના સ્ત્રોતો પીસીની મદદથી રસાયણશાસ્ત્રને વધુ સારી રીતે શીખવવાનું શરૂ કરવા માટેના સારા સ્થળ છે. 

 

1. Chem Collective (કૅમ કલેક્ટિવ)

કૅમિસ્ટ્રી પ્રયોગશાળાઓ હંમેશા ઉપલબ્ધ હોતી નથી પરંતુ પીસી હોય છે. કૅમ કલેક્ટિવની આભાસી પ્રયોગશાળા વાસ્તવિક પ્રયોગશાળાને મળતી આવે છે. સેંકડો સમાનતાઓની સાથે, વિદ્યાર્થીઓ રસાયણોની સાથે તેઓ ઇચ્છે તેટલી વખત પ્રયોગ કરી શકે છે જે શાળામાં ઉપલબ્ધ હોતું નથી. વધુમાં, મૂલ્યવાન શિક્ષણના સમયની બચત કરીને, ઑફલાઇન ઉપયોગ માટે શિક્ષકો તે પ્રયોગોને ડાઉનલોડ કરી શકે છે. 

 

2. Science Buddies (સાયંસ બડ્ડીઝ)

પાઠ-આયોજનો માટે એક વન-સ્ટોપ સ્ત્રોત, સાયંસ બડ્ડીઝ પરના દરેક સ્ત્રોત વર્કશીટ્સથી પ્રોજેક્ટ વિચારો સુધી છાપી શકાય તેવાં છે. સાયંટિફિક મેથડ વિભાગ વિશેષ રૂપથી વિદ્યાર્થીઓ માટે સિદ્ધાંતોને વાસ્તવિક જીવનના સુયોજનોમાં ગોઠવી શકવા સાથે તેનાં રેખાચિત્રો અને પરસ્પર ક્રિયા પગલાવાર માર્ગદર્શિકાઓ સાથે ઉપયોગી છે. 

 

3. Royal Society of Chemistry (રૉયલ સોસાયટી ઑફ કૅમિસ્ટ્રી)

દરેક વિદ્યાર્થી સ્વાભાવિક રીતે સ્પર્ધાત્મક હોય છે. ગેમ્સના ગ્રિડલૉક્સ સીરીઝ સાથેની એ ચૅનલ જે સ્તરોને માત્રા ત્યારે જ અનલૉક કરે છે જ્યારે સાચો જવાબ પ્રવિષ્ટ કરવામાં આવે છે. ઉપ-આણ્વિક કણોથી લઈને ચિહ્નો સુધી, દરેક ગેમ સમસ્યા-ઉકેલ કૌશલ્યો અને સૈદ્ધાંતિક જ્ઞાનનો વિકાસ કરે છે. 

 

4. Fuse School Videos (ફ્યુઝ સ્કૂલ વિડીયોઝ)

વર્ગખંડના અંતે વિષયોને સારરૂપ કરવા માટે વિડીયો સર્વોત્કૃષ્ટ હોય છે. વિદ્યાર્થીઓ સિદ્ધાંતોને વધુ સારી રીતે યાદ રાખે છે, પ્રશ્નો પૂછે છે અને સામાન્ય રીતે તેઓ જેમ કંટાળી જાય છે તેમ કંટાળતા નથી. ફ્યુઝ સ્કૂલના વિડીયોઝને સામેલગીરી ઊભી થાય તે રીતે મુદ્દાસર માહિતી સાથે અને સૌથી મહત્વપૂર્ણ રીતે સંક્ષિપ્તમાં ઍનિમેટેડ કરવામાં આવ્યા છે – દરેક વિડીયો બે થી પાંચ મિનિટ લાંબો છે.

 

5. Hardest Periodic Table Quiz Ever (હાર્ડેસ્ટ પીરિયોડિક ટેબલ ક્વિઝ એવર)

બઝફીડ દ્વારા રચવામાં આવેલ, આ ક્વિઝ વર્ગમાં ભેગાં મળીને પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને અથવા વિદ્યાર્થીઓની વચ્ચે સ્પર્ધા તરીકે, બન્નેમાંથી કોઇપણ રીતે કરી શકાય છે. દરેક પ્રશ્ન પીરિયોડિક ટેબલની સાથે સંબંધિત છે અને ચિહ્નોથી લઈને તત્વોની અણુ સંખ્યા સુધી, દરેક પ્રકારના પ્રશ્નને આવરી લે છે.

તમે પાઠ-આયોજનનો સંદર્ભ લો કે દરેક વર્ગખંડમાં રમતનો પ્રારંભ કરો, પીસી તમારા વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રનો આનંદ માણવામાં અને વર્ગખંડમાંજ સિદ્ધાંતોને સમજવામાં મદદ કરશે. જો તમે વિષયલક્ષી પીસી સ્ત્રોતો ઇચ્છતા હો તો, મદદ માટે અમારી Teacher’s Forum અહીં ઉપસ્થિત છે.