શિક્ષણ માટે પીસી : ટેક્નોલોજીની મદદથી સારી રીતે ઇતિહાસ શીખવો

 

ઇતિહાસ શીખવવું ખૂબ પડકારજનક હોઈ શકે છે, વૈજ્ઞાનિક વિભાવનાઓ અને ગાણિતિક નિયમોને યોગ્ય ટૂલ્સની મદદથી સમજાવી શકાય છે, પરંતુ વિદ્યાર્થીઓને પરોવી રાખે અને તે સહેલાઈથી સમજી શકે તે માટે તમે ઇતિહાસ કેવી રીતે ભણાવી શકો?

પરંપરાગત રૂપે, ઇતિહાસ એટલે તારીખો અને મુખ્ય ઘટનાઓને યાદ રાખવા માટે રટ્ટો મારવો. પરંતુ ઇતિહાસ તેનાથી પણ વધુ વિસ્તૃત છે. યોગ્ય ટૂલ્સ અને ટેક્નોલોજીના સ્માર્ટ ઉપયોગ સાથે, તેમની કલ્પનાશક્તિમાં વધારો કરીને અને તેમને વર્ગમાં પરોવી રાખીને ઇતિહાસ વિદ્યાર્થીઓ માટે રસપ્રદ વિષય બની શકે છે.

નિમ્ન ટૂલ્સ અને વેબસાઇટ્સની મદદથી ઇતિહાસને વધુ સારી રીતે શીખવી શકાય છે.

1. બેટલ ઇટ આઉટ – વીડિયોઝનો ઉપયોગ કરીને ઇતિહાસની પુનઃરચના

બાળકો પુસ્તકમાંથી વાંચવા કરતાં વસ્તુઓ જોઈને અને કરીને વધુ શીખે છે. ઇતિહાસના વર્ગમાં, ફક્ત લડાઈઓ વિશે વાંચવાને બદલે, વિદ્યાર્થીઓને ફિલ્મ સ્વરૂપે તેની પુનઃરચના કરવા દો. પછી વિદ્યાર્થીઓ તે વીડિયો પર ડાયરેક્ટરની કોમેન્ટ્રી ઉમેરી શકે છે, અને લડાઈના વિવિધ ભાગ પર હાઈલાઈટ કરી શકે છે. શિક્ષક ડીવીડી રાખી શકે અને આવનારા વર્ષમાં બતાડી શકે. વિદ્યાર્થીઓ પણ દર વર્ષે અક નવું યુદ્ધ અથવા ઐતિહાસિક ઘટના પર ફિલ્મ રજૂ કરી શકે છે.

2. "ફ્રેડિંગ" ગાંધી (ગાંધી સાથે મિત્રતા)

શિક્ષકો ઇતિહાસના મહત્વપૂર્ણ લોકોના પ્રોફાઇલ્સ બનાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરી શકે છે અને વિદ્યાર્થીઓને તેમની સાથે મિત્રતા કરવા કહી શકે છે. બાળકો માટે ઐતિહાસિક વ્યક્તિઓ વિશે જાણવું કંટાળાજનક હોય છે, ખાસ કરીને તે જ્યારે ફક્ત ટેક્સ્ટબુકમાં તેમના વિશે વાંચતા હોય ત્યારે. જો કે, ઇંટરનેટ પર આ વ્યક્તિઓ સાથે ઇંટરેક્ટ કરવાથી તેમને તે વાસ્તવમાં હોવાનો અનુભવ થાય છે, અને બાળકો ઐતિહાસિક ઘટનાઓને સહેલાઈથી સમજી શકે છે.

રાષ્ટ્રપિતા સાથે મિત્રતા હોવાની કલ્પના કરી જુઓ!

3. વિકિ ક્લાસરૂમ્સ

તમે તમારા વિદ્યાર્થીઓને આધુનિક અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા વાતાવરણમાં ઇતિહાસ શીખવા માટે ઉત્સાહિત કરી શકો છો. વિદ્યાર્થીઓને ઐતિહાસિક ઘટનાનું વિકિ બનાવવા માટે કહો. કોઈ એક વિદ્યાર્થી / વિદ્યાર્થીઓનું જૂથ ઘટનાના કોઈ એક ભાગ પર સારાંશ તૈયાર કરશે, ઉદાહરણ તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ પર જાપાનીઝ હુમલા, બીજું જૂથ ઘટનાના બીજા ભાગ પર કામ કરી શકે. અને જ્યારે તમે સંપૂર્ણ નિરીક્ષણ માટે જુદાં-જુદાં ભાગોને એકસાથે મૂકશો તો જોશો કે વિદ્યાર્થીઓને લગભગ બધું જ યાદ હશે.

4. નેશનલ જિયોગ્રાફિક દ્વારા ઇંટરેક્ટિવ મેપ્સ

ઇંટરેક્ટિવ મેપ આ એક વેબ આધારિત નકશા છે જેમાં ક્લિક કરી શકાય એવાં પ્લેસ માર્કર્સ છે. જ્યારે ક્લિક કરવામાં આવે ત્યારે, આ માર્કર્સ એ સ્થળ સાથે સંબંધિત ટેક્સ્ટ, પિક્ચર્સ, વીડિયોઝ તેમજ એક્સ્ટર્નલ સાઇટ્સની લિંક્સ દર્શાવે છે. શિક્ષક કોઈ એક શહેર અથવા દેશ પર આધારિત ઐતિહાસિક ઘટનાઓ વિશે શીખવાડ્યા બાદ વિદ્યાર્થીઓને ઇંટરેક્ટિવ મેપ બનાવવા કહી શકે છે. એક સરળ પ્રવૃત્તિ; જે તેમની પાઠની સમજ અને ઘટનાઓ કેવી રીતે થઈ તે વિશેની સમજને દૃઢ કરશે.

ટેક્નોલોજી શિક્ષાવિદોને વિવિધ પ્રકારના અભ્યાસુઓ સુધી પહોંચવા અને બહુવિધ માધ્યમોથી વિદ્યાર્થીની સમજણનું મૂલ્યાંકન કરવા માટે અસરકારક રીતો પૂરી પાડે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઇતિહાસ ભણાવો અને કદાચ થોડા જ સમયમાં ઇતિહાસ તેમનો મનપસંદ વિષય બની જશે. #DellAarambh નો ઉપયોગ કરીને ટ્વીટ કરો અને અમને તમારો અનુભવ જણાવો.