શિક્ષણ માટે પીસી : ટેક્નોલોજીની મદદથી સારી રીતે ભૂગોળ શીખવો

વર્તમાન સમયમાં અને આ ઉંમરમાં બાળકોને અસરકારક રીતે ભૂગોળ શીખવવું બહુ જ અનિવાર્ય છે, કારણકે હમણા વૈશ્વિકરણ અને વિશ્વ અર્થતંત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આજના બાળકો આવતી કાલના આગેવાનો છે, અને તેઓ વૈશ્વિક ઘટનાઓનું અર્થઘટન કરી શકે અને સારા નિર્ણયો લઈ શકે તે બહુ જ જરૂરી છે.

કમનસીબે, મોટાભાગના બાળકોને ભૂગોળ શીખવું કંટાળાજનક અને નીરસ લાગે છે.  તેઓ આ વિષયમાં રસ લે તે માટે ભૂગોળના શિક્ષકોએ આઉટ-ઑફ-દ-બૉક્સ (અવનવા) ટૂલ્સ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે.

1. ફ્રી રાઇસ – વિશ્વની રાજધાનીઓ અને વિશ્વના ધ્વજ માટે

વિશ્વની રાજધાનીઓ વિશે શીખવું એટલું જ નીરસ છે જેટલું ઘડિયા શીખવું. ફ્રી રાઇસ એક બિન-નફાકારક વેબસાઇટ છે જે the United Nations World Food Programme ના માલિકીની છે. આ વેબસાઇટ ઇંટરેક્ટિવ ગેમ્સ પૂરી પાડે છે જેની મદદથી વિદ્યાર્થીઓ વિશ્વની રાજધાનીઓ અને ધ્વજને યાદ રાખી શકે છે. પ્રત્યેક સાચા જવાબ માટે ફ્રી રાઇસ 1 ચોખાનો દાણો વિશ્વમાં ભૂખ મટાડવા માટે દાન કરે છે. તમે તમારા વિદ્યાર્થીઓને આ ઉમદા કારણ વિશે જણાવી શકો છો અને તેમને સહભાગી થવા અને ભૂગોળના જ્ઞાનને સુધારવા માટે પ્રોત્સાહન આપી શકો છો.

2. પ્રવાસન પ્રસ્તુતિઓ

ભૂગોળ શીખવાડતી વખતે, તમે તમારા વિદ્યાર્થીઓને વિવિધ દેશો, રાજ્યો, શહેરો અને પ્રાંતો વિશે શીખવશો. તમારા વિદ્યાર્થીઓને વધુ કાર્યક્ષમ રીતે આ શીખવાડવા માટે, તમે તેમને પ્રવાસન પ્રસ્તુતિઓ બનાવવાનું કહી શકો છો. આ પ્રવૃત્તિમાં, વિદ્યાર્થીઓને વિશ્વનું કોઈ એક ક્ષેત્ર (દેશ, ખંડ, શહેર ઇ.) સંશોધન માટે સોંપવામાં આવે છે. તેઓ તેમના ક્ષેત્ર વિશે જે શીખ્યા હોય તે દર્શાવવા માટે પ્રેઝેન્ટેશન (પ્રસ્તુતિ), પોસ્ટર અથવા બ્રોશર બનાવી શકે છે.

3. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને વર્ચુઅલ ફિલ્ડ ટ્રિપ્સ

શિક્ષકો માટે આ એક અતિ ઉપયોગી ટૂલ છે. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને કેટલી બધી વસ્તુઓ કરી શકાય છે, તે છતાં ઘણા ઓછા શિક્ષકો ઉપલબ્ધ શક્યતાઓનો ઉપયોગ કરી શકે છે. તમે આ એક સિંગલ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પ્રવાસો બનાવી શકો છો, અંતર માપી શકો છો, દિશાઓ જોઈ શકો છો અને વિવિધ પ્રકારના મેપ્સની સરખામણી કરી શકો છો.

4. ગૂગલ અર્થ

વિવિધ ખંડ, દેશ, શહેરો અને સમુદ્રો શોધવા માટે અત્યાર સુધીનું સૌથી સારું ટૂલ છે ગૂગલ અર્થ. ગૂગલ અર્થનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે કે વિશ્વમાં કોઈ એક સ્થાન પર ઝૂમ કરો. એકદમ નજીકથી ઝૂમ કરો. પછી વિદ્યાર્થીઓને હા કે ના માં પ્રશ્નોનાં જવાબ આપવા કહો. પ્રત્યેક સાચા જવાબ માટે, થોડુંક ઝૂમ આઉટ કરતા જાવ. 

શું તમે ભૂગોળ શીખવવા માટે અન્ય કોઈ ટૂલનો ઉપયોગ કર્યો છે? #DellAarambhનો ઉપયોગ કરીને ટ્વીટ કરો અને અમને જણાવો!