શિક્ષણ માટે પીસી: તકનીકી સાથે વધુ સારી રીતે અંગ્રેજી શીખવો

 

ચાલો આપણે યાદ કરીએ: એક પુસ્તક, એક પેન, એક બાળક, અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે.”

- મલાલા યુસુફઝાઇ

એક નાનું પગલું વર્ગમાં વિદ્યાર્થીઓની સામેલગીરીને સુધારવામાં ઘણું આગળ સુધી જઈ શકે છે અને ભણાવવામાં એક ડિજિટલ સંસાધનની સંસ્થાપના એ આવી એક પદ્ધતિ છે. ઑનલાઇન સંસાધનોના ઉપયોગથી પાઠ યોજનાની રચનાથી શરૂ કરીને, વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવાથી  પરીક્ષાઓ પર ઝડપી પ્રતિભાવ ઉપલબ્ધ કરાવવા સુધી – શિક્ષક શાળામાં કમ્પ્યુટરના ઉપયોગથી ઘણા બધા લાભો ધરાવે છે.[1]

 

1. ઇંગ્લિશ ક્લબ

ઇંગ્લિશ ક્લબ પીઢ અને નવા શિક્ષકો એમ બન્ને માટે વર્કશીટ્સ, હેન્ડઆઉટ્સ, જૂથ પ્રવૃત્તિ વિચારો અને પાઠ યોજનાઓ માટેનો એક લોકપ્રિય સ્ત્રોત છે. આ વેબસાઇટને સૌથી અલગ બનાવે છે તે શિક્ષકના શિક્ષણને વધારવા પર ધ્યાન કેન્દ્રણ અંગેનું ઘટક છે. સંસાધનોમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા પ્રત્યેની સલાહ, તાલીમના સાધનો અને વિશ્વમાં ગમે ત્યાંથી શિક્ષકો સાથે પરસ્પર ક્રિયા માટેની ફોરમનો સમાવેશ થાય છે.  

 

2. TedEd લેખકો માટેની કાર્યશિબિર

TedEd એક શીખવવા માટેનું સર્વોત્કૃષ્ટ સંસાધન છે કેમ કે દરેક વિડીયો સંક્ષિપ્ત છે, સંલગ્ન શ્રૃંખલાનો ભાગ છે, અને શિક્ષણ અને મનોરંજન વચ્ચે સંતુલન જાળવે છે. લેખકની શિબિર એ TedEd મૂળભૂત તત્વો અને તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ વિડીયો સાથેની એવી જ શ્રૃંખલા છે. વધુમાં, દરેક વિડીયો બહુવિધ-પસંદ ધરાવતી ક્વિઝ, વધુ આગળના વાંચન અને ચર્ચા કરવા માટે કે પ્રશ્નો પૂછવા માટેની એક ફોરમ છે, જે દર્શકોને વિભાવનાઓમાં વધુ અંદર ઊંડા ખેડાણ માટે સક્ષમ બનાવે છે.  

 

3. અંગ્રેજી શીખવા માટેની રમતો

રમત-આધારિત શિક્ષણ એ વિદ્યાર્થીઓ માટે આનંદદાયક હોય છે, ખાસ કરીને નાના બાળકો માટે અને તે પરીક્ષા લેવા માટે તેમજ વર્ગમાં ભણાવવામાં આવેલ વિભાવનાઓને લાગુ કરવા માટે પણ આદર્શ છે. અંગ્રેજી શીખવા માટેની રમતોમાં પસંદગી કરવા માટે, વ્યાકરણથી શરૂ કરીને શબ્દભંડોળ, શબ્દ રચના અને અન્ય ઘણા વિષયો જેવી  ઘણી બધી વસ્તુઓ છે. શિક્ષકો પણ દરેક વર્ગના અંતે વ્યક્તિગત વિદ્યાર્થીઓ વચ્ચે અથવા વર્ગના ઉર્જા સ્તરને જાળવી રાખવા માટે જૂથમાં એમ બન્નેમાંથી કોઇપણ રીતે  વર્ગની અંદરની સ્પર્ધા માટે વેબસાઇટની રમતોને વપરાશમાં લઈ શકે છે.  

 

4. માઇક્રોસૉફ્ટ ઍજ્યુકેટર કમ્યુનિટી

સલાહ, શિક્ષણ જગતમાં હાલના વલણોની ચર્ચા કરવા માટે અને વિચારોની વહેંચણી કરવા માટે શિક્ષકો અને તજજ્ઞો સાથે જોડાણ કરાવતું એક મંચ, માઇક્રોસૉફ્ટ એજ્યુકેટર કમ્યુનિટી એક વિકસતું અને પ્રતિષ્ઠિત ઑનલાઇન નેટવર્ક છે. આ ફૉરમ પર વહેંચવામાં આવતી માહિતીને શિક્ષણવિદો દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે વિશ્વસનીયતાની ખૂબ-આવશ્યક મહોર પૂરી પાડે છે.   

તકનીકીએ શિક્ષકોને વર્ગખંડના અનુભવને માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિં પરંતુ તેમના પોતાના માટે પણ વધુ સારો બનાવવાની તક આપીને ખરા અર્થમાં શિક્ષણનો પુનરોદ્ધાર કર્યો છે.

શું તમે અંગ્રેજી શીખવવા માટે અન્ય કોઇ સાધનનો ઉપયોગ કર્યો છે? #DellAarambh નો ઉપયોગ કરીને ટ્વિટ કરો અને અમને જણાવો!