શિક્ષણ માટે પીસી: તકનીકી સાથે ભૌતિકશાસ્ત્રને વધુ સારી રીતે શીખવો

ઑનલાઇન સર્ચ કરો -  Physics (ભૌતિકશાસ્ત્ર)

તમે જોશો કે “physics questions (ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો)” એ એક સૌથી વધુ શોધવામાં આવતાં પ્રશ્નો છે જે દર્શાવે છે કે તેની વિભાવનાઓને સમજવાની અને તેની અંદર વધુ ઊંડા ઉતરવાની માંગ છે. તેથી, એક શિક્ષક તરીકે તમે પીસીનો ઉપયોગ કરીને ભૌતિક શાસ્ત્રને વધુ સારી રીતે ભણાવવા માટે શું કરી શકો છો.

 

1. The Physics Classroom (ભૌતિકશાસ્ત્રનો વર્ગખંડ)

આવશ્યક રીતે પાઠ યોજનાઓ, સમાનતાઓ, પ્રવૃત્તિના વિચારો, વધુ વાંચન, વર્કશીટ્સ અને ક્વિઝ સાથેની એક ટૂલ કિટ, The Physics Classroom (ભૌતિક વિજ્ઞાનનો વર્ગખંડ) એ બધું જ છે જેની એક ભૌતિકવિજ્ઞાનના શિક્ષકને એક સ્થળે જરૂર હોય છે. સુલભતા માટે તૈયાર સ્ત્રોતો સાથેના દરેક પાઠ માટે એક નિર્ણાયક યોજના ધરાવવાથી તમારા સમયની બચત કરે છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સામેલ રાખે છે. તમારે માત્ર તમારૂં પીસી ચાલુ રાખવાની જરૂર છે.

 

2. PHET Simulations (પીએચઈટી સિમ્યુલેશન્સ)

વિદ્યાર્થીઓ જીવનમાં આવતાં સિદ્ધાંતોને જોઇ શકે અને તેની સાથે રોજિંદી વસ્તુઓની સાથે સંબંધ સ્થાપી શકતા હોવાથી વર્ગખંડમાં રજૂ કરવા માટે સિમ્યુલેશન્સ (સમાનતાઓ) એક સારી બાબત છે. પીએચઈટી વિવિધ પ્રકારના વિષયો અને શિક્ષણના સ્તરોમાં તમામ વયને અનુરૂપ સમાનતાઓ ધરાવે છે. વધુમાં, પાઠ અને શીખવવા માટે પુન: ઉપયોગ દરમિયાન લોડિંગના સમયની બચત કરીને વર્ગખંડમાં ઉપયોગ માટે ડાઉનલોડ કરવા માટે ઑનલાઇન સમાનતાઓ ઉપલબ્ધ છે. 

 

3. Physics Central (ફિઝિક્સ સેન્ટ્રલ)

કંઈક નવું શીખવા માટે અને જીવનમાં આવતા જટિલ સિદ્ધાંતોને જોવા માટે વાર્તાઓ એ સૌથી આનંદપ્રેરક રીતોમાંથી એક હોય છે. જ્યારે તે સુપરહીરો કૉમિક્સ હોય ત્યારે તો તે વધુ સારી હોય છે. ફિઝિક્સ સેન્ટ્રલ ક્વેસ્ટ સીરીઝ સૈદ્ધાંતિક જ્ઞાનને મનોરંજક રીતે વર્ણવતી હોવાથી, વિદ્યાર્થીઓને લાંબા ગાળા માટે સિદ્ધાંતોને યાદ રાખવામાં મદદ કરતી હોવાથી, શિક્ષકોમાં માનિતી છે. 

 

4. NASA Space Place (નાસા સ્પેસ પ્લેસ)

વિદ્યાર્થીઓને પૂછો કે તમે જ્યારે મોટા થશો ત્યારે તેઓ શું બનવા માંગે છે. શક્ય છે કે અવકાશયાત્રી એ સૌથી સામાન્ય જવાબોમાંથી એક હશે. સમજણપૂર્વક એ બધી જ વસ્તુઓનું આકર્ષણ હોય છે જે અવકાશી હોય છે અને આપણા તાજેતરના ઇસરોની ઉપલબ્ધિઓની સાથે, તેના વિશે હજુ વધુ વાતો કરવામાં આવે છે. NASA’s Space Place (નાસાનું અવકાશ સ્થળ) અન્યથા સમજવામાં મુશ્કેલ સિદ્ધાંતોને સરળ બનાવવા માટેના સૌથી મૂળભૂત ઘટક તત્વો સાથેના વિડીયો અને પ્રયોગો ધરાવે છે.   

ભૌતિકશાસ્ત્ર એક વિષય તરીકે ઘણા રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વધુ પ્રશ્નો માટે પણ તક સાથેનો ખૂબ જ વિશાળ છે. એક શિક્ષક તરીકે, તમે એ બધાનો પૂરો ઉપયોગ કરી શકો છો જે એક પીસી પુરું પાડે છે – પાઠ આયોજન સંશોધનથી વાસ્તવિકપણે વર્ગમાં સિદ્ધાંત શીખવવા સુધી.[1] આવો આપણે પીસીના સૌજન્યથી, શાળાઓમાં ભૌતિકશાસ્ત્રમાં રસની એક નવી તંરગ બનાવવાનો આરંભ કરીએ!